________________
પર્વ ૬ ઠું
૩૧૧ પણાને પ્રાપ્ત થયેલી જાણે પૃથ્વી હોય તેવી એ રાણી સાથે સુમિત્ર રાજા ઉત્તમ ભેગ ભગવતે હતે.
અહીં પ્રાણુતક૯પમાં સુર શ્રેષ્ઠ રાજાને જીવ જે દેવતા થયું હતું, તેણે સુખસાગરમાં મગ્નપણે પોતાનું આયુષ્ય પૂર્ણ કર્યું. શ્રાવણ માસની પૂર્ણિમાએ ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં આવતાં ત્યાંથી ચવીને તે પદ્માવતી દેવીની કુક્ષિમાં અવતર્યો. તે સમયે સુખે સુતેલી પદ્માવતી દેવીએ રાત્રિના શેષ ભાગે તીર્થકરના જન્મને સૂચવનારાં ચૌદ મહા સ્વપ્ન જોયાં. અનુક્રમે જ્યેષ્ઠ માસની કૃષ્ણ અષ્ટમીએ શ્રવણ નક્ષત્રમાં કૂર્મને લાંછનવાળા અને તમાલના જેવા શ્યામ કાંતિવાળા પુત્રને તેમણે જન્મ આપ્યો. દિકકુમારીઓ એ આવી ભકિતથી સૂતિક કર્યું. પછી ઈદ્ર આવીને એ વીશમાં તીર્થંકરને મરૂ ગિરિપર લઈ ગયા. પ્રથમ શકે ઈદ્રના ઉસંગમાં બેઠેલા પ્રભુને ત્રેસઠ ઈદ્રોએ પવિત્ર તીર્થજલવડે જન્માભિષેક કર્યો. પછી ઈશાનેંદ્રના ઉલ્લંગમાં બેસારી સ્નાત્ર પૂજાદિ કરીને શકેંદ્ર આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યો
હે પ્રભુ ! ભ્રમરરૂપી અમે એ આજે આ અવસર્પિણ કાલરૂપા સરોવરમાં કમળ જેવા તમને સારા ભાગ્યે ઘણે કાળે પ્રાપ્ત કર્યા છે. હે દેવ ! અત્યારે તમારા સ્તોત્રથી, ધ્યાનથી “અને પૂજાદિકથી અમારાં વાણી, મન અને શરીરે કલ્યાણકારી ફળ મેળવ્યું છે. હે નાથ ! જેમ જેમ તમારે વિષે મારી ભકિત વિશેષ વિશેષ થાય છે, તેમ તેમ મારાં પૂર્વ કર્મો લઘુ લઘ થતાં જાય છે. હે સ્વામી ! મહા પુણ્યનું કારણ એવું તમારું દશન જે અમને ન થાં “હે તે અમે કે જે અવિરતિ છીએ તેમને જન્મ બધે નિરર્થક થઈ જાત. હે પ્રભુ “તમારા અંગને સ્પર્શથી, તમારી સ્તુતિ કરવાથી, તમારા નિર્માલ્ય સુંઘવાથી, તમારા દર્શનથી “અને તમારા ગુણગાન સાંભળવાથી અમારી પાંચે ઈદ્રિયે કૃતાર્થ થઈ ગઈ છે. વર્ષાઋતુના “મેઘની જેમ નેત્રને આનંદ આપનાર અને નીલરત્ન જેવી કાંતિવાળા તમારા વડે આ “મેરૂગિરિનું શિખર શોભે છે. જોકે તમે માત્ર ભારતવર્ષમાં રહ્યા છો તે છતાં સર્વ ઠેકાણે “વ્યાપ્ત થયેલા જણઓ છો, કેમકે સર્વ સ્થાનકે રહેલા પ્રાણીઓના ભવની પીડાનો તમે “નાશ કરે છે. અહીંથી ચ્યવનકાળે પણ મને તમારા ચરણનું સ્મરણ થજો, કારણ કે પૂર્વ “જન્મના સંસ્કારથી ભવાતમાં પણ તે ( મરણું ) જ મને થયા કરે.”
આ પ્રમાણે વશમાં અહતની સ્તુતિ કરી તેમને લઈને ઈ પાછા પદ્માવતી દેવીની પાસે જેમ હતા તેમ મૂકી દીધા. પ્રાત:કાલે સુમિત્ર રાજાએ પ્રભુનો જન્મોત્સવ કર્યો. જેમાં કારાગ્રહમાંથી અપરાધીઓનો મેક્ષ કરી અને દ્રવ્યના દાન આપી લોકોને પ્રસન્ન કર્યા.
જ્યારે એ પ્રભુ ગર્ભમાં હતા, ત્યારે તેમની માતા મુનિની જેમ સુત્રતા (સારા વ્રતવાળા). થયા હતા, તેથી પિતાએ તેમનું મુનિસુવ્રત એવું નામ પાડયું. ત્રિવિધ જ્ઞાનવડે જેમને આત્મા પવિત્ર છે એવા પ્રભુ લોકમાં બાલક્રીડાથી અજ્ઞાન નાટય કરતાં અનુક્રમે મોટા થયા. યૌવનવય પ્રાપ્ત થતાં પ્રભુની વીશ ધનુષની કાયા થઈ. પિતાએ તેમને પ્રભાવતી વિગેરે રાજપુત્રીઓની સાથે પરણાવ્યા. મુનિસુવ્રત સ્વામીને પ્રભાવતી દેવીથી પૂર્વ દિશામાં ચંદ્રની જે સુવ્રત નામે એક કુમાર થયા. સાડાસાત હજાર વર્ષે ગયા પછી પ્રભુએ પિતાએ આરોપણ કરેલા રાજ્યભરને ગ્રહણ કર્યો. પૃથ્વીનું પાલન કરતાં પંદર હજાર વર્ષો નિર્ગમન થયાં, ત્યારે પ્રભુના જાણવામાં આવ્યું કે હવે ભોગ્ય કર્મનો ક્ષય થયે છે. તે વામાં લોકાંતિક દેવતાઓએ આવી વિજ્ઞપ્તિ કરી કે “સ્વામી ! તીર્થ પ્રવર્તાવે. એટલે પ્રભુએ વાર્ષિક દાન આપવા માંડયું. ક્ષત્રિય વ્રતરૂપ ધનને ધારણ કરનાર અને ન્યાયરૂપ