________________
આભૂષણ
પર્વ ૫ મું
૨૪૯ બેલી-“હે સ્વામી ! આ દેશમાં સેનાનીની જેમ હું તમારી આજ્ઞાકારી થઈને રહેલી છું” આ પ્રમાણે કહીને તે ભક્તિવડે નમ્રદેવીએ રત્નસુવર્ણમય જ્ઞાનપીઠ અને કલશે તથા
હાદિક પ્રભુને ભેટ કર્યા. ત્યાંથી સેના સહિત ચક્રરત્નની પછવાડે ચક્રવત્તી ચાલ્યા. તે ઉત્તર પૂર્વ (ઈશાની દિશામાં ચાલતાં વૈતાઢય પર્વતની સમીપની ભૂમિએ આવ્યા. ત્યાં વૈતાઢયાદ્રિકુમાર નામના દેવે પ્રભુ પાસે આવી ભેટ આપી અને પિતે વશ થઈને રહ્યો. ત્યાંથી ચકના માર્ગને અનુસરી પ્રભુ તમિત્રા ગુહાની નજીક આવ્યા. ત્યાં રહેલા કૃતમાળ દેવને તત્કાળ વશ કરી લીધું. ત્યાંથી શાંતિનાથની આજ્ઞાથી સેનાપતિએ ચર્મરત્નવડે સિંધુ નદી ઉતરી તેના દક્ષિણ નિકૂટને ક્ષણમાં સાધી લીધું. ત્યાંથી આવી સેનાપતિએ અમેઘ શક્તિવાળા દંડરત્નથી કપાટને તાડન કરી તમિસ્રા ગુફા ઉઘાડી. પછી પ્રૌઢ પરાક્રમવાળા પ્રભુએ ગજરત્નપર ચડી સિંહની જેમ તે ગુહામાં સૈન્ય સહિત પ્રવેશ કર્યો. વિશ્વસેનના કુમાર શાંતિનાથે ગુહામાં અંધકારને છેદવા માટે ઉદયગિરિપર સૂર્યની જેમ ગજેદ્રના દક્ષિણ કુંભ ઉપર મણિરત્ન સ્થાપિત કર્યું અને હાથમાં કાંકણી રત્ન લઈ ગુહાની બંને બાજુ અનુક્રમે ઓગણપચાસ માંડલા આલેખતાં ચાલ્યા. આગળ ચાલતાં ગુહાના મધ્યમાં આવેલી ઉમેગ્ના અને નિમગ્ના નામની નદી ઉપર પ્રભુએ વર્ધકિરત્ન પાસે એક પદ્યા (સેતુ) બંધાવી, તે સેતુથી શાંતિનાથ સૈન્ય સહિત તે દુસ્તર નદીઓ ઉતર્યા. ભુજ પરાક્રમી પુરૂષને સર્વ કાર્ય સરલ છે, પછી પ્રાત:કાલે સૂર્યના દર્શનથી કમળકોશની જેમ પ્રભુના દર્શનથી ગુહાનું ઉત્તર દ્વાર પોતાની મેળે જ ઉઘડી ગયું. તત્કાળ તે દ્વારથી પ્રભુ સૈન્ય સહિત બહાર નીકળ્યા. પ્રવાહની જેમ મહાત્માઓને સર્વે ઠેકાણે અખલિત મા હોય છે. ગુહામાંથી ચકવરીને સૈન્ય સહિત નીકળેલા જોઈ ત્યાં રહેલા પ્લેચ્છો ઉપહાસ્યથી આ પ્રમાણે કહેવા લાગ્યા–“અરે! જુઓ, સિંહોના યૂથથી ભરેલા અરણ્યમાં જેમ હાથી આવે, તેમ આપણા દેશમાં અપ્રાતિ (મૃત્યુ) ને પ્રાર્થના આ કોણ આવ્યું છે? ધૂલી વડે ધુંસરા અંગવાળો અને પિતાના આત્માને સુભટ માનનારા આ પદાતિજને ગધેડાની જેમ ઈચ્છા પ્રમાણે કુદી રહ્યા છે તે કોણ છે? કેટલાક વૃક્ષ પર વાનરે ચડે તેમ હાથી પર ચડી બેઠેલા, કેટલાક તરંગ પર વહાણની જેમ ઘેડા પર ચડેલા અને કેટલાક લુલા હોય તેમ રથ પર આરૂઢ થયેલા આ સર્વે કોણ છે? આ અંગારાની શગડી જે લોઢાનો* ખંડ શું હશે! અહા ! આ બુદ્ધિ વગરના લોકોનું કેવું અવિચારિત કામ છે કે જેઓએ શિયાળની જેમ એકઠા થઈને આ ઉજાગરાનો આરંભ કર્યો છે? હવે આપણે તેઓની ઉપેક્ષા કરવી યોગ્ય નથી. ઉપેક્ષા કરેલો શત્રુ વિષ રૂપ છે. માટે કાકોલ પક્ષીઓ જેમ ટીને હણે તેમ આપણે તેમને હણી નાખીએ.” આ પ્રમાણે પરસ્પર કહી હાથમાં વિવિધ હથીઆર લઈ તેઓ શાંતિનાથ ચક્રીના અગ્ર સૈન્યની સાથે યુદ્ધ કરવાને પ્રવર્તી. કોઈ મુદગરોથી રાફડાની જેમ હાથીઓને મારવા લાગ્યા. કોઈ ગદાથી ઘડાની ઠીબની જેમ રથને ભાંગવા લાગ્યા, કોઈ બાણ અને ત્રિશૂલથી કુતરાની જેમ અશ્વોને વીંધવા લાગ્યા, કઈ મંત્ર વડે શબની જેમ શલ્યથી પેદલને ખીલી લેવા લાગ્યા.
આ પ્રમાણે વિચિત્ર રીતે મારતા અને મોટું યુદ્ધ વધારતા તે સર્વ વીર સિંહનાદ કરીને વારંવાર ભુજાફેટ કરવા લાગ્યા. તે દુલલિત કિરાત લોકો એ વાનરની જેમ ઉછળતા થકા ચક્રવર્તીના અસૈન્યને વનની જેમ ભાંગી નાખ્યું. પોતાના અગ્રસૌન્યનો ભંગ
2 આગળ ચાલતું ચક્ર. ૩૨