________________
સગ ૭ મા.
શ્રી મુનિસુવ્રત સ્વામી ચિત્ર,
જ્ઞાનરૂપી ક્ષીરસાગરની વેળા (મર્યાદા) રૂપ અને પૃથ્વીને પવિત્ર કરનારી શ્રી મુનિસુવ્રતનાથની દાંતની કાંતિએ દેશનાસમયે જય પામે છે. વિદ્વાનાની પ્રતિભા (બુદ્ધિ) ને ઉલ્લાસ કરવામાં સરસ્વતીના તેજ જેવું નિમ ળ શ્રી મુનિસુવ્રત સ્વામીનું ચરિત્ર હવે કહેવામાં આવશે.
આ જ મૂદ્દીપના અપર વિદેહમાં રહેલા ભરત નામના વિજયને વિષે ચપા નામે એક વિશાળ નગરી છે. તે નગરીમાં લાકોત્તર પરાક્રમવાળા અને દીર્ઘ ભુજાવાળા સુશ્રેષ્ઠ નામે સુરશ્રેષ્ડ (ઇંદ્ર) જેવા રાજા હતા. તે ચારે પ્રકારે વીર હતા. દાનવડે સવની રક્ષા કરનાર હેાવાથી દાનવીર, રણમાં ઉત્કટ હોવાથી રણવીર, આચારમાં શ્રેષ્ઠ હેાવાથી આચારવીર અને શ્રી જૈનધર્મ માં ધુરંધર હોવાથી ધર્માંવીર હતા. આજ્ઞા માત્રથીજ સ` રાજાઓને સાધી લેતા હતા, તેથી એ રાજા અસ્ત્રવિદ્યા અવક્રીડામાંજ બતાવતા હતા, રણમાં ખતાવતા નહીં. વાણીને નિયમમાં રાખનારા મુનિએ પણ રાત્રિદિવસ તેના ગુણાનું વર્ણન કરી પાતાનુ વાચ’યમત્વ (વાણીના નિયમ) છાડી દેતા હતા. એકદા હૃદયને આનંદ આપનારા નન્દ્વન નામે મુનિ તે નગરીના ઉદ્યાનમાં સમેાસર્યા. તેમની પાસે રાજા વંદન કરવા ગયા. ભક્તિથી વાંદીને આગળ બેઠા. મુનિએ દેશના દેવા માંડી, મેહરૂપી કાદવને ધોઈ નાખવામાં જળના પ્રવાહ જેવી તે મુનિની દેશના સાંભળીને સુરશ્રેષ્ઠ રાજાને ભવ ઉપર બૈરાગ્યભાવના ઉત્પન્ન થઇ, તેથી તે નંદન મુનિની પાસેજ તેણે તત્કાળ દીક્ષા લીધી, અને સાત્વિક શિરામણ તે રાજાએ યથાયેાગ્ય રીતે તેનુ પ્રતિપાલન કર્યુ. અંતની ભક્તિ વગેરે સ્થાનાના આરાધનથી તીર્થંકરનામક ઉપાર્જન કરી, મૃત્યુ પામીને તેઓ પ્રાણત દેવલાકમાં દેવતા થયા. ત્યાંથી ચવીને તે હરિવંશમાં અવતર્યા. તેથી હરિવ‘શની ઉત્પત્તિ પ્રથમ કહીએ છીએ.
આ જમૂદ્રીપના ભરતક્ષેત્રમાં વત્સ દેશના મ`ડનરૂપ કૌશાંખી નામે નગરી છે. તે નગરીમાં શ્રીખ’ડચ’દનના રસની જેવા સુગધી યશવડે દિશાના મુખને મડિત કરનાર સુમુખ નામે રાજા હતા. સર્પને જા'ગુલી મંત્રની જેમ રાજાઓને તેની આજ્ઞા અલક્ષ્ય હતી, અને ઈ દ્રના જેવું તેનું અદ્વિતીય ઐશ્વય હતુ. સામ-સાંત્વનને ચાગ્ય એવા પુરૂષામાં તે સામસાંત્વન કરનાર હતા. પિતાની જેમ તેનું હૃદય મૃદુ હતું, અને મૃતકમાં માંત્રિકની જેમ દાનસાધ્ય પુરૂષામાં તે દાન કરતા હતા લાઢામાં અયસ્કાંત મણિની જેમ તે માયાવી પુરૂષોમાં ભેદ કરતા હતા, અને બીજો યમરાજ હોય તેમ દંડનીયર પુરૂષોને તે દંડ આપતા હતા.
૧ અર્થાત્ રાજાગ્માને આજ્ઞામાત્રથીજ વશ કરતા હોવાથી તેને સંગ્રામમાં અસ્રવિદ્યા બતાવવાના પ્રસ'ગજ આવતા નહીં. ર્દંડ કરવા યેાગ્ય.