Book Title: Trishashti Shalaka Purush Charitra Part 02
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 324
________________ પર્વ ૬ હું ૨૯૭ દર્શન તે બંનેની ફળપ્રાપ્તિ તરફ જતાં તમારું દર્શન અધિક ફળપ્રાપ્તિના સાધનરૂપ જણાય છે. તમારા ચરણકમળમાં આલોટતાં જેવું સુખ મને થાય છે તેવું સુખ ઈદ્રપણામાં, “અહમિંદ્રપણામાં કે મોક્ષમાં પણ મને થતું નથી એમ હું માનું છું.” આ પ્રમાણે સ્તુતિ કરી ઈ ઓગણીશમ અહેમંતને પાછા મિથિલાપુરીમાં લઈ જઈ માતાની પાસે મૂક્યા. જયારે પ્રભુ ગર્ભમાં હતા ત્યારે માતાને પુષ્પમાલ્યપર શયન કરવાનો દેહદ થયે હતું, તેથી પિતાએ તેમનું મલ્લી એવું નામ પાડયું. ઈન્દ્ર મોકલેલી પાંચ ધાત્રીએાએ પ્રતિદિન પુષ્પની પેઠે લાલન કરાતા મલ્લીકુમારી અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યા. અચલરાયને જીવ વૈજયંત વિમાનથી ચવી આ ભરતક્ષેત્રના સાકેતપુર નામના નગરમાં પ્રતિબુદ્ધિ નામે રાજા થયે. રૂપથી સાક્ષાત્ પડ્યા હોય તેવી પદ્માવતી નામે તેને સર્વ અંત:પુરમાં શિરોમણિ રાણી હતી. તે નગરને વિષે ઈશાન દિશામાં એક નાગદેવના મંદિરમાં અંદર નાગદેવની પ્રતિમા હતી. તેની અનેક લેકે માનતા કરતા હતા. એક વખતે પદ્માવતી રાણીએ નાગદેવની યાત્રાને માટે જવા સારુ પ્રતિબુદ્ધિ રાજાની આજ્ઞા માગી. રાજાએ તેમ કરવા સંમતિ આપી અને તેની સાથે રાજા પણ પુષ્પાદિ સામગ્રી લઈ યાત્રાને દિવસે તે નાગપ્રતિમાના મંદિરમાં આવ્યો. પુષ્પનો મંડપ, પુષ્પને મુગર અને પિતાની પ્રિયાને જોઈ રાજાએ સ્વબુદ્ધિ નામના ઉત્તમ મંત્રીને પૂછયું- હે મંત્રીવર્ય! મારી પ્રેરણાથી તમે અનેક રાજાઓના મંદિરમાં ગયા છે, તે તેમાં કેઈ ઠેકાણે આવું સ્ત્રીરત્ન કે આવો પુષ્પનો મુદગર તમારા જોવામાં આવ્યું છે ?” સ્વબુદ્ધિ મંત્રી બોલ્યા- “તમારી આજ્ઞાથી એકદા હું કુંભ રાજાની પાસે ગયો હતો, ત્યાં તેની મલ્લી નામે એક કન્યા મારા જેવામાં આવી. સ્ત્રીરત્નમાં મુખ્ય એવી તે રાજકન્યાની આયુષ્યગ્રંથીમાં એ પુષ્પમુદગર કરવામાં આવ્યો હતો કે તે સ્વર્ગમાં પણ અસંભવિત છે. તેના સ્વરૂપની આગળ ચક્રવર્તીનું સ્ત્રીરત્ન, કામદેવની પત્ની રતિ અને ઈ દ્રાણી પ્રમુખ દેવસ્ત્રીઓ તે સર્વ તૃણતુલ્ય છે. એ કુંભરાજની કુમારી એકવાર પણ જેને જોવામાં આવી હોય તે અમૃત રસના સ્વાદની જેમ તેના રૂપને ભૂલી જતો નથી. મનુષ્યમાં અને દેવતાઓમાં તે મલ્લીકુમારીના જેવી કોઈ નારી નથી. તેનું અદ્વૈતરૂપ વાણીથી પણ અગોચર છે.” તે સાંભળી પૂર્વ જન્મના અનુરાગથી પ્રતિબુદ્ધિ રાજાએ તેને વરવા માટે કુંભ રાજાની પાસે એક દૂત મોકલ્ય. તે અરસામાં ધરણને જીવ પણ વૈજયત વિમાનથી ચડી ચંપાપુરીમાં ચંદ્રછાય નામે રાજા થયો. તે ચંપાપુરીને નિવાસી અહંના નામે એક શ્રાવક વેપાર કરવાને માટે વહાણમાં બેસી સમુદ્રયાત્રા કરવા નીકળ્યું હતું. તે વખતે ઈન્દ્ર દેવસભામાં એવી પ્રશંસા કરી કે “અહંનયના જેવો કોઈ દઢ શ્રાવક નથી.' તે સાંભળી ઈર્ષાવાનું થયેલા એક દેવતાએ સમુદ્રમાં આવી ક્ષણવારમાં મેઘાડંબર સાથે ઉત્પાતના જે પવન ઉત્પન્ન કર્યો. વહાણ ડૂબવાના ભયથી તેમાં બેઠેલા વેપારીએ પોતપોતાના ઈષ્ટદેવની માનતા કરવા લાગ્યા. તે વખતે અહંને સમાધિસ્થ થઈ પચ્ચખાણ કર્યું કે “જે આ વિદનમાં મારું મૃત્યુ થાય તે હવે મારે અનશન વ્રત (ચારે આહારને ત્યાગ) છે. તે વખતે પેલા દેવે રાક્ષસને રૂપે આકાશમાં રહીને કહ્યું કે “હે અહંનય! તું તારો ધર્મ છોડી દે અને મારું વચન માન. જે તું માનીશ નહી તો આ વહાણ ઘડાની ઠીબની જેમ ફેડી નાખી તને પરિવાર સાથે ૧ પદ્મદ્રહમાં નિવાસ કરનારી લક્ષ્મી. ૩૮

Loading...

Page Navigation
1 ... 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354