Book Title: Trishashti Shalaka Purush Charitra Part 02
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 311
________________ ૨૮૪ સર્ગ ર જે અને આચમન કરવા જવાનું બાનું બતાવી તેને અહીં એકલી મૂકી તે બીજે સ્થાનકે ચાલ્યા ગયે. આટલી વાર્તા કહીને હવે હું પણ અહીંથી જઈશ” એમ કહી તે ઉભે થયે, એટલે રત્નપ્રભાએ પૂછયું કે- “તે બુદ્ધદાસ અત્યારે ક્યાં છે?’ બાકીની કથા સવારે કહીશ.” એમ કહી તે ત્યાંથી ચાલ્યા ગયે. પછી તે ત્રણે સ્ત્રીઓ પોતાને ત્રણેને એક પતિ છે, એવું ધારી ઉંચે પ્રકારે ઉછવાસ પામવા લાગી.” કુંભ ગણધરે આટલું વૃત્તાંત કહીને શેઠને કહ્યું કે હે સાગર શેઠ ! તે આ વામન પુરૂષ તારો જામાતા છે. તેણે ત્રણ સ્ત્રીઓના પતિ થઈને છેવટે તેઓને માત્ર કુતૂહળથી વિરહ આપે છે. તે વખતે વામને ગણધરને વંદના કરીને કહ્યું કે “તમે જ્ઞાનદષ્ટિએ જોઈને જે કહ્યું તે બરાબર છે, તેમાં જરાપણ ફેર નથી.” બીજી પરથી પૂર્ણ થઈ એટલે કુંભ ગણધરે દેશના સમાપ્ત કરી. તેમની દેશના ત્યાં સુધી જ હોય છે. પછી સાગરશ્રેષ્ઠી ગણધરને નમી તે વામનની સાથે હર્ષ સહિત સુત્રતા ગણિનીને ઉપાશ્રયે આવ્યા. વામનને આવેલા જોઈ તે ત્રણે સ્ત્રીઓ તત્કાળ તેની પાસે આવી. “પ્રિયની વાર્તા કહેનાર કોને વહાલ ન લાગે ? ” “સાગરદત્તે કહ્યું- હે વત્સ ! તમારા ત્રણેને આ પતિ છે. તેઓ બેલી-“શી રીતે ?” ત્યારે શેઠે બધી વાર્તા કહી સંભળાવી. તે સાંભળી ગણિની સહિત સર્વે પરમ વિસ્મય પામ્યા. અંદર જઈને વામને પિતાનું વામન સ્વરૂપ છોડી દીધું, જે પ્રથમ અનંગસુંદરીએ જે હતો તે થઈને તેમની આગળ ઉભે રહો શ્યામપણું છોડીને ગૌરવર્ણ થઈ રહ્યો. સર્વ સ્ત્રીઓએ ઉત્કંઠાપૂર્વક તેને ઓળખે. ગણિનીએ વીરભદ્રને પૂછયું કે ‘તમારે આવું શા માટે કરવું પડયું ? વીરભદ્રે કહ્યું-“ભગવતિ! હું કીડા કરવાને માટેજ ઘેરથી નીકળ્યા હતા અને ક્રીડાને લીધેજ સ્ત્રીઓના વિરહ તરફ મારી ઉપેક્ષા હતી સુત્રતા ગણિની તાવિક વચન બોલ્યા કે “ફરે, દેશાંતરે, અરણ્યમાં, પર્વતમાં, વાટે કે બીજે ગમે ત્યાં દુઃખના સ્થાનમાં પણ જે ધાર્મિક પુરૂષ જાય તો ત્યાં પણ પિતાના ઘરની જેમ તે અતુલ સુખ પ્રાપ્ત કરે છે. સત્પાત્ર દાન ના પ્રભાવથી જ ભેગે પ્રાપ્ત થાય છે એવું આહંતુ વચન છે, તે આ વીરભદ્ર કોને એવું દાન આપ્યું હતું, તે આપણે શ્રીઅરનાથ પ્રભુની પાસે જઈને પૂછીએ.” પછી સુવ્રતા ગણિની, સાગરદત્ત શેઠ અને ત્રણેય પ્રિયાઓ સહિત વીરભદ્ર અરસ્વામી પાસે આવ્યા અને યથાવિધિ પ્રભુને નમસ્કાર કર્યા. સુત્રતા ગણિનીએ પ્રભુને પૂછ્યું–‘આ વીરભદ્દે પૂર્વે ભેગફળવાળું શું કર્મ કરેલું છે તે કહે. પ્રભુ બોલ્યા- “આ ભવથી ત્રીજા ભવે પૂર્વ વિદેહક્ષેત્રમાં મોટું રાજ્ય છોડી વ્રત લઈને હું પૃથ્વી પર વિહાર કરતા હતા. એકદા ચાર માસના ઉપવાસને પારણે રત્નપુર નગરમાં આવતાં જિનદાસ નામના શ્રેષ્ઠીકુમારે મને ભક્તિપૂર્વક ભિક્ષા આપી. તે પુણ્યથી તે જિનદાસ બ્રહ્મલોકમાં દેવતા થ. ત્યાંથી ચવીને જંબુદ્વીપના એરવત ક્ષેત્રમાં કાંપિલ્ય નગરને વિષે તે હેટો ધનાઢય શ્રેષ્ઠી થયું. ત્યાં પણ પરમ સમૃદ્ધિવડે શ્રાવકપણું પાળી મરણ પામીને અશ્રુત દેવલોકમાં દેવ છે. ત્યાંથી આવીને વીરભદ્ર થયા છે. પૂર્વના પુણ્યાનુબંધી પુણ્યથી આ ભવમાં પણ તે ભોગ ભોગવે છે.” પ્રાણીઓને જ્યાં ત્યાં પણ પુણ્ય અનુચર છે. આ પ્રમાણે કહી બહુજનને બોધ પમાડી જગતના મેહને હરનાર ભગવાન અરનાથે અન્યત્ર વિહાર કર્યો. વીરભદ્ર ચિરકાળ ભોગ ભોગવી દીક્ષા લઈ અનુક્રમે પુણ્યના દઢ રથ ઉપર બેસી દેવલોકમાં ગયે.

Loading...

Page Navigation
1 ... 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354