________________
પદ હું
૨૯ પરશુરામ કેધ કરીને ત્યાં દોડી આવ્યા. સુભટના સમૂહ વચ્ચે સંગ્રામ કરવાને કૌતુકી એવા અનંતવીર્યના, જમદગ્નિના પુત્ર પરશુરામે પોતાની દારૂણ ફરશીથી દારૂ [ કાઈ ની જેમ ખંડ ખંડ કરી નાખ્યા. પછી પ્રધાન પુરૂષોએ મળીને લઘુ વય છતાં પણ મહા વીર્યવાન કૃતવીર્યને રાજ્યપર બેસાર્યો. તેને તારા નામે વિશાળ લેશનવાળી એક રાણી હતી. તે દંપતી દેવતાની જેમ નિનિને ભેગ ભેગવવા લાગ્યા.
ભૂપાલ રાજાને જીવ મહાશુક દેવલોકમાં પિતાનું આયુષ્ય પૂર્ણ કરી ત્યાંથી ચવીને તારા રાણીની કુક્ષિમાં અવતર્યો. એક વખતે કૃતવીયે માતાના મુખથી પિતાના મૃત્યુની વાર્તા સાંભળીને આદેશ કરેલા સર્ષની જેમ તાપસના આશ્રમમાં જઈ જમદગ્નિને મારી નાખ્યો. પિતાના વધથી કેધ પામેલા પરશુરામે શીધ્ર હસ્તીનાપુરમાં જઈ કૃતવીર્યને માર્યો. “યમરાજને શું દૂર છે?” તેના રાજ્યપર પરશુરામ સ્વયમેવ પોતે બેઠે. રાજ્ય પરાક્રમને આધીન છે, તેમાં ક્રમાક્રમ જોવાતું નથી. જ્યારે પરશુરામે રાજ્ય દબાવ્યું, ત્યારે તે નગરમાંથી કૃતવીર્યની સ્ત્રી તારા જે ગર્ભિણી હતી તે વ્યાઘવાળા વનમાંથી મૃગલીની જેમ કઈ તાપસના આશ્રમમાં નાસી આવી. કૃપાળુ તાપસોએ તેને નિધાનની પેઠે ભૂમિગ્રહ [ભયરા ] માં ગુપ્ત રાખીને ક્રૂર પરશુરામથી બચાવી લીધી. ત્યાં ચૌદ મહા સ્વપ્નોએ સૂચિત એવે તે રાણીએ પુત્ર પ્રસચૅ તેણે ભૂમિગ્રહમાં જન્મ લીધો, તેથી તેનું સુભૂમ એવું નામ પાડયું.
હવે જ્યાં જ્યાં ક્ષત્રિય હતા ત્યાં ત્યાં પરશુરામની પરશુ મૂર્તિમાન કે પાગ્નિ હોય તેમ પ્રદીપ્ત થતી હતી. એક વખતે પરશુરામ ફરતા ફરતે આશ્રમમાં આવી ચડે, ત્યાં પ્રદીપ્ત થયેલી પરશુએ, ધૂમ અગ્નિને જણાવે તેમ “ અહીં કઈ ક્ષત્રિય છે” એમ સૂચવી દીધું. પરશુરામે તાપસને પૂછયું કે “શું અહીં કોઈ ક્ષત્રિય છે?” તાપસ બોલ્યા- “અમે તાપસ રૂપે થયેલા ક્ષત્રિય છીએ.” પછી પરશુરામે ક્રોધથી દાવાનળ જેમ પર્વતના તટને તૃણ રહિત કરે તેમ પૃથ્વીને સાતવાર નક્ષત્રિયા કરી, અને હણેલા ક્ષત્રિયોની દાઢથી વાંવિછત પૂર્ણ યમરાજના પૂર્ણ પાત્રની શેભા આપતે એક થાલ ભરી દીધો.
એક વખતે પરશુરામે કોઈ નિમિત્તિયાને પૂછ્યું કે “મારે વધ કેનાથી થશે ? * સદા વર કરનારા પર બીજાથી પિતાની શંકા કર્યા કરે જ છે. તે સાંભળી નિમિત્તિ બોલ્યો કે “જે પુરૂષ સિંહાસન ઉપર બેસીને ક્ષીરરૂપ થઈ ગયેલી આ દાઢનું ભક્ષણ કરશે તેનાથી તમારો વધ થશે.” તે સાંભળી પરશુરામે ત્યાં એક અવારિત દાનશાળા કરાવી અને તેની આગળ એક સિંહાસન મૂકાવી તેની ઉપર દાઢને થાળ રખાવે. હવે તાપસના આશ્રમમાં કૃતવીર્યની સ્ત્રીથી જે અભૂમ નામે પુત્ર ઉત્પન્ન થયો હતો, તે આંગણામાં ઉગેલા વૃક્ષની જેમ વૃદ્ધિ પામી સુવર્ણવણું અને અડ્યાવીશ ધનુષ્ય ઉંચી કાયાવાળો થયે.
વૈતાઢયપર રહેનારા મેઘનાદ વિદ્યારે એક વખતે નિમિત્તિયાઓને પૂછયું કે “મારી પદ્મશ્રી નામે કન્યા હું કોને આપું ?’ તેઓએ તેનો યોગ્ય વર સુલૂમ છે એમ કહ્યું એટલે તેણે ત્યાં આવી ચુક્યૂમને કન્યા પરણવીને પિતે તેને સેવક થઈને રહ્યો. એક વખતે કવાના દેડકાની જેમ ભૂમિગ્રહમાં રહેલા જેની સમાન કઈ રાજા નથી એવા સુભૂમે પિતાની માતાને પૂછયું-“શું આ લોક આટલો છે કે આથી અધિક છે ?? માતાએ કહ્યું- વત્સ ! આ લેક તે અનંત છે. તેના મધ્યમાં આ આશ્રમ એક મક્ષિકાના પગ જેટલું છે. આ