________________
પર્વ ૬ ઠું
૩૨૫ પદ્મ, ચતુર્વિધ સંઘ અને સુર અસુર તથા રાજાએ જોવામાં આવ્યા. મુનિએ વિચાર્યું કે “આ કૃપાળુ સંઘ, આ દીન એ મારો ભાઈ પાકુમાર અને આ સુર અસુર તથા રાજાઓ ભય પામીને મારા કપની શાંતિને માટે એકસાથે પ્રયત્ન કરે છે, તે મારે આ સંઘ માન્ય છે અને બ્રાતા પદ્મ વિગેરે સર્વ અનુકંપા કરવા લાગ્યા છે.” આ વિચાર કરી એ મહામુનિ વિષકુમાર શરીરની વૃદ્ધિને ઉપસંહાર કરી મર્યાદામાં આવેલા સમુદ્રની જેમ પિતાની મૂલ પ્રકૃતિની અવસ્થામાં સ્થિર થયા. સંઘના આગ્રહથી તે મહામુનિએ નમુચિને છોડી દીધું એટલે પદ્મરાજાએ તરતજ તે અધમ મંત્રીને નગરમાંથી કાઢી મૂકો.
આ ત્રિપદી (ત્રણ પગલાં) ના ચરિત્રથી વિષણુકુમાર ત્રણ જગતમાં ત્રિવિકમ એવી પવિત્ર વિખ્યાતિને પામ્યા. આવી રીતે શ્રીસંઘનું કાર્ય કરી, શાંત થઈ ઉત્કૃષ્ટ તપસ્યા કરીને વિષ્ણુકુમાર મુનિ કેવલજ્ઞાન પામી મોક્ષે ગયા. 1 મહાપદ્ધરાજાએ પણ સંસારથી ઉદ્વેગ પામી તૃણની જેમ રાજ્યને છોડી દઈને સદ્દગુરૂની પાસે દીક્ષા લીધી. કુમારવયમાં પાંચ વર્ષ, મંડલિકપણુમાં પણ તેટલાં વર્ષ, દિગવિજયમાં ત્રણ વર્ષ, ચક્રવર્તીપણામાં અઢાર હજાર ને સાતસો વર્ષ અને વ્રતમાં દશ હજાર વર્ષ, સર્વ મળીને ત્રીશ હજાર વર્ષનું આયુષ્ય પદ્ધચક્રવતીનું પૂર્ણ થયું હતું. પદ્મ ચક્રવરી મુનિપણાના વિવિધ અભિગ્રહવડે સુંદર એવાં તીવ્ર તપ કરી અને ઘાતિ કર્મનો ક્ષય થતાં કેવળજ્ઞાનની સમૃદ્ધિ મેળવી શાશ્વત સુખના ધામ (મોક્ષ) ને પ્રાપ્ત થયા.
આ છઠ્ઠા પર્વમાં બે જિન અને ચક્રવત્તી, બે તીર્થકર, બે ચક્રવર્તી, બેરામ (બળદેવ), બે વાસુદેવ અને બે પ્રતિવાસુદેવ એમ ચૌદ મહાત્મા શલાકા પુરૂષનું કીર્તન કરેલું છે. કીર્તિથી દિશાઓને વ્યાપ્ત કરનારા તે મહાશય પુરૂષનું આ ઉદાર ચરિત્ર હમેશાં લે કેના કર્ણને અતિથિરૂપ થાઓ.”
___ इत्याचार्य श्रीहेमचंद्रविरचिते त्रिषष्ठिशलाकापुरुषचरिते ___महाकाव्ये षष्ठ पर्वणि पद्मचक्रवर्तीचरित
वर्णनो नाम अष्टमः सर्गः । 2 BESEDA DE LOS PA33831138833888888888888888888
पर्व छठु समाप्त.