________________
સર્ગ ૮ મો.
મહાપદ્મ ચક્રવતી ચરિત્ર, શ્રી મુનિસુવ્રત સ્વામી વિહાર કરતા હતા, તે સમયમાં મહાપદ્મ નામે ચક્રવતી થયા છે તેમનું ચરિત્ર હવે કહીએ છીએ. આ જબૂદ્વીપના પૂર્વ વિદેહની ભૂમિના આભૂષણભૂત સુકચ્છ નામના વિજયમાં શ્રીનગર નામે એક શહેર છે. તે નગરમાં શત્રુરાજાઓના યશરૂપ હંસને નાશ કરવામાં મેઘ સમાન અને પ્રજાપાલન કરવામાં તત્પર પ્રજાપાલ નામે રાજા હતો. એક વખતે અકસ્માત્ વિદ્યુત્પાતને જોઈ વૈરાગ્ય પામેલા તે રાજાએ સમાધિગુપ્ત નામના મુનિની પાસે દીક્ષા લીધી. ચિરકાળ ખધારા જેવું વ્રત પાળી છેવટે મૃત્યુ પામીને તે અમ્યુરેંદ્ર થયે. લેશ માત્ર તપ પણ નિષ્ફળ થતું નથી.
જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં સુરનગરના જેવું હસ્તીનાપુર નામે નગર છે. તે નગરમાં પદ્મદ્રહમાં શ્રીદેવીના નિવાસભૂત મધ્ય કમળની જે-ઈવાકુવંશમાં પડ્યોત્તર નામે એક રાજા થયો. તેને ઉજવેલ ગુણવાળી, રૂપથી દેવાંગનાને પણ પરાભવ કરાનારી અને સર્વ અંતઃપુરનું આભૂષણ વાળા નામે મુખ્ય રાણી હતી. તેને કેશરીસિંહના સ્વમાએ સૂચિત અને શેભાથી દેવકુમાર જે વિષ્ણુકામાર નામે એક પુત્ર થયો. ત્યાર પછી પ્રજા પાળ રાજાનો જીવ દેવ સંબંધી આયુષ્ય પૂર્ણ કરી અમ્રુત દેવલેકમાંથી ચવી જવાળાદેવીના ઉદરમાં અવતર્યો. યોગ્ય સમયે જવાળાદેવીએ ચૌદ મહાસ્વમોએ સૂચિત અને સર્વ શેભાનું ધામ એવા મહાપદ્મ નામના પુત્રને જન્મ આપ્યું. વિષ્ણુકુમાર અને મહાપદ્મ બંને સહેદર ભાઈ અનુક્રમે મોટા થયા. પછી આચાર્યને નિમિત્ત માત્ર કરીને તેઓએ સર્વ કળા સંપાદન કરી. મહાપદ્મ કુમારને વિજયવાન જાણી સદ્દબુદ્ધિવાળા પદ્ધોત્તર રાજાએ તેને યુવરાજપદે સ્થાપિત કર્યો.
તે સમયે ઉજજયિની નગરીમાં શ્રીવ નામે રાજા હતો. તેને નમુચિ નામે એક પ્રખ્યાત મંત્રી હતા. એક વખતે મુનિસુવ્રત પ્રભુથી દીક્ષિત થયેલા સુવ્રત નામે આચાર્ય વિહાર કરતાં કરતાં તે નગરીએ સમોસર્યા. તેમને વાંદવાને નગરજનો સર્વ શૈભવ સાથે જતા હતા, તે મહેલના શિખર ઉપર ચડેલા શ્રીવર્મ રાજાના જોવામાં આવ્યા. તે જોઈ સ્વચ્છ બુદ્ધિવાળા રાજાએ નમુચિને પૂછ્યું કે “આવા અકાળ સમયે આ નગરજને સર્વ ઋદ્ધિ સમેત ક્યાં જાય છે?” નમુચિ બોલ્યો-નગરની બહાર ઉદ્યાનમાં કોઈ મુનિ આવેલા છે, તેમને ભક્તિથી વાંદવાને માટે તેઓ સત્વર જાય છે.” રાજાએ કહ્યું- ત્યારે ચાલો આપણે પણ જઈએ.” નમચિ બોલ્યો- જો તમારે ધર્મ સાંભળવાની ઈચ્છા હોય તો હું તમને ધર્મ કહીશ.” રાજાએ કહ્યું કે ત્યાં હું અવશ્ય જઈશ.” એટલે મંત્રી બોલ્યા કે “ભલે આપને જવું હોય તે ચાલે પણ ત્યાં તમારે તટસ્થપણે રહેવું, હું બધાને વાદમાં જીતીને નિરુત્તર કરી દઈશ. પાખંડીઓનું પાંડિત્ય પ્રાકૃત (સાધારણ) લોકોમાં જ ચાલી શકે છે. આ પ્રમાણે વાત થયા પછી રાજા, મંત્રી અને રાજાને સર્વ પરિવાર વિવિધ આશય ધરી સુત્રતાચાર્યની પાસે આવ્યા. તેઓ એ વેચ્છાવાદથી મુનિઓને ધર્મ સબંધી પ્રશ્ન કરવા માંડયા, પરંતુ તેમના ઉચા નીચા ધડા વિનાનાં વચન સાંભળીને મુનિઓએ કાંઈ પણ જવાબ આપે નહીં, મૌન