________________
પર્વ ૫ મું
૨૫૩ તે પ્રભુની દીક્ષાકાળની ઉચિત ક્રિયા કરવાનું સૂચવે છે. જોકે ભગવંત ત્રિવિધ જ્ઞાનવડે પિતાની મેળે જાણે છે તથાપિ આપણે આ ક૯૫ છે, માટે ચાલે આપણે તે પ્રભુને વ્રતને સમય જણાવીએ.” આ પ્રમાણે પરસ્પર આલાપ સંલાપ કર્યા પછી તત્કાળ વિમાનમાં બેસી તે સારસ્વતાદિ દેવતાઓ ભગવાન શાંતિનાથની પાસે આવ્યા. પ્રભુને ત્રણ પ્રદક્ષિણાપૂર્વક પ્રણામ કરી અંજલિ જોડીને કહ્યું-“હે સ્વામી ! તીર્થ પ્રવર્તાવે.” આ પ્રમાણે કહી નમસ્કાર કરીને લોકાંતિકદેવે પાછા સ્વર્ગમાં ગયા. પછી ભક દેવતાઓએ પૂરેલા દ્રવ્યવડે પ્રભુએ વાર્ષિક દાન આપ્યું. વર્ષો તે પિતાની જેવા ચકાયુધ નામના પુત્રને રાજ્ય સેંપી પોતે સંયમસામ્રાજ્ય લેવા તત્પર થયા. તે વખતે ઇદ્ર પ્રમુખ દેવતાઓએ અને ચક્રાચુધાદિ રાજાઓએ મળીને ચક્રવત પણ જે પ્રભુને દીક્ષાભિષેક કર્યો. પછી સર્વાર્થ નામની શિબિકામાં રત્નસિંહાસન ઉપર જગત્પતિ આરૂઢ થયા. તે શિબિકાને પ્રથમ મનુષ્યએ ઉપાડી અને પછી પૂર્વ તરફ મૈમાનીક દેવોએ, દક્ષિણ તરફ અસુરકુમારે એ, પશ્ચિમ તરફ સુપર્ણકુમારદેવોએ અને ઉત્તર તરફ નાગકુમારે એ વહન કરવા માંડી. તે શિબિકામાં બેસી અચિરાના કુમાર શાંતિનાથ સહસ્ત્રાભ્રવણ ના મન ઉદ્યાનમાં ગયા. એ મનોહ૨ ઉદ્યાન દિશાઓના મુખને સંધ્યાકાળના વાદળાના જેવા ગુલાબનાં પુષ્પથી રક્તવણું કરતું હતું. શીરીષનાં પુષ્પોથી જાણે ગ્રીષ્મ ઋતુની શોભાવડે પુલકિત થયું હોય તેવું દેખાતું હતું. જાણે ધર્મજલના બિંદુઓ હોય તેવા મલિકાનાં પુષ્પ તેમાં શુભતાં હતાં. કામદેવનાં બાણ જેવા સુવર્ણ કેતકીના કેશથી તે અંકિત હતું. જેની નવીન કવિઓમાં ભમી ભમરાની શ્રેણી ગુંજારવ કરતી હતી એવા ઘાતકીનાં વૃક્ષે જાણે ગ્રીષ્મ ઋતુની લક્ષ્મીના ગાયક હોય તેમ ત્યાં શેભી રહ્યાં હતાં. વનલક્ષ્મીના સ્તન જેવા પુષ્પગુચ્છોની સંપત્તિવડે ખજૂરનાં વૃક્ષોથી જર્જ૨ થયેલી વસંતલક્ષ્મીને તે હસી કાઢતું હતું. પાકેલા ફલ ઉપર ઉડી રહેલા પોપટોના ઘાટા પિંછાઓથી દ્વિગુણ થયેલી તામ્રપલવની સમૃદ્ધિવડે તે ઘણું સુંદર લાગતું હતું. તેમાં રહેલી વાપિકાઓને વિષે જલક્રીડા કરવાના રસમાં નગરજનો અતિ આકુળવ્યાકુલ થઈ ગયા હતા.
એ ઉદ્યાનમાં આવી પ્રભુ શિબિકા ઉપરથી ઉતર્યા. પછી રાજ્યની પેઠે પુષ્પમાલ્ય અને રત્નાલંકારાદિક તજી દીધાં; અને જ્યેષ્ટ કૃષ્ણ ચતુર્દશીને દિવસે ભરણી નક્ષત્રમાં દિવસના પાછલા પહોરે સિદ્ધને નમસ્કાર કરી છઠ્ઠ તપવાળા પ્રભુએ એક હજાર રાજાઓની સાથે દીક્ષા ગ્રહણ કરી, તે સમયે જ તેમને મનપર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યાર પછી બીજે દિવસે મંદિરપુરમાં સુમિત્ર રાજાને ઘેર પ્રભુએ પરમ અનથી પારણું કર્યું. તે વખતે દેવતાઓએ તે રાજાના મંદિરમાં વસુધારાદિ પાંચ દિવ્ય પ્રગટ કર્યા. સુમિત્ર રાજાએ પ્રભુના ચરણને ઠેકાણે એક રત્નમય પીઠ કરાવી.
આસન અને શયનને બીલકુલ તજી દઈ મૂલોત્તર ગુણના આધારરૂપ પ્રભુ નિઃસંગ અને નિર્મમ થઈ પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. અનુક્રમે એક વર્ષને અંતે વિહાર કરતાં કરતાં પાછા હસ્તીનાપુરના સહસ્સામ્રવણુ વનમાં આવ્યા. ત્યાં છરૂ કરીને નંદી વૃક્ષની નીચે શુકલ ધ્યાન ધરતા પ્રભુના ઘાતિકર્મ તુટી ગયાં. પોષ માસની શુકલ નવમીએ ચંદ્ર ભરણી નક્ષત્રમાં આવતાં શાંતિનાથ પ્રભુને ઉજજવલ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. આસનકંપથી પ્રભુના કેવળજ્ઞાનની વાર્તા જાણીને ઇંદ્રાદિક દેવતાઓ પ્રભુએ પવિત્ર કરેલા તે પ્રદેશમાં આવ્યા. સાવણીના ધરનાર હોય તેમ દેવતાઓએ સંવર્તાક પવન વિકુવી ને એક જન સુધી કાષ્ઠતૃણાદિક તથા રજને દૂર કરી નાખી. પછી રજને શમાવવાને પ્રથમ ગધદકની અને