________________
પર્વ ૬ ઠું
૨૭૬ આ પ્રમાણે ઈદ્ર અને કુરરાજ સ્તુતિ કરી રહ્યા પછી અરનાથ ભગવાને ધર્મદેશના દેવાનો આરંભ કર્યો.
ધર્મ, અર્થ, કામ અને મોક્ષ-એ ચાર પુરૂષાર્થમાં એકાંત સુખનો સાગર એ મોક્ષ પુરૂષાર્થ મુખ્ય છે; તેને સાધનારૂં ધ્યાન છે; તે સદા મનને આધીન છે. તે મનને
ગીઓ આત્માધીન કરે છે, પણ રાગાદિ શત્રુઓ પાછા દબાવીને તે મનને પરાધીન કરી દે છે. એ મનને સારી રીતે રક્ષણ કરીને રાખ્યું હોય તો પણ સહજ માત્ર મિષ પામીને પિશાચની જેમ રાગાદિ તેને વારંવાર છળે છે. રાગાદિરૂપ તિમિરથી જ્ઞાનનો નાશ કરનારું અજ્ઞાન અંધની જેમ ખેંચીને પ્રાણુને નરકના ખાડામાં પાડી દે છે. દ્રવ્યા“દિકમાં જે રતિ અને પ્રીતિ તે રાગ અને તેમાં જે અરતિ અને અપ્રીતિ તે દ્વેષ એમ
વિદ્વાને કહે છે. એ રાગ અને દ્વેષ સર્વ પ્રાણીઓના દઢ બંધનરૂપ છે અને સર્વ દુઃખ“રૂપ વૃક્ષના મૂલ અંકુર છે. જે એ રાગદ્વેષ જગતમાં ન હોત તે સુખમાં કણ વિસ્મય પામત? દુઃખમાં કણ કૃપણ થાત? અને મોક્ષને કણ ન પામત? રાગ વિના દ્વેષ અને ષ વિના રાગ રહેતો જ નથી, તેઓ બંનેમાંથી એકને ત્યાગ કરતાં બંનેને ત્યાગ
છે. કામાદિ સવ દોષે રાગનો પરિવાર છે અને મિથ્યાભિમાન પ્રમુખ દ્વેષને પરિ. વાર છે. તે રાગ દ્વેષને પિતા, બીજ, નાયક કે પરમેશ્વર, મોહ છે અને તે તેમનાથી અભિન છે; તેથી સર્વ દેના પિતામહ એવા તે મેહથી ઘણી સંભાળ રાખીને રહેવું યોગ્ય છે. સંસારમાં આ ત્રણ ( રાગ, દ્વેષ ને મેહ) દોષ જ છે. તે સિવાય બીજો કોઈ દોષ નથી. તે ત્રણ દોષથી જ આ સંસારવારિધિમાં સર્વ પ્રાણીઓ ભમ્યા કરે છે. જીવ “સ્વભાવે સ્ફટિક મણિ જે નિર્મળ છે પણ તે ત્રણ દેષની ઉપાધિથી તદ્રુપપણે જણાય
છે. અહા ! આ આખું વિશ્વ રાજા વગરનું છે કે જેથી તેમાં રહેલાં પ્રાણીઓનું જ્ઞાન“સર્વસ્વ અને સ્વરૂપ તે લૂંટારાઓ જોત જોતામાં લૂંટી લે છે. જે પ્રાણીઓ નિગોદમાં છે અને જેઓ નજદીકમાં મુક્તિ જવાવાળા છે તે સર્વની ઉપર તેમની નિર્દય સેના આવીને પડે છે. શું તેમને મુક્તિ સાથે શૈર છે કે મુમુક્ષુ સાથે વૈર છે કે જેથી તે “બંનેને થતો પેગ તેઓ અટકાવે છે ?'
ઉત્તમ મુનિ બંને લેકમાં અપકાર કરનારા એ ત્રણ દોષથી જેવા ભય પામે છે તેવા “ વ્યાવ્ર, સર્પ, જલ અને અગ્નિથી ભય પામતા નથી. આ આ મહા સંકટવાળો માર્ગ “મહા યોગીઓએ આશ્રિત કરે છે, કે જેની બંને બાજુએ રાગદ્વેષરૂપ વ્યાવ્ર અને “સિંહ ઊભા છે. નિર્વાણપદની ઈચ્છા કરનારા પ્રમાદ રહિત પુરૂષોએ સમભાવને અંગીકાર “ કરીને એ રાગદ્વેષ રૂપ શત્રુનો જય કર.”
આ પ્રમાણે પ્રભુની દેશના સાંભળીને ઘણું લોકેએ દીક્ષા લીધી. પ્રભુને કુંભ વિગેરે તેત્રીશ ગણધર થયા. પ્રથમ પૌરૂષી પૂર્ણ થઈ એટલે પ્રભુએ દેશના સમાપ્ત કરી. પછી તેમના પાદ પીઠ પર બેસીને કુભ ગણધરે દેશના આપવા માંડી. બીજી પૌરૂષી પૂર્ણ થઈ ત્યારે તેમણે પણ દેશના સમાપ્ત કરી. એટલે ઈંદ્રાદિક દેવતાઓ પ્રભુને નમીને પોતપોતાને સ્થાનકે ગયા. એ પ્રભુના તીર્થ માં ત્રણ નેત્રવાળો, શ્યામવર્ણ, શંખના વાહન પર બેસનારો, છ દક્ષિણ ભુજાઓમાં બીજોરું, બાણ, ખગ, મુદ્દગ૨, પાશ અને અભય તથા છ વામ ભુજાઓમાં નકુલ, ધનુષ્ય, ઢાલ, શૂલ, અંકુશ અને અક્ષસૂત્રને ધારણ કરનાર પમુખ નામે યક્ષ શાસન દેવતા થયે અને નીલવર્ણવાળી, કમળ પર બેસનારી, બે દક્ષિણ ભુજામાં
૩૫