________________
જ્ઞાન થયા ગછી ત્રેવીસહજાર સાતસો ને ચેત્રીશ વર્ષ ગયા ત્યારે પિતાને નિર્વાણ સમય નજીક આવેલ જાણી પ્રભુ સંમેતશિખરે પધાર્યા અને ત્યાં એક હજાર મુનિઓની સાથે અનશન કર્યું. માસને અંતે બૈશાખ માસની કૃષ્ણ પ્રતિપદાને દિવસે કૃત્તિકા નક્ષત્રમાં તે સર્વ મુનિઓની સાથે કુંથુનાથ પ્રભુ મોક્ષે ગયા. કૌમારપણામાં, રાજ્ય કરવામાં, ચક્રવર્તી પણામાં અને વ્રતમાં સરખાં ભાગે આયુષ્ય ગાળી, પંચાણું હજાર વર્ષનું આયુષ્ય તેમણે પૂર્ણ કર્યું હતું. શ્રી શાંતિનાથ પ્રભુને નિર્વાણ પછી અદ્ધ પલ્યોપમ કાળ ગમે ત્યારે શ્રી કુંથુનાથ ભગવાનનું નિર્વાણ થયું. તે અવસરે ઇદ્રોએ દેવ સહિત આવી ત્યાં પ્રભુને નિર્વાણ મહોત્સવ કર્યો અને પ્રભુની દાઢ તથા દાંત વિગેરે પવિત્ર વસ્તુ પૂજન કરવાને માટે ક્રમ પ્રમાણે પિતાના સ્થાનમાં લઈ ગયા.
48
[882887 8888888888888888888327948 इत्याचार्यश्रीहेमचंद्र विरचिते त्रिषष्ठिशलाकापुरुषचरिते
महाकाव्ये षष्ठे पर्वणि श्रीकुंथुनाथचरित
वर्णनो नाम प्रथमः सर्गः ॥ 88888888888888888888888888888888