Book Title: Trishashti Shalaka Purush Charitra Part 02
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 339
________________ ૩૧૨ સર્ગ ૭ માં કમલમાં ભ્રમર સમાન પિતાના પુત્ર સુવ્રતને પ્રભુએ રાજ્યપર બેસાર્યો. પછી દેવતાઓએ અને સુવ્રતરાજાએ જેમને નિષ્ક્રમણોત્સવ કરે છે એવા મુનિસુવ્રત પ્રભુ એક સહસ્ત્ર પુરૂ એ વહન કરવા યોગ્ય એવી અપરાજિતા નામની શિબિકા૫ર આરૂઢ થઈ. નીલગુહા નામના ઉદ્યાનમાં આવ્યા. તે ઉદ્યાન નવીન કવિઓના ઉઘડવાથી જાણે દાંતાળાં હોય અને નવપલના દેખાવથી જિહા કાઢતાં હોય તેવાં આમ્ર વૃક્ષોથી શોભતું હતું, આમ તેમ પવને ઉડાડેલા જીર્ણ પત્રના મર્મર શબ્દથી આકાશમાં જતી એવી વસંતસંપત્તિને બેલાવતું હતું, સિંહવાર પુષ્પોની અનિવાર્ય શેભાને જોઈ શકતા ન હોય તેમ મદ રહિત થયેલા ડોલરનાં પુષ્પ તેમાં રહેલાં હતાં, અને ઉદય પામતા દમનક પુપના સુગંધથી તે વિશેષ સમૃદ્ધિવાન લાગતું હતું. એવા ઉદ્યાનમાં જઈ ફાલ્ગન માસની શુકલ દ્વાદશીએ શ્રવણ નક્ષત્રમાં પાછલે પહોરે એક હજાર રાજાઓની સાથે પ્રભુએ છઠ્ઠ તપ કરીને દીક્ષા ગ્રહણ કરી. બીજે દિવસે રાજગૃહ નગરમાં બ્રહ્મદત્ત રાજાને ઘેર મુનિસુવ્રત પ્રભુએ ક્ષીરાનવડે પારણું કર્યું. દેવતાઓએ ત્યાં વસુધારાદિ પાંચ દિવ્ય પ્રગટ કર્યા. બ્રહ્મદર રાજાએ પ્રભુના ચરણને સ્થાને એક રત્નપીઠ રચાવી. પછી નિઃસંગ, મમતા રહિત અને સર્વ પરીસોને સહન કરતા પ્રભુએ અગ્યા૨ માસ સુધી વિહાર કર્યો. પાછા ફરીને વિહાર કરતાં કરતાં નીલગુહા ઉદ્યાનમાં આવ્યા. ત્યાં ચંપકવૃક્ષની નીચે પ્રતિમાં ધારણ કરીને રહ્યા. ફાલ્ગન માસની કૃષ્ણ દ્વાદશીએ ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં આવતાં ઘાતિકર્મનો ક્ષય થવાથી પ્રભુને કેવવજ્ઞાન ઉત્પન્ન થયું. ઈંદ્રાદિક દેવતાઓએ આવી બસે ને ચાલીશ ધનુષ ઉંચા અશોક વૃક્ષવાળું સમોસરણ રચ્યું. તેમાં પ્રવેશ કરી ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા દઈ “તેથય નમઃ” એમ બેલી પ્રભુ સિંહાસન ઉપર બીરાજ્યા. વ્યંતર દેવતાઓએ બીજી ત્રણ દિશાઓમાં પ્રભુનાં પ્રતિબિંબ વિકુવ્વ. શ્રીમાન ચતુર્વિધ સંઘોગ્ય સ્થાને બેઠે. પ્રભુને સમોસર્યા જાણી સુવ્રતરાજા ત્યાં આવ્યો, અને સ્વામીના ચરણમાં નમી ઈદ્રની પછવાડે બેઠો. પછી ઈ અને સુવતે પ્રભુને નમી લલાટ ઉપર અંજલિ જેડી ભક્તિગર્ભિત સ્તુતિ આ પ્રમાણે કરી “હે જગત્પતિ ! જે તમારા ગુણોનું વર્ણન કરવાને અમારા જેવા પણ તૈયાર થાય છે, તે તમારા ચરણદર્શનનો જ પ્રભાવ છે. હે પરમેશ્વર ! દેશના સમયમાં શાસ્ત્રરૂપ વત્સને “પ્રસવ આપનારી તમારી વાણીરૂપ ગાયને અમે વંદન કરીએ છીએ. જેમ ચીકણું પદાર્થના યોગથી પાત્ર પણ ચીકણું થાય છે, તેમ તમારા ગુણને ગ્રહણ કરવાથી માણસ પણ તત્કાલ ગુણી થઈ જાય છે. જેમાં અન્ય કર્મને ત્યાગ કરી તમારી દેશના સાંભળે છે, તેઓ ક્ષણવારમાં પૂર્વ કર્મોને પણ ત્યાગ કરે છે. હે દેવ ! તમારા નામરૂપ રક્ષામં. ત્રથી સંવર્મિત થએલા આ જગતને હવે પછી પાપરૂપ પિશાચ વળગી શકશે નહીં. હે નાથ! વિશ્વને અભય આપનાર એવા તમે વિદ્યમાન છતાં હવે કોઈને કાંઈપણ ભય “નથી; પણ જ્યારે અમે અમારા સ્થાનમાં જઈશું ત્યારે તમારો વિગ થશે, તે અમને ભય છે. હે સ્વામી ! તમારી પાસે શાશ્વત વૈરથી જ અંધ થયેલા બહિરંગ શત્રુઓજ “માત્ર શમી જાય છે એમ નહીં, પણ અંતરંગ શત્રુઓ જે કામ ક્રોધાદિ છે તે પણ શમી જાય છે. હે પ્રભુ! તમારા નામની સ્મૃતિ કે જે આ લોક અને પરેલોકના વાંછિત મને રથને આપવામાં કામધેનુ તુલ્ય છે, તે હું ગમે ત્યાં રહું તો પણ મને પ્રાપ્ત થયા * કરજે.” ૧ બખ્તરવાળા. ૨ જાતિવેર.

Loading...

Page Navigation
1 ... 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354