________________
પવ ૬ '
૨૯૯
તેઓને નગરમાંથી બહાર કાઢી મૂકવા તે ત્યાંથી વારાણસી નગરીમાં આવ્યા અને ત્યાં શ'ખરાજાની પાસે પેાતાને કાઢી મૂકવાના કારણમાં વૃત્તાંત બન્યુ હતુ. તે સ તેમણે કહી બતાવ્યું. તેમાં કુંડળને પ્રસંગે મલ્રીકુમારીના અદ્ભુત રૂપનું વર્ણન કરવા માંડયુ જે પદાર્થા ખીજે ઉપમાન ગણાય છે એ આ બાળાની પાસે ઉપમેયર તરીકે ગણાય છે; જેમ ચંદ્ર તેના મુખના ઉપમેય છે, બિંબ ફળ તેના હાઠનુ ઉપમેય છે, શ’ખ તેના કંઠપ્રદેશના ઉપમેય છે, ખિસલતા એ ભુજાની ઉપમેય છે, વજ્રના મધ્યભાગ તેના મધ્ય ભાગ (કઢિ )નેા ઉપમેય છે; હાથીની સૂંઢ તેના ઉની ઉપમેય છે, નદીની ભ્રમરી તેની નાભિની ઉપમેય છે, દર્પણુ તેના જઘનનું ઉપમેય છે, મૃગલીની જઘા તેની જાંઘાનું ઉપમેય છે અને કમળ તેના હાથ પગનું ઉપમેય છે.'' તેવુ રૂપ સાંભળી પૂના સ્નેહાનુખ ધવડે શ‘ખરાજાએ મલ્ટીકુમારીની યાચના કરવા માટે એક દૂત કુંભરાજા પાસે માકલ્યા.
વૈશ્રવણુના જીવ પણ વૈજયંત વિમાનથી ચવી અદ્દીનશત્રુ નામે હસ્તીનાપુરમાં રાજા થયા હતા. અહી મલ્ટીકુમારીને મલ્લકુમાર નામે એક ભાઈ હતા, તેણે કુતૂહલથી ચિત્રકારા પાસે એક વિચિત્ર ચિત્રશાળા કરાવવા માંડી હતી. તેમાં ચીતરનારા ચિત્રકારામાં એક ચિત્રકાર ઘણા ચતુર હતેા. ફક્ત એક અંગ જોવામાં આવે તાપણ તેને અનુસારે સ અંગનુ' યથાસ્થિત ચિત્ર કરવાની તેને લબ્ધિ પ્રાપ્ત થયેલી હતી. એક વખતે પડદામાંથી મલ્ટીકુમારીના પગના અંગુઠા તેના જોવામાં આવ્યા, તેને અનુસારે સર્વ અંગોપાંગ સહિત મલ્ટીકુમારીનું યથાર્થ રૂપ આળેખી લીધુ. અન્યદા મલ્લકુમાર તે ચિત્રશાળામાં ક્રીડા કરવાને ગયા, અને તેમાં કરેલાં ચિત્ર જોવા લાગ્યા. તેવામાં ચિત્રમાં રહેલી મલ્ટીકુમારીને જોઇ તે સાક્ષાત મલ્ટીકુમારી છે, એવું ધારી લજજાથી તરત પાછેા ફર્યાં. તે વખતે ધાત્રીએ કહ્યું-કેમ પાછા ફર્યા ?' ત્યારે કુમાર ખેલ્યા- ‘અહી' મારી બેન મલ્લીકુમારી છે, તે ત્યાં શી રીતે ક્રીડા કરાય ?’ ધાત્રીએ ખરાખર જોઈને કહ્યું-કુમાર ! આ સાક્ષાત્ મલ્લીકુમારી નથી પણ એ તો ચિત્રમાં આળેખેલ છે, માટે પાછા આવે.” તેમ જાણી મલ્લીકુમારને ક્રોધ ચડયો. તેથી પેલા ચિત્રકારને દક્ષિણ હસ્ત છેદી નાખ્યા અને તેને પોતાના નગરમાંથી કાઢી મૂકયા. તેણે હસ્તીનાપુરમાં જઈ અદીનશત્રુ રાજાને તે વૃત્તાંત કહ્યો અને પછી મલ્લીકુમારીનું વર્ણન કરવા માંડ્યું “હે રાજા ! આ સર્વ જગતરૂપ આકાશમાં ચંદ્રલેખા સદેશ તે મલ્લીકુમારી જેવી કોઇ બીજી સુંદરી સ્રી કાઈ ઠેકાણે છે નહીં, થઇ નથી અને થશે પણ નહીં. જે કાઈ તે સુંદર કન્યાને જોઇ પછી અન્ય કન્યાને જુએ છે, તે મહાનીલમણિને જોઇ કાચના કટકાને જુએ છે. આ જગતમાં રૂપ, લાવણ્ય, ગતિ અને બીજી ચેષ્ટાઓથી તે ખાળા નદીઓમાં ગંગાની જેમ સ્ત્રીઓમાં મુખ્ય છે.” આ પ્રમાણે તેનું વર્ણન કરીને પછી ચિત્રકારે ચિત્રનું ફલક આકષી રાજાને ખતાવ્યું. તેને જોઇ વિસ્મય પામેલા અને પૂર્વ સ્નેહથી ઉત્કંઠિત થયેલા રાજાએ તેની યાચના કરવાને કુંભરાજાની પાસે પાતાના દૂત માકલ્યા.
અભિચંદ્રના જીવ પણ બૈજય ́ત વિમાનથી ચવી કાંપિલ્યપુર નગરમાં જિતશત્રુ નામે રાજા થયા હતા. તેના પુણ્યથી આકર્ષાઇને દેવલાકમાંથી અપ્સરાનું વૃંદ આવ્યું હોય તેમ ધારણી વિગેરે તેને એક હજાર રાણીઓ હતી. અહીં મિથિલા નગરીમાં ચેાક્ષા નામે એક વિચક્ષણુ પરિવ્રાજિકા હતી. તે રાજાના અને ધનાઢચ પુરૂષાના ઘરમાં ફરતી ફરતી આપ્રમાણે કહેતી હતી કે “દાન કરવાથી અને તીના અભિષેકથી
૧ ઉપમા આપવા યેાગ્ય. ૨ ઉપમા પામવા યેાગ્ય.