Book Title: Trishashti Shalaka Purush Charitra Part 02
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 345
________________ ૩૧૮ સ ૮ મા ધરી રહ્યા; એટલે નમુચિ ક્રોધ કરી આત શાસનની નિંદા કરતા સૂરિ પ્રત્યે ખેલ્યા‘અરે ! તમે ગૌરવતાવાળુ' શું જાણેા છે ?' ત્યારે સુત્રતાચાર્ય એ અના મંત્રીને કહ્યું કે • જો તારી જિજ્હાપર ખુજલી આવતી હોય તા અમે કાંઇ એલીએ. ' તે વખતે એક ક્ષુલ્લક ખેલ્યા-હે ગુરૂ મહારાજ ! વિદ્વતાના અભિમાની એવા આ માણસની સાથે તમારે કાંઇ પણ ખેલવુ યુક્ત નથી. તમે જુવા, હું સભ્ય થઈ તેને વાદમાં જીતી લઈશ. ભલે તે ગમે તે પક્ષ કહે, તથાપિ હું તેને યથાર્થ રીતે દૂષિત કરીશ.” તે સાભળી નમુચિભટ્ટ ક્રોધથી કઠોર વાણીએ ખેલ્યા તમે સદા અપવિત્ર, પાખડી અને વેદથી બાહ્ય છે, તેથી તમે મારા દેશમાં વસવાને ચાગ્ય નથી. એટલેા જ મારા પક્ષ છે, બીજી' તમને શુ કહેવું ?’ ક્ષુલ્લક ખેલ્યા – “જે સભાગ છે તે જ અપવિત્ર છે, અને તેના જે સેવક હાય તે જ પાખડી અને વેદબાહ્ય છે. વેદમાં પાણીનુ સ્થાન, ખાંડણીયા, ઘંટી, ચુલા અને માની (સાવરણી) એ પાંચ સ્થાન ગૃહસ્થાને પાપને માટે કહ્યાં છે; તે પાંચ સ્થાનાની જે નિત્ય સેવા કરે છે તેઓ સદા વેદબાહ્ય કહેવાય છે. અમે તે પાંચ સ્થાન રહિત છીએ, માટે શી રીતે વેઢબાહ્ય કહેવાઈએ ? મ્લેચ્છ લેાકેામાં ઉત્તમ જાતિની પેઠે નિર્દોષ એવા અમારે આ દોષવાળા લેકામાં નિવાસ કરવા તે ઉચિત નથી.” આવી રીતે ક્ષુલ્લકે યુક્તિથી વાદમાં પરાભવ કરવાથી તે મ`ત્રી, રાજા અને રાજાનેા પરિવાર પાતપેાતાના સ્થાનકે ગયા.’ તે રાત્રે ઉડી નમુચિ મંત્રી નિશાચરની જેમ ઉત્કટ અને ક્રોધથી પ્રજવલિત થઈ સુત્રતાચાય ના શિષ્યને મારવાને આવ્યેા. વાદી સર્પને સ્થભિત કરે તેમ તત્કાળ શાસનદેવીએ તેને સ્થિર કરી રાખ્યા. પ્રાતઃકાલે લેાકેા તેને તે સ્થિતિમાં જોઇ વિસ્મય પામ્યા. રાજા અને લાકે તે આશ્ચર્ય જોઈ ગુરૂ પાસે ધમ સાંભળી હાથી જેમ મદ રહિત થઈ જાય તેમ શાંત થઈ ગયા. તેવી રીતનું અપમાન થવાથી નમુચિ ત્યાં ન રહેતાં હસ્તીનાપુરમાં આવ્યેા. કેમ કે ‘અપમાનીત થયેલા માનીતું સ્થાન વિદેશ જ છે.' યુવરાજ મહાપદ્મ તેને પેાતાના પ્રધાનપદ્મપર રાખ્યા. “હુંમેશાં જો બીજા રાજાનેા પ્રધાન પેાતાની પાસે રહેવા આવે, તે રાજાએ તેના વિશેષ અભિલાષી થાય છે.’” મહાપદ્મના દેશના પ્રાંતભાગમાં સિ હુમલ નામે એક રાજા રહેતા હતા; તે આકાશમાં રહેલા રાક્ષસની જેમ દુર્ગામાં રહેવાથી અતિ અલવાન હતા. વારંવાર મહાપદ્મના દેશને લુંટી લુટીને તે પેાતાના કિલ્લામાં પેસી જતા, તેથી કેઈ તેને પકડી શકતું નહીં. એક વખતે કાપ પા મેલા મહાપને નમુચિ મત્રીને કહ્યું કે ‘ તમે સિંહબલને પકડવાના કાંઈ ઉપાય જાણા છે ?” નમુચિએ કહ્યું- હે રાજા ! તેને ઉપાય હું જાણું છું, એવું વચન હું કેમ કહુ? કારણ કે ઘેર બેસી ગર્જના કરનારા પુરૂષોને ‘ગેહેની” એવા અપવાદ લાગવા સુલભ છે; માટે તેના ઉપાય કરીને તેના ફળથીજ સ્વામીને બતાવી આપીશ, નહીં તે વચન માત્રથી ઉપાય કહેવામાં તો કાયર પુરૂષો પણ પડિત થાય છે.' મ`ત્રીનાં વચનથી હ` પામી મહાપદ્મ તત્કાળ તેને આજ્ઞા આપી, એટલે તેણે વાયુની જેમ ત્યાં જઈને સિ'હુખળના દુર્ગીને સ્ખલિત કર્યા. તીક્ષ્ણ ઉપાયને જાણનારા નચિએ તે દુર્ગાને ભાંગી નાખ્યા, અને મૂળને જેમ સિ‘હ પકડે તેમ સિહબળને પકડીને મહાપદ્મ પાસે આવ્યા. મહાપદ્મ કહ્યુંમત્રિરાજ ! વર માગેા.’ એટલે તેણે કહ્યું કે ‘સમય આવશે ત્યારે માગીશ.’ તે વચન ૧ લઘુવયને શિષ્ય. ૧ જે ઘરમાં બેઠા બેઠા ખાટી ફીશીયારી મારે તે ગેહેની ' કહેવાય છે. '

Loading...

Page Navigation
1 ... 343 344 345 346 347 348 349 350 351 352 353 354