________________
૨૮૦
સ ૨ જો
i
એક વનવાળા સમુદ્રના કાંઠા ઉપર નીકળી. પેાતાના સબંધીઓના વિયાગથી, વિદેશ ગમનથી, પ્રિયના વિયોગથી, વહાણના ભાંગવામી, ધનના ક્ષયથી, તરંગ સાથે અથડાવાથી અને ક્ષુધા તથા તૃષાથી વિધુર થઈ ગયેલી અનગસુંદરી જાણે જળ બહાર નીકળેલી જળમાનુષી હોય તેમ સંજ્ઞા રહિત થઈ મૂર્છા પામી કિનારા પર પડી ગઈ. તેને કાઈ સ્વભાવિક દયાળું તાપસકુમારે આદ્ર ષ્ટિએ જોઇ, પછી તેને ઉડાડી મ્હેનની જેમ તે પેાતાને આશ્રમે લઈ ગયો. ત્યાં તેને કુળપતિએ કહ્યું કે ‘ પુત્રી ! અહીં વિશ્વાસ ધરીને રહેા.' તાપસીએએ પાલન કરેલી તે કેટલાક દિવસ સુધી પિતાના ઘરની પેઠે ત્યાં રહીને સ્વસ્થ થઈ. તેના અતિશય રૂપથી તાપસે વિચાર કર્યા કે ‘જો આ સુંદર સ્ત્રી નિત્ય અહીં રહેશે તે તાપસાની સમાધિના ભંગ થશે.’ આવું ધારી વૃદ્ધ તાપસે અનંગસુંદરીને કહ્યું–“ હે વત્સે! અહીંથી નજીક એક પદ્મિનીખડ નામે શહેર છે, ત્યાં પ્રાય: ધનાઢય લોકો વસે છે, તેથી ત્યાં રહેવાની તમને વિશેષ સ્વસ્થતા થશે, અને તમને ત્યાં તમારા ભર્તારને સમાગમ પણ અવશ્ય થશે; માટે વૃદ્ધ તાપસેાની સાથે ત્યાં જાઓ.' આવી કુળપતિની આજ્ઞાથી અનંગસુંદરી વૃદ્ધ તાપસેાની સાથે પદ્મિનીના ખડમાં જેમ હંસલી આવે તેમ પદ્મિનીખંડ નગર પાસે આવી. ‘ આપણે નગરમાં પ્રવેશ કરવા ચાગ્ય નથી' એવું ધારી તાપસો તેને નગરની પાસે મૂકીને પાછા ગયા. તે વખતે દૃષ્ટિપાતથી આકાશને કુમુદવાળી કરતી હોય તેમ દિશાએને જોતી અનગસુંદરી યૂથમાંથી ભ્રષ્ટ થયેલી મૃગલી હોય તેવી દેખાવા લાગી. તે સમયે દૈચિતાર્થે આવતા, સાધ્વીઓથી પરવરેલા સુત્રતા નામે ગણિની જાણે પેાતાની માતાને દેખે તેમ તેના જોવામાં આવ્યા. તેને જોતાંજ તેને સ્મરણ થયું કે ‘ આવા નિર્દોષ અને જગવંદ્ય સાધ્વીએ મારા પતિ વીરભદ્રે પટમાં ચીતરીને ખતાવ્યા હતા.' પછી પૂર્વ વિધિના અભ્યાસથી તેમની પાસે આવીને સુત્રતા ગણિનીને અને બીજી સાધ્વીઓને તેણે વંદના કરી. પછી અંજળિ જોડીને કહ્યુ` કે માતા ! માંરા વચનથી સિ'હલદ્વીપના રૌત્યને વંદના કરો. તે ચૈત્યો બહુ સુ ંદર અને વિસ્તારવાળાં છે.’ સુત્રતા ગણની ખેલ્યાં – શુ તમે સિ'હલદ્વીપથી આવ્યા છે! ? અહીં એકલા કેમ છે ? તમારી આકૃતિ પરિવાર રહિત મનુષ્ય જેવી નથી.' ‘ હું સ્વસ્થ થયા પછી સર્વ વૃત્તાંત કહીશ ’ એમ તેણે કહ્યું, એટલે સુવ્રતા ગણિની તેને સાથે લઈ તરતજ પેાતાને ઉપાશ્રયે ગયા. ત્યાં અસાધારણ ભક્તિથી સાધ્વીઓને વંદના કરતી અનંગસુદરીને તમારી પુત્રી પ્રિયદર્શનાએ દીઠી. પછી સુત્રતા અને પ્રિયદર્શીનાના પૂછવાથી તેને સુત્રતાનું દર્શન થયું ત્યાં સુધીનો પેાતાના સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યા. પછી પ્રિયદર્શીનાએ કહ્યું– હે સુંદરી ! તારા પતિ વીરભદ્રના સર્વ કળા વિગેરે ગુણા તા મારા પતિ વીરભદ્ર સાથે મળતા છે, પણ તેને વર્ણ કેવા છે ?' અનગ સુંદરીએ કહ્યું-‘તેને શ્યામવર્ણ છે,’પ્રિયદર્શીના ખેલી— હે વર્ણની ! મારા પતિને ફક્ત વર્ણ જુદો પડે છે, બાકી સ મળતું છે.’ ગણિની બાલ્યા- વત્સે ! આ પ્રિયદર્શીના તારી ધ ભગની થાય છે, તેથી ધર્મક્રિયામાં તત્પર થઇ તેની સાથે રહે.' આ પ્રમાણે સુત્રતા અને પ્રિયદર્શનાના કહેવાથી, દર્શન કરતાંજ અતિ વાત્સલ્ય બતાવેલ હોવાને લીધે અનંગસુંદરી ત્યાંજ રહી.
.
અહી' વીરભદ્ર વહાણ ભાંગી ગયા પછી સમુદ્રના તર'ગાએ અનેક પ્રકારે તાહિત કર્યાં છતાં પણ એક પાટીયા ઉપર લગ્ન થઇ રહ્યો. સાતમે દિવસે તે રતિવલ્લભ નામે એક વિદ્યા ધરના જોવામાં આવ્યેા. તેથી તે વિદ્યાધરે તેને તરતજ સમુદ્રમાંથી કાઢયા, અને બૈતાઢય
૧ સાધ્વી ગણ ( સમુદાય ) માં મુખ્ય,