________________
૩૨૨
સર્ગ ૮ મ
સામંત વિગેરે સર્વ પ્રકૃતિવર્ગને અને વિષ્ણુકુમાર પુત્રને બોલાવી રાજા પોત્તરે કહ્યું–
આ સંસાર દુઃખને સાગર છે, રોગીને અપથ્યની ઈચ્છા જેમ રોગની વૃદ્ધિને માટે થાય છે તેમ પ્રાણીની જે તેના પિષણને માટે પ્રવૃત્તિ છે તે તેની વૃદ્ધિને માટે જ થાય છે. કૂવાની પાસે ગયેલા અંધ પુરૂષને જેમ બાહુ આપનાર પુરૂષ મળી જાય તેમ આ સંસાર સમુદ્રમાં પડતો એ હું તેને ઉદ્ધાર કરવા માટેજ સુવ્રત પ્રભુ અત્રે પધારેલા છે; તેથી આજે મારા રાજ્ય ઉપર વિષણુકુમારને બેસારો. હું સુત્રત પ્રભુની પાસે અવશ્ય દીક્ષા ગ્રહણ કરીશ.” વિસ્કુમારે કહ્યું–પિતાજી ! મારે રાજ્યથી સયુંકે, હું તે ગ્રહણ કરવાને નથી; તમારી સાથે દીક્ષા લઈ તમારેજ માર્ગે ચાલીશ.” એટલે રાજાએ પદ્મકુમારને બોલાવી આગ્રહથી કહ્યું-વત્સ ! આ રાજ્ય સ્વીકારે, જેથી અમે સુખે વ્રત લઈએ.” પદ્મકુમારે અંજલિ જોડી કહ્યું- પૂજ્ય પિતા ! જ્યાં સુધી પિતા તુલ્ય આર્ય વિષ્ણુકુમાર હોય ત્યાં સુધી મને તે કાર્ય કરવું ઉચિત નથી. માટે જગતમાં એક જ સમર્થ એવા વિકુમારને રાજ્ય ઉપર અભિષેક કરે, એક પેદલની જેમ તેમને યુવરાજ થઈને રહીશ.” રાજાએ કહ્યું કે મેં તેની પ્રાર્થના કરી પણ તે તો રાજ્ય ગ્રહણ કરવાને ઇચ્છતો નથી, મારી સાથે દીક્ષા લેવાને ઈચ્છે છે.” આ પ્રમાણે સાંભળી પદ્મકુમાર મૌન રહ્યો એટલે પક્વોત્તર રાજાએ ચકવર્તી પણાના અભિષેક સાથે તેને રાજ્ય ઉપર અભિષેક કર્યો, પછી પદ્રકુમારે જેમને નિષ્ક્રમણોત્સવ કરે છે એવા પદ્ધોત્તર રાજાએ વિષ્ણુકુમારની સાથે સુવ્રત મુનિ પાસે જઈને દીક્ષા લીધી. પદ્મકુમારે પૃથ્વી પર પિતાના શાસનની જેમ સર્વ જનેએ પૂજેલા પિતાની માતાના જૈનરથને આખા નગરમાં ફેરવ્યું. રથ ફેરવવાના સમય સુધી સુત્રતાચાર્ય પદ્ધોત્તર પ્રમુખ શિષ્ય સહિત તે નગરમાં રહ્યા. પછી અન્યત્ર વિહાર કર્યો.
અદભુત ચરિત્રવડે શોભનાર પદ્મચક્રીએ પોતાના વંશની જેમ સર્વત્રજિનશાસનની પણ ઉન્નતિ કરી. ગ્રામ, આકર, નગર અને દ્રોણમુખ વિગેરેમાં જાણે નવીન પર્વતો નિષ્પન્ન થયા ન હોય તેવાં કેટીગમે રૌ કરાવ્યાં. પદત્તર મુનિ ગુરૂની સાથે વિહાર કરી ઉત્તમ વ્રત પાળી કેવલજ્ઞાન ઉત્પન્ન કરીને સિદ્ધિને પ્રાપ્ત થયા. વિષ્ણકુમાર મુનિએ અદ્ભુત તપસ્યા કરી અને તેના મહિમાથી અનેક લબ્ધિઓવાળા થયા. મેરૂની જેવા ઉન્નત, ગરૂડની જેવા આકાશગામી, દેવની જેવા કામરૂપી અને કામદેવની જેવા સ્વરૂપવાન, એવી વિવિધ અવસ્થા પામવાને વિકુમાર સમર્થ થયા. પણ સાધુઓને અસ્થાને લબ્ધિનો ઉપયોગ કરવો ઉચિત ન હોવાથી તેઓ લબ્ધિ ફેરવતા નહોતા.
- એક વખતે ચાતુર્માસ કરવા માટે સુવતાચાર્ય સાધુઓના પરિવાર સાથે વિહાર કરતાં કરતાં હસ્તીનાપુરમાં આવીને રહ્યા. આચાર્યને આવેલા જાણ પૂર્વ બૈરનો બદલો લેવાની ઈચ્છાએ નમુચિ મંત્રીએ મહાપમને વિજ્ઞપ્તિ કરી કે- હે નરેદ્ર! પ્રથમ તમે જે મને વરદાન આપેલ છે તે અત્યારે આપે. મહાત્મા લોકોની પાસે થાપણની પેઠે રાખેલું વરદાન નાશ પામતુ નથી.” રાજાએ કહ્યું-“તે વરદાન માગો.” એટલે નમુચિએ કહ્યું- મારે એક યજ્ઞ કરે છે, તેથી યજ્ઞ પૂરો થાય ત્યાં સુધી તમારું રાજ્ય મને આપે. તમે કહેલું વચન સંભારો. સત્ય પ્રતિજ્ઞાવાળા મહાપદ્મ રાજાએ નમુચિ મંત્રીને રાજ્ય ઉપર બેસાર્યો, અને પોતે અંતઃપુરમાં પ્રવેશ કર્યો. પછી નમુચિ કપટથી નગરની બહાર નીકળી બગલાની પેઠે દુષ્ટ ધ્યાન કરતે એક પાપી યજ્ઞમાં દીક્ષિત થયે. તેને અભિષેકકલ્યાણ કરવા માટે મંત્રીઓ અને સર્વ ધર્મના આચાર્યો આવ્યા, માત્ર જૈનના વેત ભિક્ષુઓ આવ્યા નહીં. “સર્વ ધર્મના લિંગીઓ મારી પાસે આવ્યા અને ઈર્ષાથી શ્વેતાંબરી