________________
પવ ૬ ઠું
આજેજ ગ્રહણ કરી; તે બંને યોગ્ય વરવધૂનો ચિરકાળે યાગ થાઓ.' શેઠ મેલ્યા- હું પ્રભુ ! તમે અમારા સ્વામી છે, અને અમે તમારી પાળવા યોગ્ય પ્રજા છીએ; તેથી આપ કહેા છે તે સ'ભ'ધ અઘટિત છે. સંબંધ અને મિત્રતા સરખે સરખામાંજ શેાલે છે.' રાજાએ કહ્યું- શેઠજી ! શુ' યુકિતવડે મને ના કહે છે ? જાઓ, મારી આજ્ઞા નિર્વિચારે કરો. અહીંથી જઈને સત્વર સજ્જ થાએ.’ રાજાની આજ્ઞા માન્ય કરી શ`ખશેઠ ઘેર આવ્યા, અને રાજાના શાસનનો સર્વ વૃત્તાંત વીરભદ્રને કહ્યો. પછી શુભ દિવસે શુભ લગ્નમાં અનંગસુંદરી અને વીરભદ્રનો મોટી સમૃદ્ધિથી વીવાહાત્સવ થયા. એ સ્વયંવર વધ્રૂવર સરખે સરખા હોવાથી તેમની પરસ્પર પ્રીતિ દિવસે દિવસે અધિક વધવા લાગી. વીરભદ્રે નિત્ય જૈન ધર્મના ઉપદેશ આપી અન’ગસુંદરીને શ્રાવિકા કરી દીધી. સત્પુરૂષોના સંગ આલોકમાં તે શું પણ પરલોકમાં પણ સુખને માટે થાય છે, એક વસ્ત્ર ઉપર શ્રી અર્હતની પ્રતિમા અને ચતુર્વિધ સંઘના ચિત્ર આળેખી વીરભદ્રે રાજકુમારીને અણુ કર્યા અને પછી સારી રીતે તેની સમજુતી આપી.
૨૭૯
એક વખતે વીરભદ્રને વિચાર થયા કે “ આ સ્ત્રી મારી પર સ્નેહ ધરે છે એમ દેખાય છે, પણ પ્રકૃતિએ ચપળ એવી સ્ત્રીઓની સ્થિરતાને માટે નિશ્ચય સમજવા નહી. ભવતુ, હું આ સ્ત્રીનો આશય કોઈ યુક્તિએ જાણીશ. ” આવા વિચાર કરી એ તુર સુંદર વિણકુમારે અનંગસુંદરીને કહ્યુ-“ હે પ્રિયતમા ! મને તમારા શિવાય બીજુ કાંઈ પણ પ્રિય લાગતું નથી, તથાપિ હવે સ્વદેશમાં જવાને માટે તમારી રજા લઉં છું. કારણકે મારા માતાપિતા મારા વિયાગથી પીડિત થઇ અતિ દુઃખી થતાં હશે માટે હું જઈને તેમને આશ્વાસન આપું. હે સુંદર બ્રશુટીવાળી સ્ત્રી! તમે અહીં જ રહેજો, હું જઇને તત્કાળ પાછા આવીશ. કેમકે તમારા વિના ખીજે ઠેકાણે રહેવાને હું સમ નથી. ” ત્યારે અન ́ગસુ દરી ગ્લાન વદને એલી–“ સ્વામી ! તમે બહુ સારૂં કહ્યું, જે સાંભળતાં જ મારા પ્રાણ જાણે જવાને ઈચ્છતા હોય તેમ લાગે છે. તમે આવું કહેવાને શક્તિમાન થયા, તે ઉપરથી એમ જણાય છે કે તમે કઠિન હૃદયવાળા છે. જો હું તમારા જેવી હોત તે તમારાં આવાં વચન સાંભળવાને શક્તિવાન થાત. આ પ્રમાણેનાં તેનાં વચન સાંભળી વીરભદ્રે કહ્યુ‘ પ્રિયા ! કાપ કરશેા નહીં, તમને સાથે લઈ જવાને માટે જ મેં આ ઉપાય કર્યા છે.
,,
પછી વીરભદ્ર અનંગ સુંદરી સાથે સ્વદેશ પ્રત્યે જવાને માટે રત્નાકર રાજાની આગ્રહ પૂર્ણાંક રજા માગી. રાજાએ પ્રિયા સહિત વીરભદ્રને માંડ માંડ વિદાયગિરી આપી. પુત્રી અને જામાતાનો વિરહ કેને દુઃસહ નથી ?’ પછી તે દુ‘પતી વહાણમાં બેસીને જળમાગે ચાલ્યા. સાહસિક પુરૂષાની ગતિ જળના માં અને સ્થલમાર્ગમાં સખીજ હોય છે, જેમ ધનુષ્યથી છૂટેલું ખાણુ હાય અને માળામાંથી ઉડેલું પક્ષી હોય તેમ અનુકૂળ પવને પ્રેરિત વહાણુ સમુદ્રમાં ચાલ્યું. વહાણ કેટલેક દૂર ગયું તેવામાં એકદા કલ્પાંત કાળની જેવો મહાપવન વાવા લાગ્યા. કલ્પાંતકાળની જેમ અતિ ભયકર થઇને ઉછળતા સમુદ્રે હાથી જેમ તૃણના પૂળાને ઉછાળે તેમ વહાણને ઉછાળવા માડયું. વારવાર ઉછળતુ· તે વહાણ ત્રણ દિવસ પંત ભમી ભમીને છેવટે પથ્થરપર પડી ગયેલા પક્ષીના ઈડાની જેમ ભાંગી ગયું. તત્કાળ અનંગસુંદરીને તેનુ એક પાટીયુ' મળ્યુ’. ‘ આયુષ્ય તૂટ્યા વગર મૃત્યુ થતું નથી,' તેથી હંસલીની જેમ કલ્લાલથી ઉછાળા ખાતી ખાતી અન ગસુંદરી પાંચ રાત્રે