________________
સગર જો
બીજોરૂ અને કમળ તથા એ વામ ભુજામાં પદ્મ અને અક્ષસૂત્ર ધરનારી ધારિણી નામે શાસનદેવી થઈ. એ બંને શાસનદેવતા નિર'તર અરનાથ ભગઞ'તની સમીપે જ રહેતા હતા.
૨૭૪
એ શાસનદેવતાઓથી અધિષ્ઠિત અરનાથ પ્રભુ પૃથ્વી પર વિહાર કરતાં અન્યદા પદ્મિનીખડ નામે નગરની ખહાર સમાસર્યા. ત્યાં પ્રભુ દેશના આપીને વિરામ પામ્યા. પછી કુંભ ગણધરે સશયનો છેદ કરે તેવી દેશના આપી તે સમયે એક વામન પુરુષ ત્યાં આવી ધમ સાંભળવા બેઠા હતા. દેશનાને અંતે સાગરદત્ત નામના એક શેઠે કુભ ગણધરને નમસ્કાર કરીને કહ્યું કે-“હે ભગવન્ ! આ સ`સારની પ્રકૃતિથીજ સર્વ પ્રાણીઓ દુ:ખી તા હોય છે, પણ તેમાં હું સવથી વિશેષ દુ:ખી છું; મારે લેશ માત્ર સુખ નથી. મારે જિનમતી નામે સ્રી છે, તેના ઉદરથી રૂપવડે દેવાંગનાને પણ તિરસ્કાર કરનારી પ્રિયદ્રુના નામે એક પુત્રી થઇ છે. તે પુત્રીએ સવ કલામાં અસમાન કુશલતા મેળવી છે અને વય, સ્વરૂપ તથા ચાતુ સંખ`ધી વિશેષ પ્રકારની શેાભા પ્રાપ્ત કરી છે. તેને માટે ચેાગ્ય વર નહી મળવાથી એકદા હુ દુ:ખી થઇને ચિ'તા કરતા હતા તે વખતે મારી પત્ની જિનમતીએ કહ્યું કે, ‘હે નાથ ! શી ચિંતા કરા છે ? ’ મેં કહ્યું-‘હે સુંદરી ! પુત્રી પ્રિયદનાને ચેાગ્ય વર શેાધતાં કાઇ મળતા નથી તેથી મને ચિલા થાય છે.' મારી સ્ત્રીએ કહ્યું-હે પ્રિય ! તેને માટે તમારે કોઇ શ્રેષ્ઠ વર શેાધવા કે જેથી આપણને પછી પશ્ચાત્તાપ થાય નહીં’ મે કહ્યું–‘હે પ્રિયા ! તે વિષે તે દૈવજ પ્રમાણુ છે. કેમકે સવ લોકો પોતાના હિતમાં તત્પર રહે છે, કોઇ પોતાને માટે થાડુ ઈચ્છતા નથી પરંતુ સૌને પોતપાતાના ભાગ્ય અનુસારેજ મળે છે, વધારે મળતું નથી.’
આ પ્રમાણે કહી હું ખજારમાં ગયા. ત્યાં માર્ગમાં તામ્રલિપ્તી નગરીથી આવેલા ઋષ ભદત્ત નામના એક મદ્ધિક સાવાને મેં દીઠા. સાધમીપણાને લીધે તે મારો પૂર્વે મિત્ર થયા હતા તેથી તેની સાથે સ્નેહ ભરેલા અને વ્યાપારના વૃત્તાંતે ગર્ભિત એવા કેટલાક વાર્તાલાપ થયા. પછી એક દિવસે કાઇ કારણને લઇને તે મારે ઘેર આવ્યા. ત્યાં મારી પુત્રી પ્રિયદર્શીનાની સામુ. ઘણીવાર સુધી તે જોઇ રહ્યો. પછી તેણે કહ્યું ‘આ કાની કન્યા છે ?' મેં કહ્યું-તે મારી કન્યા છે, પણ તમે ઘણીવાર સુધી તેની સામુ` કેમ જોયુ ?’ તે એલ્યા—“વીરભદ્ર નામે એક યુવાન અને નીતિમાન મારે પુત્ર છે. તે રૂપથી કામદેવને, કાવ્ય શક્તિથી કવિ (શુક્ર)ને, વકતૃત્વ શક્તિથી ગુરૂને, વિજ્ઞાન શક્તિથી વકીને, ગીતથી હૂહૂ ગંધ ને, વીણાથી તુ ખરૂને, નાટયકલાથી ભરતને અને વિનાદ ક્રિયાથી નારદને ઉલ્લંઘન કરે તેવા છે. ગ્રૂટિકાદિ પ્રયાગથી દેવની જેમ કામરૂપ છે. જગતમાં એવી કાઈ કળા નથી કે જે મારા પુત્ર વિધાતાની પેઠે જાણતા નથી. આજ સુધી તેને ચેાગ્ય એવી કાઇપણુ કન્યા મારા જોવામાં આવી નથી, પણ આ તમારી કન્યા તેને ચાગ્ય છે તે ચિરકાળે મારા જોવામાં આવી છે.” તે સાંભળી હું બાલ્યા—“આ મારી કન્યા કલાકૌશલ્યવડે શેભિત છે અને તેને ચેાગ્ય વર મેળવવા માટે લાંખા કાળ થયાં હું પણ ચિ'તાગ્રસ્ત છુ.. અનુકૂળ દેવના યાગથી આપણા બંનેને સુહૃદ સંબધ છે. તે આ બંને આપણા અપત્યને વરવધૂપણે સંબંધ ચિરકાળ પય ત જોડાઓ.” પછી આવી ચાગ્ય પુત્રવધૂના લાભથી હર્ષ પામી ઋષભદત્ત પેાતાની નગરીએ ગયા અને ત્યાંથી તેણે મોટી જાન સાથે પેાતાના પુત્ર વીરભદ્રને પરણવા માકલ્યા. વર તરીકે આવેલા વીરભદ્રમાં તેના પિતાએ કહેલા સવે રૂપ અને ગુણ જોઈ
૧ ઈચ્છીતરૂપ કરનારા,