________________
૩૦૦
સગ ૬ ઠે થયેલે ધર્મ, સ્વર્ગ અને મોક્ષને હેતુ છે. એ અમારૂં તત્ત્વવચન છે.” આ પ્રમાણે કહેતી તે પરિત્રાજિકા નગરના અને દેશના લોકોને ધર્મમાં પ્રવર્તાવતી હતી. એક વખતે ફરતી ફરતી તે કુંભરાજાના દરબારમાં જ્યાં મલકુમારી રહેતી હતી તે મહેલમાં આવી ચડી. ત્યાં પ્રથમ હાથમાં ત્રિદડ રાખી, કષાયેલાં વસ્ત્ર ધરીને તે ઉભી રહી, પછી દર્ભવડે કમંડલમાંનું જળ પૃથ્વીપર છાંટી તેના પર પિતાનું આસન પાથરીને બેઠી, બીજા માણસની જેમ મલીકમારીને પણ તે ધર્મોપદેશ કરવા લાગી. તે સાંભળી ત્રણ જ્ઞાન ધરનારા મલ્લીકુમારી બોલ્યા “જેટલાં દાન છે તે સર્વ ધર્મને માટે નથી; જે સર્વ દાન ધર્મ માટેજ થતાં હોય તો બિલાડા અને કૂતરાનું પિષણ પણ ધર્મને માટે થાય. જીવહિંસા જેમાં રહેલ છે એવા તીર્થાભિષેકથી શી રીતે પવિત્રતા થાય? રૂધિરવડે લીપાએલું વસ્ત્ર શું રૂધિરવડે ધેવાથી શુદ્ધ થાય ? માટે વિવેક મૂળ ધર્મ છે, તે અવિવેકીને થતું નથી. તેવા પુરૂષને તપસ્યા પણ કેવલ કલેશને માટે થાય છે, તેમાં કાંઈ પણું સંશય નથી.” આ પ્રમાણે મલ્લીકુમારીએ કહ્યું, એટલે ચક્ષા પરિત્રાજિકા વિલખી થઈ નીચું મુખ કરી રહી; કારણકે પ્રભુનાં યુક્તિવાળાં વચનને બાધિત કરવાને કણ સમર્થ થાય? પછી “ અરે પાખંડી ! આવા દર્ભના આસન પર બેસી તું આ વિશ્વને કેટલે વખત થયાં છેતરે છે? એમ કહી દાસીઓએ તેને તિરસ્કાર કર્યો. તે વખતે ચેક્ષાએ મનમાં ચિંતવ્યું કે રાજ્ય સંપત્તિ વડે ઉન્મત્ત થઈ ગયેલી આ રાજકુમારીકાઓ અને તેના ઈદે વર્તનારા તેના પરિવારે મારે જે તિરસ્કાર કર્યો છે તેનું બૈર વાળવાને માટે મારી બુદ્ધિ પહોંચાડીને આ રાજકુમારીને જ્યાં ઘણી શક્યો હોય તેની વચમાં ફેંકી દઉં, અર્થાત્ ઘણી રાણીઓવાળે રાજા પરણે એમ કરૂં જેથી એ દુઃખી થાય.” આ પ્રમાણે ચિંતવી ક્રોધથી મનમાં ધમધમી રહેલી તે પરિત્રાજિકા ત્યાંથી નીકળીને કાંપિલ્યપુરમાં જિતશત્રુ રાજાની પાસે ગઈ. રાજાએ મેટા સત્કારથી તેનાં દર્શન કર્યા. એટલે આશીર્વાદ આપીને તે પિતાના આસન પર બેઠી. રાજાએ અંતઃપુર સાથે ભક્તિ પૂર્વક તેની વંદના કરી. તેણે ત્યાં પણ દાન અને તીર્થાભિષેકના ધર્મને ઉપદેશ કર્યો. રાજાએ કહ્યું-ભગવતિ ! તમે આ પૃથ્વી પર પરતંત્ર થયા વગર વેચ્છાએ સર્વત્ર ફર્યા કરે છે, માટે હું તમને પૂછું છું કે “આ મારા અંતઃપુરની સ્ત્રીઓ જેવી અપૂર્વ સ્ત્રીઓ તમે કોઈ ઠેકાણે જોયેલી છે ? તે સાંભળી ચેક્ષા હસતી હસતી બેલી-હે રાજા! કૂવાના દેડકાની જેમ તમે તમારા અંતઃપુરને કેમ બહુ માને છે ? મિથિલાનગરીમાં કુંભરાજાને ઘેર મલ્લી નામે એક સુંદર કન્યારત્ન છે. તે સર્વ મૃગાક્ષીએ માં ચૂડામણિ છે. તેના માત્ર એક અંગુઠાની જે શેભા છે તે દેવાંગના કે નાગકન્યાઓમાં પણ જોવામાં આવતી નથી. વધારે શું કહું ? તે મને હર બાળાના શરીરના બાંધાની શેભા, તેનું સૌંદર્ય અને તેના લાવણ્યની સંપત્તિ કઈ જુદી જ છે. તે સાભળતાંજ પૂર્વના સ્નેહને લીધે જિતશત્રુ રાજાએ તેની પ્રાર્થનાને માટે કુંભારાજાની પાસે એક દૂત મોકલ્યા.
અહીં મલ્લીકુમારીએ પિતાના પૂર્વ જન્મના મિત્ર છએ રાજાઓને અશેકવાડીમાં બંધ થવાનો છે એવું અવધિજ્ઞાનવડે જાણીને તે વાડીની અંદર મહેલના ઓરડાની મધ્યમાં મનોહર રતનપીઠ ઉપર એક પિતાની સુવર્ણ પ્રતિમા કરાવીને સ્થાપના કરી. એ પ્રતિમાના પધરાગ મણિ વડે અદ્ધર કર્યા, નીલમણિથી કેશ રયા, ઈદ્રનીલ અને સ્ફટિકમણિનાં લોચન બનાવ્યાં, પ્રવાળાના હાથપગ રચા, છિદ્રવાળું (પિલું) ઉદર કર્યું, તાળવાના ભાગમાં છિદ્ર કર્યું, અને તેની ઉપર સુવર્ણમય કમળનું ઢાંકણું કર્યું, બીજા સર્વ અવય