________________
૩૨૦
સગ ૭ મો
સાંભળતાં જ હાથી કાધથી મહાપદ્રની સન્મુખ વળ્યો. અને ચરણ–ન્યાસથી જાણે પિલાણવાળી હોય તેમ પૃથ્વીને કંપાવવા લાગ્યો. તે વખતે “આપણી રક્ષાને માટે કોઈ મહાત્માએ યમરાજની જેવા આ હાથીની આગળ પિતાનો દેહ અર્પણ કર્યો’ એવી રીતે તે સ્ત્રીઓ કહેવા લાગી. ક્ષણવારમાં નજીક આવેલા તે હાથીની સન્મુખ મહાપદ્મ ઉંચુ વસ્ત્ર ના. કઈ વખત છળ પણ શોભે છે.” હાથીએ કુમારની બુદ્ધિએ તે વસ્ત્રને તોડી નાંખ્યું. ‘ક્રોધ એકલો સંભ્રમ કરે તેવે છે, તે મદમૂછિત હોય તેની તે વાત જ શી કહેવી !” ત્યાં માટે કોલાહલ થતાં સર્વ નગરજને એકઠા મળ્યા, અને સામંત તથા સેનાપતિઓ સહિત મહાસેન રાજા પણ આવ્યા. રાજા મહાસેને પદ્મકુમારને કહ્યું- હે પરાક્રમી વીર ! દૂર ખસી જા, અકાળ મૃત્યુ જેવા એ ક્રોધી હાથીની સાથે યુદ્ધ કરવું શા કામનું છે?' પદ્મકુમારે કહ્યું –“રાજન ! આપ કહો છો તે ઘટિત છે, પણ આરંભેલું કાર્ય છોડી દેવું તે મને લજાકારી છે. વળી આ ઉત્તમ હાથીને વશ કરીને જાણે જન્મથી જ શાંત હોય એવો હું હમણાં જ કરી દઇશ તે જુ; તમે સૌજન્યપણુથી ભીરૂ થશે નહીં. આ પ્રમાણે કહી મહાપદ્રકુમારે તેની ઉપર વજા મુષ્ટિને ઘા કર્યો. જેથી આચ્છાદન વસ્ત્રના વેધની જેમ હસ્તીનું મુખ નીચું થઈ ગયું. પછી એ ઉન્મત્ત હાથી જે કુમારને પકડવાને ઉદ્યમવંત થયે તે જ વિદ્યપાતની જેમ ઉછળીને તેની ઉપર કુમાર આરૂઢ થઈ ગયે. પછી મંડૂકાસન વિગેરે નવનવાં આસનોથી આગળ પાછળ અને પડખે ફર્યા કરતા મહાપદ્મ તે હાથીને ઘણે ખેદિત કરી દીધો. કભસ્થળ ઉપર લપડાક મારવાથી, કંઠભાગે અંગુઠાના પીડનથી અને પૃષ્ઠભાગે પાદન્યાસથી મહાપદ્મ હાથીને આકુળ વ્યાકુળ કરી દીધું. શાબાશીના પોકારો કરતાં નગરજને વિસ્મય પામી જેને જોતાં હતાં અને રાજા મહાસેન બંધુબુદ્ધિથી જેના પરાક્રમનું વર્ણન કરતા હતા એ મહાપદ્મ તે નાગને ભમાવીને સ્વેચ્છા એ હસ્તીના બાળકની જેમ તેને રમાડતો તેની સાથે ક્રીડા કરવા લાગ્યું. પછી કોઈ બીજા મહાવતને હાથી સેંપી બીજી કલા ઉપર પગ મૂકી પોતે નીચે ઉતરી ગયે. રાજા મહાસેન પરાક્રમથી અને રૂપથી “આ કુમાર કઈ પ્રધાનકુળમાં જન્મે છે' એવું ધારી તેને પિતાને ઘેર લઈ ગયો. ત્યાં પિતાની સે કન્યાઓને તેની સાથે પરણાવી. “ઘેર આવે તેવો વર પુણ્યથી જ મેળવાય છે.” અહર્નિશ તે રાજકન્યાઓની સાથે ભેગ ભેગવતા કુમારને મદનાવલીનું સ્મરણ નિત્ય શલ્યની જેમ ખુંચવા લાગ્યું.
એકદા રાત્રિએ કમળમાં હંસની જેમ મહાપદ્મ કુમાર શય્યામાં સૂતો હતો, તેવામાં પવન જેવા વેગવાળી વેગવતી નામની એક વિદ્યાધરી તેનું હરણ કરવા આવી. ત્યાં નિદ્રાનો ભંગ થયે એટલે કુમારે કહ્યું-“ હે ક્ષુદ્રા ! મને શા માટે હરે છે? એમ કહીને વજન ગેળા જેવી મુષ્ટિ ઉગામી. વિદ્યાધરી બોલી- “હે પરાક્રમી વીર ! કોપ કરે નહીં, સાવધાન થઇને સાંભળો-ડતાઢયગિરિ ઉપર સરદય નામે એક નગર છે. તેમાં ઈદ્રધનુ નામે એક વિદ્યાધર રાજા છે. શ્રીકાંતા નામે તેની પત્ની છે અને તે દંપતીને જ્યચંદ્રા નામે એક પુત્રી થઈ છે. યોગ્ય વર નહીં મળવાથી જયચંદ્રા સર્વ પુરુષો પર દ્વેષ કરનારી થઈ છે; કેમકે “હીન વરવાળી સ્ત્રીઓ જીવતાં મર્યા જેવી છે.” ભરતક્ષેત્રના તમામ રાજાઓને ચિત્રપટમાં આળેખીને ઓળખી મેં તેને બતાવ્યા, પણ તેને તેમાંથી કોઈ પણ રૂ નહીં. પછી એક વખતે ચિત્રપટ ઉપર તમારું રૂપ આળેખીને બતાવ્યું, એટલે તત્કાલ તેના હદયમાં કામદેવે સ્થાન કર્યું. તમારા જેવા પ્રાણવલલભ મળવા દુર્લભ ધારીને એ પુરૂષહેષિણી સ્ત્રી પોતાના જીવિતની પણ દ્રષિણી થઈ ગઈ. અને “આ આ પદ્ધોત્તર રાજાનો પુત્ર