________________
પવું ૬ હુ
૨૭૭
ઘેર આવી વેષ બદલી પિતૃભક્તિમાં બંધાયેલે વીરભદ્ર શેઠની દુકાને ગયે. શેઠે પૂછયું વત્સ ! આટલીવાર ક્યાં રહ્યો હતો ? અહીં તારે માટે પૂછનારા પુરૂષને ઉત્તર આપીને હું કંટાળી ગયો છું.' વીરભદ્ર બ -પિતાજી ! હું ઉદ્યાનમાં ગયે હતે.” શેઠે કહ્યું ત્યારે તે બહુ સારું કર્યું?
બીજે દિવસે પાછો કલાનિધિ વીરભદ્ર સ્ત્રીવેષ લઈ અંતઃપુરમાં ગયે. ત્યાં અનંગસુંદરીને વીણા વગાડતી જોઈ વીરભદ્રે કહ્યું- હે સુંદરી ! આ વીણા બરાબર સ્વર આપતી નથી. તેમાં કઈ મનુષ્યને વાળ ભરાઈ ગયા છે.” અનંગસુંદરીએ પૂછ્યું- તમે કેવી રીતે જાણ્યું ?' વીરભદ્રે કહ્યું-‘તમે તેને બજાવે છેત્યારે તેમાં જે રાગને નિર્વાહ જોવામાં આવે છે. તે ઉપરથી મારા જાણવામાં આવ્યું છે.' પછી રાજપુત્રીએ તે વીણું વીરભદ્રને આપી. એટલે તત્કાળ તેને જાણનારા વીરભદ્રે તે ઉખેળી નાખી અને મનુષ્યના હૃદયમાંથી શલ્યની જેમ તેમાંથી મનુષ્યનો વાળ કાઢીને બતાવ્યું. એટલે તે આશ્ચર્ય પામી. પછી તેને સારી રીતે ગોઠવી, દંડ સાથે બાંધી તૈયાર કરીને, પ્રવીણતાથી તુંબરું ગંધર્વને જીતનારા વીરભદ્રે તે વીણા વગાડવા માંડી. સારણીવડે શ્રુતિઓને સ્કુટ કરનારા સ્વરો અને ધાતુ તથા વ્યંજનને સ્પષ્ટ કરનારા તાન ઉત્પન્ન કર્યા. વાદ્યના સર્વ પ્રકારને આશ્રયીને શ્રવણમાં અમૃતરૂ૫ સર્વ સકલ અને નિષ્કલ રાગો વીણામાં જણાવી દીધા. તે સાંભળી અનંગસુંદરી અને સર્વ સભા હર્ષોત્કર્ષને ધારણ કરીને મૃગેની જેમ ચિત્ર લિખિત હોય તેમ સ્થિર થઈ ગઈ. તે વીણગીત સાંભળી રાજપુત્રી વિચારમાં પડી કે આવું ગુણવાનું પાત્ર દેવતાને પણ દુર્લભ છે. આ સ્ત્રી વિના મારે જન્મ નિરર્થક છે. “સકળા પણ પ્રતિમા પુષ્પમાળાથી જ શોભે છે.” આ પ્રમાણે અવસરે અવસરે બીજી કળાઓમાં વીરભદ્ર પિતાની પ્રવીણતા બતાવી તેના મનરૂપ વિત્તને ચેરી લીધું.
એક વખતે અનંગસુંદરીને પિતા માં અનુરક્ત થયેલ જાણી વીરભદ્રે એકાંતમાં શંખ શ્રેષ્ઠીને આ પ્રમાણે કહ્યું-“પૂજ્ય પિતાજી! બેન વિનયવતીની સાથે હું સ્ત્રીને વેષ લઈ પ્રતિદિન અનંગસુંદરીની પાસે જાઉ છું, પણ તેથી તમે ભય રાખશો નહીં. હું જે કરીશ તે એવી રીતે કરીશ કે જેથી કોઈ જાતને અનર્થ નહીં થાય પણ તમારી મહૉટાઈ વધશે. જે રાજા પિતાની કન્યા મને આપવાને આપની પાસે પ્રાર્થના કરે તો પ્રથમ તમે તે માન્ય કરશે નહીં. જ્યારે અતિ આગ્રહ કરે ત્યારે માન્ય કરજે.” શેઠે કહ્યું-વત્સ! તું બુદ્ધિથી અધિક છે, તેથી સર્વ સમજે છે; અમે તે એટલું કહીએ છીએ કે તારે પિતાનું કુશળ થાય તેમ કરવું. પછી વીરભદ્રે કહ્યું-“પિતા ! તમે ઉગ કરશે નહીં. હવે થોડા કાળમાં તમારા પુત્રનું શુભ પરિણામવાળું શુભ કાર્ય જશે.” શેઠે કહ્યું- તે બાબત તું જાણે.' એમ કહી શંખશેઠ મૌન ધરીને રહ્યા.
તે સમયે રત્નાકર રાજાની સભામાં વાર્તા થઈ કે “તામ્રલિપ્તી નગરીથી કોઈ યુવાન પુરૂષ શંખશેઠને ઘેર આવેલ છે, તે પ્રતિદિન નગરમાં વિચિત્ર કળાઓ બતાવી સર્વને વિમિત કરે છે. તે વિદેશી છે, તેથી તેની જ્ઞાતિ જણાતી નથી પણ તેની આકૃતિ તે
હોટા કુળમાં ઉત્પન્ન થયે છે એમ કહી આપે છે.” રાજા વિચારવા લાગ્યો કે “રૂપમાં કામદેવ, જે સદાચારવાળો, સારી આકૃતિવાળો, કળાને રત્નાકર અને સદ્દબુદ્ધિવાળે એ યુવાન પુરૂષ જે મારી પુત્રીને રૂચે તે તેને સંબંધ જોડનાર વિધાતાનું તે કાર્ય દેષવાળું ન ગણાય.”