________________
૯૨
સગ ૧ લે
નીલ રત્નની પ્રતિમાની જેમ ગજેદ્ર ઉપર આરૂઢ થયેલા. અને અનુવર થયેલા સરખી વયના રાજકુમારે એ પરવરેલા ત્રિપૃષ્ણકુમાર પિતાને વાસગૃહથી નીકળીને જવલનજીના ભુવન સમીપે આવ્યા. ત્યાં રાજગૃહના તેરણની નીચે પૂર્વ દિશામાં સૂર્યની જેમ અર્ધમંડલની રાહ જોતા ઉભા રહ્યા. અર્વ દીધા બાદ કુલસ્ત્રીઓથી મંગલિક ગીત ગવાતે તે ત્રિપૃષ્ટકુમાર નીચા નમી અગ્નિમય સંપુટ ભાંગી અણુવરની સાથે માતૃગૃહ ( માયરા ) માં ગયા; ત્યાં છેડા સહિત વેત વસ્ત્રને ધારણ કરનારી અને નેત્રને આનંદ આપનારી એવી રાજકુમારી સ્વયંપ્રભા જાણે મૂર્તિમાન્ ચંદ્રપ્રભા હોય તેવી જોવામાં આવી. પછી વરકન્યા (ત્રિપૃષ્ટઅને સ્વયં પ્રભા) ચિત્રા નક્ષત્ર ને ચંદ્રમાની જેમ એક આસન પર સાથે બેઠા. પછી ઝાલરના નાદથી જ્યારે લગ્નનો સમય સૂચવવામાં આવ્યા ત્યારે પુરોહિતે સંપુટની જેમ તેમના હસ્તકમળને જોડી દીધા. તે વખતે નવા ઉગેલા પ્રેમરૂપી વૃક્ષને સિંચન કરવામાં જળરૂપ બંનેની દષ્ટિને તારા મેલક થયા. પછી ત્યાંથી સ્વયંપ્રભા અને ત્રિપુકુમાર બંને વૃક્ષ અને લતાની જેમ સાથે મળીને વેદિના મધ્ય ભાગમાં આવ્યા. ત્યાં પીપળાદિક વૃક્ષોના સમિધવડે હુત દ્રવ્યની આહૂતિ આપીને બ્રાહ્મણે એ અગ્નિને જાગૃત કર્યો. પછી બ્રાહ્મણે વેદમંત્રનો પાઠ કરવા લાગ્યા, એટલે દિના અગ્નિને દક્ષિણ તરફ રાખીને વરકન્યાએ તેની ફરતી પ્રદક્ષિણ કરી.
આવી રીતે બલદેવના અનુજ બંધુ ત્રિપૃષ્ણકુમાર સ્વયંપ્રભાદેવીને પરણીને તેની સાથે હાથિણી પર આરૂઢ થઈ પોતાના ઘર તરફ ચાલ્યા. ઉગ્રધ્વનિવાળા વાજિંત્રેના નાદથી સૂર્યના અશ્વને ઊંચા કર્ણવાળા કરતા એ ત્રિપૃષ્ણ વાસુદેવે સ્ત્રી સહિત પોતાના ઘરમાં પ્રવેશ કર્યો. આ વૃત્તાંત બાતમીદારરૂપ નેત્રવડે જાણવામાં આવ્યાથી અશ્વગ્રીવ રાજા કે જે પ્રથમ સિંહને માર્યાની કથા સાંભળવાથી જ ક્રોધ પામેલેહિતી તે વિશેષ કોપાયમાન થયે. તેણે ચિંતવ્યું કે “હુ છતાં જવલનજી સ્ત્રીરત્ન બીજાને કેમ આપે? કેમકે “રત્ન તો રત્નાકરમાંજ હોય.” તેથી તે આપનાર અને ગ્રહણ કરનારની પાસે કન્યાની યાચના કરવાને દૂતને મોકલો. કારણ કે નીતિમાં દૂત પ્રથમ છે.” આ પ્રમાણે મનમાં વિચારી એકાંતે નવા દૂતને બોલાવી બરાબર શિખવીને પોતનપુર તરફ મોકલ્યા. એ દૂત વાયુકુમારની જેમ શીધ્ર ગતિએ વલ નજી પિતનપુર હવાથી ત્યાં જઈ પહોંચ્યા, અને જ્વલન જટીને આ પ્રમાણે કહ્યું-“દક્ષિણ લેકાદ્ધની ઉપર સૌધર્મ ઈદ્રની જેમ દક્ષિણ ભરતાદ્ધનું રક્ષણ કરનાર હયગ્રીવ રાજાની આજ્ઞાથી હું તમને કહેવા આવ્યો છું કે તમારે ઘેર સ્વયંપ્રભા નામે કન્યારત્ન છે તે તમે મહારાજા હયગ્રીવ પાસે જઈને તેને આપે; કેમકે “ભરતક્ષેત્રનું રત્ન બીજાને ઘેર હેય નહીં. વળી તે કહુછાયાવાળા મહારાજા અશ્વગ્રીવ તમારા પણ સ્વામી છે, તે પુત્રી પણ તેને જ આપવી જોઈએ, કારણકે નેત્ર તે મસ્તકે શેભે વળી આજ સુધી આરાધેલા અવઝીવ રાજાને હવે પુત્રી ન આપીને કે ૫ પમાડે છે તે ધમેલા સોનાને કુંક મારીને ગુમાવવા જેવું કરે છે. માટે તેમ કરવું એગ્ય નથી.” આવી રીતે દૂત કહી રહ્યા એટલે વલમજી બે -“તે કન્યા તો મેં ત્રિપૃષ્ણકુમારને આપી દીધી છે; અને કન્યાદાન તે એકજવાર થઈ શકે છે. વળી બીજી પણ વસ્તુ કેઈને આપી દીધી હોય તે પછી તેના ઉપર આપનારને હક રહેતો નથી, તો કુલવાન કન્યાના સંબંધમાં તો તેમ શેનું જ સંભવે? તે તમે પિોતે જ વિચારો.” આ પ્રમાણે જ્વલન જટિએ દૂતને કહ્યું, એટલે તે દૂત અંત:કરણમાં કલુષિત થઈ ત્યાંથી નીકળે અને ત્રિપૃષ્ણકુમારની પાસે આવ્યો; કારણકે “ દૂત પિતાના સ્વામીના સંદેશાનેજ લઈ જનાર હોય છે. તેણે ત્રિપૃષ્ણકુમારને કહ્યું-“ જગને જય