________________
૨૯૮
સગ ૬ ઠા
આ જળજતુઓનુ ભક્ષ્ય કરીશ...' આટલુ કહેતાં પણ જયારે અન્નય ધર્મથી ચલિત થયા નહી. ત્યારે તે દેવે તેને ખમાગ્યે અને ઇન્દ્રે કરેલી પ્રશ'સા સબધી વાર્તા કહી સસ્તંભળાવી. પછી તે શ્રાવકને એ મનેાહર દિવ્ય કુડલની જોડી આપી, ઘાર મેઘ અને પવનાદિ દૂર કરી તે દેવ અંતર્હિત થઈ ગયા. અનુક્રમે અન્નય સમુદ્રના તીરની ભૂમિપર ઉતયેર્યા અને બધુ કરીયાણું લઇ મિથિલાપુરીમાં ગયા. ચાગ્યતા જાણનાર અને ઉદાર મનવાળા અન્નયે ત્યાં કુંભરાજાને એક કુંડલની જોડી ભેટ કરી. રાજાએ તે કુડલની જોડી પેાતાની પ્રિય દુહિતા મલ્લીને આપી અને નીતિ જાણનારા રાજાએ અર્જુનયના સત્કાર કરી તેને વિદાચ કર્યા. ત્યાં જીનાં કરીયાણાં વેચી અને નવાં લઇ અકંપ બુદ્ધિવાળા અર્હનય ફરતા ફરતા ચપાપુરીમાં આવ્યા. ત્યાંના રાજા ચન્દ્રછાયને બીજી કુંડલની જોડી ભેટ કરી. રાજાએ પૂછ્યું- હું શ્રેષ્ઠી ! આ કુંડલની જોડી કયાંથી લાવ્યા છે ?’ તે સાંભળી તેણે કુડલ સબંધી સવાર્તા કહી બતાવી, તે પ્રસ ંગે પ્રથમ એક કુડલની જોડી મલ્ટીકુમારીને આપેલી, તે વાત નીકળતાં તેણે મહ્રીકુમારીનું ઉત્કૃષ્ટ સ્વરૂપ વર્ણન કરવા માંડયુ’– એ મલ્ટીકુમારીનું મુખ જો ઉદિત હોય તા ભલે ચ ંદ્ર અસ્ત થઈ જાય. જો તેના અંગની કાંતિ હોય તો પછી મરકતમણિની કાંઈ જરૂર નથી. તેના લાવણ્યનું પૂર હાય તેા ગંગાના જળની શી જરૂર છે? અને તેની રૂપલક્ષ્મી હોય તે પછી દેવાંગના ભલે દૂર રહે. હું રાજા! જેઓએ તે રમણીને નીરખી નથી તે પુરૂષાનાં નેત્ર વૃથા છે, કેમકે જેઓ કદી પણ વિકાશિત પદ્મિનીને જોતા નથી, તે હંસ શા કામના છે ?” તે સાંભળી ચદ્રછાય રાજાએ પૂર્વજન્મના સ્નેહયાગથી મલ્રીકુમારીને વરવાને માટે કુંભરાજાની પાસે પેાતાના એક દૂતને માકલ્યા.
હવે પૂરણના જીવ વૈજય ́ત વિમાનમાંથી ચવી શ્રાવસ્તીપુરીમાં રૂકમી નામે રાજા થયા. તેને ધારિણી નામે પત્નીથી સુબાહુ નામે એક નાગકન્યા જેવી અતિ સ્વરૂપવાન કન્યા થઈ. રાજાને તે ઘણી વ્હાલી હતી, તેથી ચાતુર્માસમાં સર્વ પરિવાર સહિત આદર પૂર્ણાંક વિશેષ પ્રેમવડે તેને સ્નાનવિધિ કરાવતા હતા; એક વખતે અત:પુરીઓએ વિશેષ પ્રકારે સ્નાન કરાવેલી તે ખાળા દિબ્યાલ કાર ધારણ કરીને પેાતાના પિતાને પ્રણામ કરવા ગઈ, તેને ઉત્સ’ગમાં એસારી પિતાએ અંતઃપુરના સેવક (નાજર ) ને કહ્યું-‘આ કન્યાના જેવા સ્નાનવિધિ તે કોઇ ઠેકાણે જોયા છે ?” તે સેવક ખેલ્યા “તમારી આજ્ઞાથી એકવાર હું મિથિલાપુરીમાં ગયા હતા. ત્યાં કુંભરાજાની પુત્રી મલ્ટીકુમારીની આયુષ્યગ્રંથીમાં આથી પણુ વિશેષ સ્નાનવિધિ મારા જોવામાં આવ્યેા હતા. હે પ્રભુ! તે રાજકુમારીનું સ્વરૂપ પણ નિરૂપમ છે. હું જો કહીશ તેા તમને અસ ́વિત લાગશે, પણ તમારે મારાં વચનપર વિશ્વાસ રાખવા. તેવુ' સ્ત્રીરત્ન પૂર્વે મારા જોવામાં કાંઈપણ આવ્યું નથી. જ્યારથી તે જોવામાં આવેલ છે, ત્યારથી બીજી સ્ત્રીઓનું વર્ણન કરવામાં મારી જિન્હાએ મૌનવ્રત ગ્રહણ કર્યું છે; તેની આગળ બીજી સ્ત્રીએ નિર્માલ્ય જેવી જણાય છે. કલ્પલતાની આગળ આમ્રલતા શા હિસાબમાં હોય ?’’ તે સાંભળી રૂકમી રાજાને તેનાપર અનુરાગ ઉત્પન્ન થયા, તથા મઠ્ઠી કુમારીની માગણી કરવાને તેણે પણ કુંભરાજા પાસે એક દૂતને માકલ્યા.
વસુને જીવ પણ વૈજય’ત વિમાનથી ચવી વારાણસી પુરીમાં શંખ નામે રાજા થયા. એક વખતે અન્નયે આપેલુ મટ્ટી કુમારીનું દિવ્ય કુંડલ ભાંગી ગયું, તેથી તેને સુધારવાને રાજાએ સ્વર્ણકાર (સોની) ને હુકમ કર્યા. સ્વર્ણકારોએ જોઈ ને કહ્યું કે—“હે દેવ ! અમે આવું દિવ્ય કુંડલ સુધારવાને સમર્થ નથી.' તે સાંભળતાંજ કાધ પામીને રાજાએ