________________
૨૭૬
સર્ગ ૨ જે
પેઠે સ્નાનભેજન કરાવીને પછી નેહથી કહ્યુંહે પુત્ર ! મારે પુત્ર નથી, તે તું જ મારે પુત્ર છે. માટે આ મારા વૈભવને સ્વામી થઈ તેને ઈચ્છા પ્રમાણે ભોગવ અને દાનવિલાસથી દેવ સમાન સમૃદ્ધિને ભોગવતાં મારાં નેત્રને પ્રસન્ન કર. હે વત્સ ! આ જગત્માં ધન સુલભ છે પણ તેને ભોક્તા પુત્ર દુર્લભ છે.” તે સાંભળી વીરભદ્રે નમ્રતાથી કહ્યું- પિતાને ઘરમાંથી નીકળીને પાછો હું પિતાના ઘરમાંજ આવ્યો છું, હું તમારી આજ્ઞા માં વર્તનાર અને સર્વદા તમારો શિષ્ય છું. ઔરસપુત્ર પાપપુત્ર કહેવાય છે અને હું તો તમારે ધર્મપુત્ર છું.’
પછી વીરભદ્ર શેખ શેઠને ઘેર સુખે રહીને પિતાની કળાવિજ્ઞાનની કુશળતાથી નગરજનોને વિસ્મય પમાડવા લાગ્યો. ત્યાંના રાજા રત્નાકરને સર્વ વિશ્વમાં સુંદર અનંગસુંદરી નામે એક પુરૂષષિણી પુત્રી છે. તેના પાસે શંખશેઠની વિનયના સ્થાન જેવી વિનયવતી
ની પુત્રી પ્રતિદિન જતી હતી. એકદા વિનયવતીને વીરભદ્રે પૂછયું કે “બેન ! તમે નિત્ય ક્યાં જાઓ છો ?” એટલે વિનયવતીએ બ્રાતૃનેહથી જે યથાર્થ હતું તે કહી આપ્યું. વીરભદ્રે પૂછયું–બેન ! તારી સખી કેવા વિનોદથી પિતાનો કાળ નિર્ગમન કરે છે ? વિનયવતી બેલી-વીણ વિગેરે વાજિંત્રોના વિનોદથી.” વીરભદ્ર બોલ્યો ત્યારે હું ત્યાં આવીશ.” વિનયવતીએ કહ્યું- એક નાના બાળક પુરૂષનો પ્રવેશ પણ ત્યાં થતો નથી તે તમારે પ્રવેશ ત્યાં શી રીતે થાય ? વીરભદ્રે કહ્યું- હું વધૂનું સ્વરૂપ ધારણ કરીશ.” પછી વિનયવતીની તેમાં સંમતિ થઈ, એટલે વીરભદ્ર સિદ્ય સ્ત્રીવેષ ગ્રહણ કર્યો. તેવી રીતે અંતઃપુરમાં જતાં અનંગસુંદરીએ પૂછ્યું- સખિ ! આ તારી સાથે બીજી સ્ત્રી કોણ છે? વિનયવતી બેલી-એ મારી બેન છે.” પછી અનંગસુંદરીએ નવીન સુંદર વર્ણની એક ફલક ઉપર વિરહ પીડિત હંસલી ચિતરવા માંડી. તે વખતે સ્ત્રી રૂપ વીરભદ્રે કહ્યું- તમે આ વિરહ પીડિત હંસલીને ચિતરવાનો આરંભ કર્યો છે, પણ તેની દષ્ટિ વિગેરે બરાબર જોઈએ તેવી થતી નથી.’ ‘ત્યારે ત્યે આ ચિત્ર તમે આલેખે.” એમ કહી અનંગસુંદરીએ વિવિધ વર્ણ સાથે તે ફલક ( પાટીયું ) વીરભદ્રને આપ્યું. એટલે વીરભદ્ર તત્કાળ બરાબર તાદશ હંસલી આલેખીને અનંગસુંદરીને આપી. તેને બરાબર નીરખી–જોઈને અનંગસુંદરી બલીઅહો ! અંદરના ભાવને પ્રકાશ કરે તેવી આ ચિત્રમાં કુશળતા ઘણી સારી વાપરી છે. જુ, આ તેની દષ્ટિ અશ્રુજળના બિંદુને વર્ષાવી રહી છે, વદન ગ્લાનિ પામેલું છે, ચંચુ કમળનાળને શિથિલપણે રાખી રહેલ છે, ગ્રીવા શિથિલ થઈ ગઈ છે અને પાંખે ઉડવાને અસમર્થ લાગે છે. આ શન્ય સ્થિતિ કહ્યા વગરજ તેની વિરહ અવસ્થાને સપષ્ટ રીતે સૂચવે છે.
પછી અનંગસુંદરીએ વિનયવતીને કહ્યું-સખિ ! આવી કળા જાણનારી આ તારી બેનને તુ આટલા વખત સુધી અહીં કેમ લાવી નહોતી ? ઘરમાં ગુપ્ત રીતે શામાટે રાખી હતી ?” વીરભદ્રે કહ્યું– ગુરૂજનની શંકાને લીધે મારી બેન મને અહી લાવતાં નહીં. તે વિના બીજું કાંઈ કારણ નથી.” અનંગસુંદરીએ વિનયવતીને કહ્યું–‘હવે પ્રતિદિન તમારી બેનને તમારે સાથે લઈને આવવું. હે સુંદરી ! આનું નામ શું છે ?” વીરભદ્ર સત્વર બે કે “ મારું નામ વીરમતી છે.” રાજપુત્રીએ ફરીથી પૂછ્યું–‘તમે બીજી કઈ કળા જાણો છો ?” વિનયવતી બલી-થોડા કાળમાં જે હશે તે તમારા જાણવામાં આવશે. બીજાના માત્ર કહેલા અદ્દભુત ગુણમાં તત્કાળ પ્રતીતિ થતી નથી.” “ઘમતુ' એમ કહી અનંગસુંદરીએ ખુશી થઈ સત્કાર કરીને વિનયવતી અને વીરમતીને વિદાય કરી.