________________
પર્વ ૬ હું
૨૭૫
હું ઘણે આનંદ પામ્યું. પછી શુભ દિવસે કુલસ્ત્રીઓએ કરેલા માંગલિક આચાર પૂર્વક વરભદ્ર મારી પુત્રી પ્રિયદર્શનાને પરણ્ય. કેટલાએક દિવસ મારે ત્યાં રહી પછી વધુ સહિત તે પિતાની નગરીએ ગયે. માની પુરૂષો લાંબો કાળ કદીપણ સાસરાને ઘેર રહેતા નથી.
કેટલે એક કાળ ગયા પછી મારા સાંભળવામાં આવ્યું કે રાત્રિના છેલ્લા પહોરે પ્રિયદર્શનાને સૂતી મૂકીને તે વીરભદ્ર એકાકી ક્યાંય પણ ચાલ્યા ગયે છે. હમણું તેને ખબર આ વામન પુરુષ લાવે છે, પણ તે ફૂટ રીતે કહેતા નથી. માટે હે પ્રભુ! તમે ફૂટ રીતે કહે.” આ પ્રમાણે સાગરદત્ત શેઠે ભગવાન કુંભ ગણધરને વિજ્ઞપ્તિ કરી, એટલે કૃપાળુ મુનિ બેલ્યા- હે શ્રેષ્ઠિનું ! તારા જામાતા વીરભદ્રને તે રાત્રે એ વિચાર થયે કે “હું કળાઓનો પારદશી છું, મારે ઘણુ મંત્ર સિદ્ધ થયેલા છે, મેં દિવ્ય મૂટિકાના વિસ્મયકારી પ્રાગે જાણેલા છે, સર્વ પ્રકારના વિજ્ઞાનમાં મેં સંપૂર્ણ ચાતુર્ય મેળવ્યું છે. પરંતુ આ સર્વ મારું ચાતુર્ય અપ્રકાશિત હોવાથી નિરર્થક છે, કારણ કે અહીં વડિલેના સાનિધ્યપણુથી લજજાને લીધે હું નિયંત્રિત થયેલ છું. કૂવાના દેડકાની પેઠે અહીંજ પડયે રહેવાથી હું કાપુરૂષ જે થઈ ગયે છું; માટે અહીંથી બીજા દેશમાં જઈ મારા ગુણોને પ્રકાશિત કરૂં? આ પ્રમાણે વિચારી તે ઊભે થયે. ફરી તેને વિચાર થયો કે આ પ્રિયદર્શીના જે કૃત્રિમ નિદ્રા લેતી હશે તે મારા ગમનમાં વિન કરશે. એવું ધારી તેણે પિતાની પ્રિયાને કીડા કરવા માટે ઉઠાડવા માંડી. તે સમયે પ્રિયદર્શનાએ કહ્યું-“હે પ્રિય! મને માથામાં પીડા થાય છે. શા માટે મને કદર્થના કરે છે ?” વીરભદ્રે કહ્યું-કેના દેષથી મસ્તકપીડા થાય છે?” પ્રિયદર્શનાએ કહ્યું-“તમારા દોષથી.” વીરભદ્રે કહ્યું–મારો શે દેષ છે?” પ્રિયદર્શના બલી-“આ સમયે પણ તમે આવી ચાતુર્ય ભરેલી વાણી બોલે છે તે.” વીરભદ્રે કહ્યું- હે કાંતા ! કેપ કરશે નહીં, હવે ફરીવાર હું આવું નહીં કરું.’ આ પ્રમાણે સાભિપ્રાય વચને કહીને તેણે પ્રિયદર્શન સાથે અધિક વિષયક્રીડા કરી. પછી રતિશત થયેલી અને પોતાના પતિની વકૅક્તિ નહીં જાણતી પ્રિયદર્શના ગાઢ નિંદ્રાથી સુઈ ગઈ. જયારે તે સાચી રીતે ઉંઘી ગઈ ત્યારે દઢ રીતે દબાયેલું અંતરીય વસ્ત્ર છોડાવ્યા વગર તેને ઉંઘતી મુકીને વીરભદ્ર વીરની જેમ પોતાના ઘરમાંથી બહાર નીકળી આવ્યો. પછી ગુટિકાના પ્રવેગથી તે શ્યામવર્ણ થઈ ગયે. વર્ણના ફારફરથી કાવ્યની જેમ રૂપ પણ બદલાઈ જાય છે.
વીરભદ્ર કુમાર વિદ્યાધરની જેમ ગ્રામ શહેર વિગેરેમાં પોતાના કળાકલાપને અને અતિ શય વિજ્ઞાનને બતાવતે ફરવા લાગે. પતિના જતા રહેવાથી પ્રિયદર્શના સાસુ સસરાની રજા લઈને પિતાને ઘેર આવી. “પતિ વિના કુલિન સ્ત્રીઓએ બીજે નિવાસ કરે ઉચિત નથી. અનુક્રમે ફરતો ફરતો વીરભદ્ર સિંહલદ્વીપમાં રત્નાકર નામના રાજાથી અધિષ્ઠિત એવા રતનાપુર નગરમાં આવ્યું. ત્યાં શંખની જેવા ઉજજવલ ગુણવાળા શંખ નામના શેઠની દુકાને જઈને બેઠે. તેને જોઈને હર્ષ પામેલા શેઠે પૂછયું કે “ભદ્ર ! તમે ક્યાંથી આવે છે ? વીરભદ્રે કહ્યું- તાત ! તામ્રલિપી નગરીથી મારે ઘેરથી રીસાઈને નીક છું અને ફરતે ફરતે અહીં આવ્યું છું.” શંખ શેઠ બોલ્યા-કુમાર ! તમે સુકુમાર છતાં આવી રીતે વિદેશગમન કર્યું તે સારું કર્યું નહીં. કે વત્સ! તું કાંઈ પણ અડચણ પામ્યા સિવાય અહીં મારી પાસે આવે, તેથી એમ જણાય છે કે તારૂં વાંકું કર્મ પણ દેવે સરળ ક્યું છે. આ પ્રમાણે કહી શંખશેઠ તેને પોતાને ઘેર લઈ ગયે; અને પુત્રની
૧ કાવ્યપક્ષે વર્ણ એટલે અક્ષર લેવા.