________________
પર્વ ૬ હું
૩૦૬
કરી એકઠા રહીને તીવ્ર તપ કરતા હતા. હે પ્રભુ ! તમે અમને સારી રીતે બોધ આપીને નરકમાં પડતાં બચાવ્યા છે, તો હવે અમારે શું કરવા ચોગ્ય છે તે બતાવે; કેમકે તમે અમારા ગુરૂ છો.” “સમય આવે ત્યારે દીક્ષા ગ્રહણ કરજે” એમ કહી મલ્લીકુમારીએ તેમને વિદાય કર્યા એટલે તે રાજાએ પોતપોતાના નગરમાં ગયા.
તે અવસરે લેકાંતિક દેવતાઓએ આવી મલલીનાથને કહ્યું કે “તીર્થ પ્રર્વત્તાવે.” તે સાંભળી પ્રભુએ જાભક દેવતાઓએ પૂરેલા દ્રવ્યથી વાર્ષિક દાન આપવા માંડયું. જન્મથી સો વર્ષ પૂર્ણ થયા ત્યારે પચીશ ધનુષ ઉંચી જેની કાયા છે એવા મલ્લીકુમારીને કુંભરાજા અને ઈંદ્રાદિક દેવતાઓએ નિષ્ક્રમણત્સવ કર્યો. પછી જંયતી નામે શિબિકા રત્નપર આરૂઢ થઈ મલ્લી પ્રભુ સહસાગ્ર વન નામે ઉત્તમ ઉદ્યાનમાં આવ્યાં.
તે ઉદ્યાન કેઈ ઠેકાણે કૃષ્ણ ઈશ્ન (શેલડી)ને વાઢથી જાણે કૃષ્ણપક્ષવાળું હોય અને કોઈ ઠેકાણે શ્વેત ઈશુના વાઢથી શુકલપક્ષવાળું હોય તેવું દેખાતું હતું. નારંગીના પકવ ફળવડે જાણે શેણ મણિઓથી જડેલું હોય, અને મચકના ફળથી જાણે નીલમણિએ બાંધેલું હોય તેવું જણાતું હતું. તેમાં શીતથી પીડિત એવા વટેમાર્ગુઓ નારીને સ્તનની જેમ ઉષ્ણ એવું કવાનું જલ પીતા હતા અને વડના વૃક્ષની છાયાને સેવતા હતા. જાણે હેમંત લકમીનાં હાસ્ય હોય તેવા વિકસ્વર ડેલરના પુપોથી તે શેભી રહ્યું હતું. તેવા ઉદ્યાનમાં જગદ્દગુરૂએ પ્રવેશ કર્યો. પછી બાહ્ય પરિવારને એગ્ય એવા એકહજાર પુરૂષ અને અત્યંતર પરિવારને મેગ્ય એવી ત્રણ સ્ત્રીઓની સાથે માર્ગશીર્ષ માસની શુકલ એકાદશીએ અશ્વિની નક્ષત્રમાં ચંદ્ર આવતાં પ્રાત:કાલે મલ્લીનાથ પ્રભુએ અષ્ટમ તપ કરીને દીક્ષા ગ્રહણ કરી. તે વખતે મલ્લી પ્રભુને મન:પર્યયજ્ઞાન ઉત્પન્ન થયું; અને તેજ દિવસે અશોક વૃક્ષની નીચે કેવળજ્ઞાન પણ ઉત્પન્ન થયું. ઈ દ્રાદિક દેવોએ આવી ત્રણ ધનુષ્ય ઉંચા રૌત્મવૃક્ષવડે શેભિત એવું સમોસરણ રચ્યું. તેમાં પૂર્વ દ્વારથી પ્રવેશ કરી રત્ય વૃક્ષને પ્રદક્ષિણા કરી તથા નમઃ” એમ કહી મલ્લી પ્રભુ પૂર્વ સિંહાસન ઉપર પૂર્વાભિમુખે બેઠા. તત્કાલ વ્યંતર દેવતાઓએ બીજી ત્રણ દિશાઓમાં તેમનાં રૂપ વિકવ્યું. શ્રીમાન ચતુર્વિધ સંઘ યોગ્ય સ્થાને બેઠો. કુંભ રાજા અને પેલા છ રાજાઓ પણ ત્યાં આવીને ઈદ્રની પછવાડે બેઠા. પછી શ્રદ્ધા વડે નિર્મળ અંતરાત્માવાળા દેવરાજ (ઈદ્ર) અને કુંભરાજ પ્રભુને નમસ્કાર કરી હર્ષવડે આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા
હે અહંન! જેઓ સારે ભાગ્યે તમારા ચરણમાં નમે છે, તેઓના લલાટ ઉપર “તમારા ચરણનખનાં જે કિરણો પડે છે, તે આ ભયંકર ભવથી ભય પામેલા પ્રાણીઓને “રક્ષાના તિલક જેવાં થાય છે. હે પ્રભુ ! તમે જન્મથીજ બ્રહ્મચારી હોવાથી તમારે દીક્ષા “પણ જન્મથીજ છે અને તેથી તમારો બધે જન્મ વતપર્યાયમાંજ છે એમ હું માનું છું. “હે નાથ ! જ્યાં તમારું દર્શન નથી, તે ઘર શા કામનું છે? અને તમારા દર્શનથી પવિત્ર “એવું આ બધું ભૂમિતળ કલ્યાણ રૂપ છે. હે પ્રભુ! આ સંસારરૂપ શત્રુથી ભય પામેલા “મનુષ્ય, દેવ અને તિર્યંચ પ્રાણીઓને તમારૂં સમોસરણ એક શરણ આપનાર કિલાભૂત
છે. તમારા ચરણમાં પ્રણામ કર્યા સિવાયના બીજાં જે કાંઈ કર્મો છે તે સર્વ કુકર્મો છે. “તેઓ આ સંસારની સ્થિતિના કારણ એવાં કર્મોને પ્રસવ્યા જ કરે છે. તમારા ધ્યાન “વિના જે બીજાં ધ્યાન છે તે સર્વ દુર્ગાન છે, જેનાથી પોતાના તંતુથી કરોળીઆની “જેમ પિતાને આત્મા જ બંધાય છે. તમારા ગુણની કથા વિના જે કથા છે તે સર્વ