Book Title: Trishashti Shalaka Purush Charitra Part 02
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 329
________________ ૩૦૨ સગર્ દ્વતા મોકલીને કુંભરાજા સાથે માટી લડાઈ કરવાના નિશ્ચય કર્યાં. પછી છ વધર પતની જેવા તે છ રાજાઓ સૌન્યથી પૃથ્વીને આચ્છાદન કરતા મિથિલાપુરી પાસે આવ્યા. પ્રવેશના અને નીકળવાના દ્વારને રોકવામાં ચતુર એવા તેઓએ ચંદનના વૃક્ષને સર્પની જેમ મિથિલાનગરીને વીટી લઇને ફરતા ઘેરા નાખ્યા. કેટલાક દિવસ સુધી રહેલા આવા ઘેરાથી ખેદ પામેલા કુંભરાજા એક દિવસ તે સંબંધી ચિ ંતા કરતા હતા, તેવામાં મલ્ટીકુમારી ત્યાં આવ્યા. તેણે કહ્યું- “ હે તાત ! તમે ઉદ્વેગી થયા હૈ। તેમ કેમ જણાએ છે?” એટલે કુ ભરાજાએ પાતાને ઉદ્વેગ થવાનું કારણ કહ્યું. તે સાંભળી મલ્લીકુમારી એલ્યાં પિતાજી ! ગૂઢ પુરૂષો માકલી પ્રત્યેક રાજાને કહેા કે ‘ તમને મલ્ટીકુમારી આપીશ,’ એમ કહી તે છએ રાજાને સમજાવા, અને પછી મારી પ્રતિમા જ્યાં રાખેલી છે, તેની આગળના છએ ઓરડામાં તેઓને સાય કાલે શ્વેત વસ્ત્ર ધરાવીને ગુપ્ત રીતે જુદા જુદા લાવા.” કુ ભરાજાએ તે પ્રમાણે ગાઠવણ કરી એટલે તેઓ આવીને ત્યાં હાજર થયા પછી પેલા કમાડની જાળીમાંથી સર્વે એ મલ્ટીકુમારીની પ્રતિમાને જોઇ. ‘ અહા ! પુણ્યયેાગે આ સુંદર લેાચનવાળી સુરૂપા મલ્લીકુમારી આપણે પ્રાપ્ત કરી' એમ પ્રત્યક્ષ મલ્ટીકુમારીની બુદ્ધિથી પ્રત્યેક તેનું અનુરાગપૂર્વક ચિંતવન કરવા લાગ્યા. એવામાં પ્રતિમાની પછવાડે જે દ્વાર કરાવ્યું હતું ત્યાંથી મલ્ટીકુમારીએ પ્રચ્છન્નપણે તેમાં પ્રવેશ કર્યા, અને પ્રતિમાવડે સંતાઇ રહીને તેમણે તાળવાને ઢાંકવાનુ જે કમળ હતુ. તે પાડી નાખ્યું. તત્કાળ પ્રથમ નાંખેલાને કહી ગયેલા આહારના ગંધ તેમાંથી સ્ફુરી નીકળ્યા. તે વિષ્ટાની દુર્ગંધ જેવા અસહ્ય હાવાથી નાસિકાને અત્યંત ખાધા કરવા લાગ્યા. છએ કમાડની જાળીમાંથી નીકળીને તે દુર્ગંધ છએ આરડામાં ફેલાયા. તેથી એ રાજાની નાસિકાને ફાડી નાખતા હોય તેમ અપ્રિય થઈ પડયો. એટલે વસ્ત્રવડે નાસિકાને ઢાંકીને શત્રુઓથી કાયરની જેમ તેઓ ત્યાંથી પરા મુખ થઈ ગયા. તે વખતે મલ્ટીકુમારીએ અંદરથી કહ્યું કે ‘તમે પરા'મુખ કેમ થાઓ છે ? ’ તેઓ મેલ્યા-અમે આ દુગંધને સહન કરી શકતા નથી.’ પછી મલ્લીકુમારી પ્રગટ થઇને મેલ્યાં-આ પ્રતિમા તે સુવણૅ ની છે પણ એમાં પ્રતિદિન આહારના કવળ નખાય છે તેથી તેની આવી ગંધ આવે છે; તેા માતાપિતાના વીર્ય અને લેાહીથી ઉત્પન્ન થયેલા ગર્ભ માં પ્રથમ કલલ (પરપાટા) જેવુ... થઈ, પછી માંસની પેશીરૂપે થતાં માતાના કરેલા આહારના સત્વથી અનેલા રસથી પેષિત થયેલા, આરના પડદામાં તથા નરકમાં મગ્ન થયેલા અને વિશ્વામૂત્રથી વાસિત એવા આ શરીરને માટે તે શું કહેવું ! આવી રીતે જેની ઉત્પત્તિ છે એવા, વિદ્યાના કાઠારૂપ, રસ, રૂધિર, માંસ, ચરબી, અસ્થિ, મજ્જા અને વી થી ભરેલા, મૂત્રના એક સ્ત્રાત, શ્લેષ્મ (બડખા)ની મસક અને શહેરની ગટર જેવા દુર્ગંધી શરીરમાં શું કાંઈ પણ સાર છે? જેમ ઉષર જમીનમાં અમૃતની વૃષ્ટિ પણ ખારરૂપ થઇ જાય, તેમ એ શરીરને સુગધી કરવા માટે લગાવેલા કપૂર વિગેરે સુગંધી પદાર્થો પણ મલરૂપ થઇ જાય છે. એવી રીતે બહાર અને અ'દર બીભત્સ એવા આ શરીરની ઉપર શુ વિવેકી પુરૂષો જરા પણ રાગ ધારણ કરે ! અર્થાત્ ન કરે. અરે મુગ્ધ રાજા ! આજથી ત્રીજા ભવે તમે મારી સાથે દીક્ષા લઈને તપ કર્યા હતા તે કેમ સ'ભા રતા નથી ?” .. આવાં મલ્ટીકુમારીનાં વચન સાંભળીને તેના વિચાર કરતાં તે છએ રાજાઓને જાતિસમરણુજ્ઞાન ઉત્પન્ન થયુ.... ‘અર્હંતના અનુગ્રહથી શું ન થાય ?’ પછી મલ્લીપ્રભુએ જાળીવાળા છએ કમાડ ઉઘાડી નાખ્યાં. એટલે તે છએ રાજાએ પ્રતિષેધ પામી આ પ્રમાણે કહેવા લાગ્યા હે ભદ્દે! અમને યાદ આવ્યું કે પૂર્વ ભવે આપણે સાતે મિત્રા સંકેત

Loading...

Page Navigation
1 ... 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354