________________
૨૯૦
સર્ગ ૪ થે
આંગણામાં રમતી હતી, તેને જોઈ જમદગ્નિએ રેણુકા એવા નામથી બોલાવી, અને “આ લેવાની ઈચ્છા છે ?” એવું કહી તેને એક બીજોરાનું ફળ બતાવ્યું. તે સમયે તે બાળાએ પાણિગ્રહણને સૂચવે તે પિતાને પાણિ ( હાથ ) પ્રસા. નિર્ધન જેમ ધનને ગ્રહણ કરે, તેમ મુનિ જમદગ્નિએ હૃદયથી તેનું ગ્રહણ કર્યું, એટલે રાજાએ ગાય વિગેરેની સાથે તેને વિધિથી ધારણ કરાવી. પછી જમદગ્નિએ તપની શક્તિ વડે બીજી નવાણું કન્યાઓને પિતાની શાળાના સ્નેહસંબંધથી પાછી સજ્જ કરી. તપસ્વીના આવા વ્યર્થ તપન વ્યયને ધિકાર છે ! એ મધુરાકૃતિ મુગ્ધાને પિતાના આશ્રમમાં લાવી તેની ઉપર જમદગ્નિ મોહિત થયા. હરિણીની જેવી એ લાક્ષી બાલાને તેણે પ્રેમથી ઉછેરવા માંડી. તાપસ જમદગ્નિ આંગળીઓથી દિવસ ગણતા હતા. એમ કરતાં કરતાં રેણુકા કામદેવના લીલાવન જેવા સુંદર યૌવનવયને પ્રાપ્ત થઈ. પછી સાક્ષાત્ અગ્નિને વળાયમાન કરીને તેની સાક્ષીએ જમદગ્નિ મુનિ પાર્વતીને શિવ પરણે તેમ રેણુકાને વિધિથી પરણે.
ઋતુકાલ પ્રાપ્ત થતાં મુનિએ રેણુકાને કહ્યું કે તારે માટે એ ચરૂ સાધુ કે જેથી સર્વ બ્રાહ્મણોમાં અગ્રેસર એ એક પુત્ર તને થાય.” રેણુકા બેલી હસ્તિનાપુરમાં અનંતવીર્ય રાજાની જે પત્ની છે તે મારી બેન થાય છે, તેથી તેને માટે પણ એક ક્ષત્રિય ચરૂસાધે.” પછી પિતાની સ્ત્રીને માટે બ્રાહ્મણ ચરૂ અને શાળીને માટે ક્ષત્રિય ચરૂ પ્રાપ્તિ માટે તેણે સાધ્યા. અને તે બંને ચરૂ રેણુકાને આપ્યા. રેણુકાએ વિચાર કર્યો કે હું તો અરણ્ય મૃગલી જેવી છું, તે પુત્ર પણ તે ન થાઓ.” આવું વિચારી તેણે ક્ષત્રિય ચરુનું ભક્ષણ કર્યું, અને પિતાને બ્રાહમણુચરૂ તે બેનને આપ્યું. તેથી તે બંનેને એક એક પુત્ર થયે. રેણુકાને રામ નામે અને તેની બેનને કૃતવીર્ય નામે પુત્ર થયે.
એક વખતે અતિસાર (ઝાડા) ના રોગવાળે કોઈ વિદ્યાધર ત્યાં આવ્યું. અતિસાર રેગની પીડાથી તે આકાશગામી વિદ્યા ભૂલી ગયો હતો. રેણુકાના પુત્ર રામે ઔષધોપચારથી પોતાના બંધુની જેમ તેની બરદાસ કરી; તેથી પ્રસન્ન થઈ તેણે રામને પરશુ વિદ્યા આપી. શરકટના વનમાં જઈને રામે તે વિદ્યા સાધી, ત્યારથી રામ પરશુરામ એવા નામથી પ્રખ્યાત થયે.
એક વખતે પિતાની બેનને મળવાને ઉત્કંડિત રેણુકા પતિની રજા લઈ હસ્તીનાપુર ગઈ. પ્રેમને કાંઈપણ દૂર નથી, પિતાની શાળી તરીકે લાડ કરાવતાં અનંતવીયે ચપળ લોચનવાળી રેણુકા સાથે એકદા રતિક્રીડા કરી. કામદેવ અત્યંત નિરંકુશ છે, પછી તો અહલ્યા સાથે ઈદ્રની જેમ તે ઋષિપત્નીની સાથે રાજા નિરંતર ઈચ્છાનુસાર રતિસુખ અનુભવવા લાગ્યો. કેટલેક કાળે ઉતથ્ય મુનિની સ્ત્રી મમતાને બૃહસ્પતિથી થયું હતું તેમ અને. તવીર્ય થકી રેણુકાને એક પુત્ર ઉત્પન્ન થયો. જમદગ્નિ તે પુત્ર સહિત રેણુકાને પિતાને ઘેર તેડી લાવ્યા. “પ્રાય: સ્ત્રીલુબ્ધ જને તેના દોષને જોતા નથી.” પોતાની માતાને પુત્ર સહિત જોતાં પરશુરામને કોપ ચડે. તેથી અકાળે ફલિત થયેલી વલલીની જેમ તેણે પુત્ર સહિત ફરશીથી છેદી નાખી. તેની બેને આ વૃત્તાંત અનંતવીર્યને કહ્યો. એટલે પવનથી અગ્નિની જેમ તેને કેપ ઉદ્દીપન થયે. તેથી અવાર્ય ભજવીર્યવાળી અનંતવીયે જઈને ઉન્મત્ત હાથીની જેમ જમદગ્નિના આશ્રમને ભાંગી નાંખ્યો, અને તાપસને ત્રાસ પમાડી તેના ગાય વિગેરે પદાર્થો લઈ કેશરીસિંહની જેમ મંદમંદ ગતિએ તે ત્યાંથી પાછો વળ્યો. ત્રાસ પામેલા તપસ્વીઓને કેલાહલ અને તે વૃત્તાંત સાંભળી જાણે સાક્ષાત્ યમરાજ હોય તેમ