________________
પર્વ ૬ ઠું
૨૭૧ કદિ પણ પતિની સાથે પ્રણયક૫ કરતી નહીં અને પ્રકૃતિથી આય એવી એ રમણ સં૫ત્નીઓમાં પણ ઈર્ષ્યા ધરતી નહી. તેનામાં રહેલો પતિનો પ્રસાદ અને ઉત્તમ સૌભાગ્ય તેને જરા પણ મદ ઉત્પન કરતાં નહીં. તથાપિ તે પ્રમદાઓમાં શિરેમતણ કહેવાતી હતી. નિર્દોષ અંગવાળી અને લાવણ્યની સરિતારૂપ તે દેવીના જેવી બીજી પ્રતિમા માત્ર દર્પણમાંજ દેખાતી હતી, બીજે ઠેકાણે દેખાતી નહોતી. તેની સાથે ભાગ ભગવતે બલવાન સુદર્શન રાજા સ્વર્ગમાં રહેનારા દેવતાની જેમ કાલ નિર્ગમન કરતો હતે.
પ્રવેયક દેવલોકમાં રહેલા અને એકાંત સુખમાં મગ્ન એવ ધનપતિના જીવે ત્યાં પિતાનું આયુષ્ય પૂર્ણ કર્યું, અને ફાલ્ગણ માસની શુકલ દ્વિતીયાને દિવસે ચંદ્ર રેવતી નક્ષત્રમાં આવતાં ત્યાંથી આવીને મહાદેવીના ઉદરમાં અવતર્યો. સુખે સુતેલા મહાદેવીએ રાત્રિના શેષ ભાગે તીર્થકરના જન્મને સૂચવનારાં ચૌદ મહા સ્વમ જોયાં. માતાને નહીં પડતો, શેભાને વધારતે અને ત્રણ જ્ઞાન ધરતો એ ગર્ભ ગૂઢ રીતે વધવા લાગ્યો. અનુક્રમે માર્ગશીર્ષ માસની શુકલ દશમીએ ચંદ્ર રેવતી નક્ષત્રમાં આવતાં નંદાવર્નના લાંછનવાળા અને સર્વ લક્ષણે એ પૂર્ણ એવા એક કનકવણ પુત્રને માતાએ જન્મ આપ્યું. તે સમયે છપ્પન દિકકુમારીઓએ આવીને સૂતિકર્મ કર્યું અને ચોસઠ ઈદ્રોએ મેરૂ ઉપર લઈ જઈને જન્માભિષેક કર્યો. પછી ચંદનના વિલેપનાદિકથી પૂજા કરી, આરતી ઉતારીને સૌધમે આ પ્રમાણે સ્તુતિ કરી.
અઢાર દેષ રહિત, અને અઢાર પ્રકારના બ્રહ્મચર્યને ધારણ કરનારા પુરૂષોને ધ્યાન કરવા ગ્ય એવા અઢારમા તીર્થકરને મારે નમસ્કાર થાઓ. હે તીર્થનાથ! જેવી રીતે તમે ગર્ભમાંથી જ ત્રણ જ્ઞાન ધારણ કરે છે, તેવી રીતે જ આ ત્રણ જગને પણ ધારણ “કરે છે. હે સ્વામી ! રાગ દ્વેષાદિ તસ્કરો મેહરૂપ અવસ્થાપિની નિદ્રા મૂકી આ ત્રણ “જગને લાંબા વખતથી લૂંટી લે છે, માટે હવે સત્વર તેની રક્ષા કરે. હે નાથ ! જેમ
શાંત થઈ ગયેલાએ રથને, તૃષાતુરો નદને, તાપથી તપેલા વૃક્ષની છાયાને, ડુબી “જતાઓ વહાણને, રેગીઓ ઔષધને, અંધકારથી અંધ થયેલાઓ દીપકને, હિમથી પીડિત થયેલાઓ સૂર્યને, માર્ગ ભૂલી ગયેલાએ ભેમીયાને અને વ્યાવ્રથી ભય પામેલાઓ અગ્નિને પ્રાપ્ત કરે તેમ અનાથપણાને લીધે ઘણા કાળથી વિધુર થઈ ગયેલા અમોએ “અત્યારે તમારા જેવા તીર્થપતિ નાથને પ્રાપ્ત કરેલા છે. તમારા જેવા વામીને પ્રાપ્ત “કરી આ સુર, અસુર અને મનુષ્ય હર્ષથી ન સમાતા હોય તેમ પોતપોતાના સ્થાનથી “અહીં આવે છે. હે નાથ તમારી પાસે બીજું કાંઈ પણ માગતું નથી, માત્ર એટલું
માગું છું કે તમે ભવભવ મારા નાથ થજો.” ( આ પ્રમાણે સ્તુતિ કરી પ્રભુને લઈને ઈંદ્ર અચલપુરમાં આવ્યું અને ત્યાં દેવીના પડખામાં પ્રભુને પધરાવ્યા. પ્રભાતે રાજા સુદર્શને પ્રભુનો જન્મ મહોત્સવ કર્યો અને સ્વમમાં દેવીએ અર : ચક્રના આરા ) દીઠેલા તેથી પ્રભુનું અર એવું નામ પાડયું. દેવાંગના રૂપ ધાત્રીઓથી, સમાન વયના થઈને આવેલા દેવતાઓથી અને કીડાના સાધનો (રમકડાંઓ) થી ક્રીડા કરતા પ્રભુ અનુક્રમે મોટા થયા. ત્રીશ ધનુષની કાયાવાળા અરનાથ પ્રભુ પિતાના શાસનની ગૌરવતાને માટે યોગ્ય સમયે અનેક રાજકન્યાઓ સાથે પરણ્યા, અને જન્મથી એકવીશ હજાર વર્ષો ગયાં પછી પ્રભુએ પિતાની આજ્ઞાથી રાજ્યધુરા ધારણ કરી. મંડલિકપણમાં તેટલાજ વર્ષ ગયા પછી શસ્ત્રાગારમાં ગગનચારી ચક્રરન ઉત્પન્ન થયું. પછી પ્રાપ્ત થયેલા બીજા તેર રત્નોને પણ લઈ અરનાથ પ્રભુ ચકરતનની પછવાડે દિગ્વિજય