________________
પર
૩
જું
૧૧
કુલિન નારીઓ ઊંચે સ્વરે ધવલ મંગલ ગાવા લાગી. વિવાહ મહોત્સવ થઈ રહ્યા પછી હાથણુઓની સાથે હાથીની જેમ ચાતુર્યવડે રમણીય એવી એ હજારો રમણીઓની સાથે પ્રભુ કે ઈવાર નંદનવનના જેવી ઉદ્યાનની શ્રેણીઓમાં, કઈવાર રત્નગિરિના શિખર જેવા ક્રિીડા પર્વતમાં, કોઇવાર અમૃતના કુંડ જેવી ક્રિીડાવાપીઓમાં અને કોઈવાર સ્વર્ગના વિમાન જેવી ચિત્રશાલાઓમાં કીડા કરવા લાગ્યા. એવી રીતે કૌમારવયમાં વિવિધ ભોગને ભેગવતા એવા પ્રભુને પંદર લાખ પૂર્વ નિર્ગમન થયાં તે સમયે જિતારી રાજાને સંસાર ઉપર બૈરાગ્ય થવાથી પ્રભુને આગ્રહ કરીને મુદ્રિકા ઉપર રત્નની જેમ પિતાના રાજ્ય ઉપર તેમને સ્થાપન કર્યા. અને પોતે સદ્દગુરૂના ચરણ કમળમાં જઈ દીક્ષા લઈને પિતાને અર્થ સાધવા લાગ્યા. મેટા પરાક્રમવાળા સંભવ સ્વામી પણ પિતાના આગ્રહથી રાજ્યને સ્વીકારી સર્વ પૃથ્વીનું પુષ્પની માલાની જેમ રક્ષણ કરવા લાગ્યા. પ્રભુના પ્રભાવથી રાજ્યની અંદર પ્રજાઓ ઈતિ તથા ભય વિનાની અને પૂર્ણ આયુષ્ય ભોગવનારી થઈ. કોઈની ઉપર પ્રભુને ભ્રકુટી પણ ચડાવવી પડતી નહીં તે ધનુષ્ય ચડાવવાની વાતનો તે અવકાશજ ક્યાંથી? એવી રીતે રાજ્ય કરતા અને ભેગા કર્મને ખપાવતા એવા પ્રભુએ ચાર પૂર્વાગર સહિત ચુમ્માલીશ લાખ પૂર્વ નિર્ગમન કર્યા.
એકદા જેમનો આત્મા ત્રણ જ્ઞાનથી વ્યાપ્ત છે એવા સ્વયંબુદ્ધ પ્રભુ આ પ્રકારની સંસારની સ્થિતિ ચિંતવવા લાગ્યા–“ અહા ! આ સંસારમાં વિષયના સ્વાદનું સુખ ઝેર ભેળવેલા મિષ્ટ ભોજનની જેવું આરંભમાં મધુર પણ પરિણામે “અનર્થને આપનારું છે. ઉખર ભૂમિમાં મીઠા જળની જેમ આ અસાર સંસારમાં “પ્રાણીઓને માંડમાંડ મનુષ્યત્વ પ્રાપ્ત થાય છે. એવા મનુષ્યત્વને પામીને પણ “મૂઢ લોકો પગ ધોવામાં અમૃત રસ વાપરવાની જેમ તે મનુષ્ય જન્મને વિષયસેવા માંજ “ વ્યર્થ પણે ગુમાવે છે.’ આ પ્રમાણે પ્રભુ ચિંતવતા હતા તેવામાં કાંતિક દેવતાઓએ આવી વિજ્ઞપ્તિ કરી કે “હે સ્વામી ! તીર્થ પ્રવર્તા” એમ કહી તે દેવતાઓ ગયા, એટલે પછી દીક્ષા લેવાના ઉત્સવમાં ઊત્કંઠિત એવા પ્રભુએ સાંવત્સરિક દાન આપવાનો આરંભ કર્યો. તે વખતે ઇંદ્ર આદેશ કરવાથી કુબેરે પ્રેરેલા જૂભક દેવતાઓ; નિધણીયાતું, મર્યાદાને ઉલ્લંઘન કરનારું, ગિરિમાં રહેલું શમશાન વિગેરે સ્થાનમાં રહેલું, ઘરની અંદર ગુપ્ત કરેલું, ઘણું કાળથી ખેવાયેલું, અને નષ્ટ થયેલું એવું સુવર્ણાદિક દ્રવ્ય સર્વ જગ્યાએથી લાવીને, શ્રાવસ્તી નગરીના ચોકમાં વિકશેરીઓમાં તેમજ બીજા પ્રદેશમાં તેના પર્વતના શિખર જેવડા ઢગલા કરવા લાગ્યા. સ્વામીએ સેવકપુરુ પાસે નગરીમાં ઊંચે પ્રકારે આઘાષણ કરાવી કે “જે જેને આથી હોય તેણે આવીને તે માગી લેવું. તેવી રીતે અથઓને દાન આપતા એવા પ્રભુ હમેશાં એક કરોડ અને આઠ લાખ સુવર્ણ (સોનૈયા ) નું દાન આપતા હતા. એ પ્રમાણે એક વર્ષમાં પ્રભુએ ત્રણશે અઠયાશી ક્રોડ અને એંશીલાખ સુવર્ણ મુદ્રાનું દાન કર્યું.
વાર્ષિક દાનને અંતે પિતાના આસન ચલિત થવાથી ઇદ્રો અંત:પુરને પરિવાર સાથે લઈ ત્યાં આવ્યા. પ્રથમ પ્રભુના ગૃહને પ્રદક્ષિણ કરી ભૂમિથી ચાર આંગળ ઊંચા રહી વિમાન પરથી ઉતર્યા. વિનયવાળા તે ઈંદ્રોએ ભક્તિથી પ્રભુને પ્રદક્ષિણા કરી પ્રણામ કર્યો. પછી - અચુત ઈ આભિગિક દેવતાઓએ લાવેલા તીર્થ જળના કુંભવડે જન્માભિષેકની પેઠે પ્રભુને વિધિ પૂર્વક દીક્ષા સંબંધી અભિષેક કર્યો. બીજા ઈન્દ્રોએ પણ અનુક્રમે જગ૧. અનેક પ્રકારના દુષ્કાળાદિ ઉપદ્રવ . પવગ તે ચૌરાશી લાખવર્ષ.