________________
સગ ૧ લે
“જેના વડે હે પ્રભુ! તમારે જન્મ જાણુને અમે જન્મોત્સવ કર્યો છે. હે પ્રભુ! જેમ હમણાં “સ્નાત્રકાળે તમે મારા હૃદય પર રહ્યા હતા તેમ હૃદયની અંદર પણ ચિરકાળ રહો.”
આ પ્રમાણે પ્રભુની સ્તુતિ કરી તેમને લઈને ઇંદ્ર હસ્તીનાપુર ગયા. અને ત્યાં શ્રીદેવીની પાસે પ્રભુને સ્થાપિત કર્યા.
પ્રાત:કાળે શૂર રાજાએ પ્રભુને જન્મત્સવ કર્યો. જયારે તીર્થકર ઉત્પન્ન થાય ત્યારે સર્વ જગત ઉત્સવમય થાય છે. પ્રભુ ગર્ભમાં હતી, ત્યારે તેમની માતાએ કુંથુ નામને રત્નસંચય જોયું હતું, તેથી પિતાએ તેમનું કુંથુ એવું નામ પડયું. ઈ અંગુઠામાં સંક્રમાવેલા અમૃતનું પાન કરતા પ્રભુ અનુક્રમે વૃદ્ધિ પામતા પાંત્રીશ ધનુષ્ય ઉંચી કાયાવાળા થયા. પિતાની આજ્ઞાથી યે સમયે તેમણે રાજકન્યાઓ સાથે વિવાહ કર્યો. “ભગફલકર્મ બીજી રીતે છેદી શકાતું નથી.” જન્મથી ત્રેવીસ હજાર અને સાડા સાત વર્ષ ગયા પછી પ્રભુએ પિતાની આજ્ઞાથી રાજ્ય ગ્રહણ કર્યું. તેટલાજ વર્ષ મંડલિકપણામાં ગયા પછી શસ્ત્રાગારમાં ચક્રરત્ન ઉત્પન્ન થયું. જગતને પૂજનીય એવા શુર રાજાના પુત્રે ચકરનની પૂજા કરી. મહાત્માઓ સેવક જનને પણ સાકાર કરે છે. પછી ચક્રરત્નને અનુસરીને પ્રયાણ કરતાં અનુક્રમે માગધપતિ, વરદામપતિ, પ્રભાસપતિ, સિંધુદેવી, શૈતાઢયાદ્રિકુમાર અને કતમાળદેવને પિતાની જાતે સાધી લીધા, અને સિંધુ નિકૃષ્ટને સેનાપતિ પાસે સધાવ્યું. પછી સેનાપતિએ જેનાં દ્વાર ઉઘાડેલાં છે એવી તમિસ્યા ગુફામાં પેસી સામી બાજુ નીકળી આપાત જાતિના મ્લેચ્છોને સાધી લીધા. પછી સેનાપતિ પાસે સિંધુના બીજા નિષ્ફટને સધાવ્યું. ત્યાંથી ક્ષુદ્ર હિમાલય પર્વત સમીપે જઈ ભુદ્રહિમવંતકુમારને સા. પછી ઋષભકૂટ ઉપર પિતાને આચાર છે” એવું ધારી પોતાનું નામ લખ્યું. ત્યાંથી ચક્રરત્નને અનુસરી શકવતી પાછા વળ્યા. અનુક્રમે વૈતાઢય પર્વત પાસે આવ્યા, ત્યાં બંને શ્રેણીમાં રહેલા વિદ્યાધરોએ વિવિધ ભેટ ધરીને પ્રભુની પૂજા કરી. ગંગાદેવી અને નાટયમાલ દેવને પોતે સાધી ગંગાનું મ્લેચ્છ લોકેએ ભરપૂર એવું નિષ્ફટ સેનાપતિ પાસે સધાવ્યું. પછી સેનાપતિએ ઉઘાડેલા ખંડપ્રપાતા ગુહાના દ્વારવડે બૈતાઢય ગિરિમાં પિસી પરિવાર સાથે સામી બાજુ નીકળ્યા. ત્યાં ગંગાના મુખ ઉપર રહેનારા નૈસર્પ વિગેરે નવ નિધિઓ પ્રભુને પિતાની મેળે સિદ્ધ થયા, અને ગંગાનું બીજું નિષ્ફટ સેનાપતિ પાસે સધાવ્યું. એવી રીતે આખા ભરતક્ષેત્રને કુંથુનાથ પ્રભુએ છસો વર્ષે સાધી લીધું. ચક્રવતીની સંપત્તિથી સંપૂર્ણ મનુષ્ય તથા દેવતા એ સેવેલા કુંથુનાથ ભગવાન દિગ્વિજય કરીને પાછા હસ્તીનાપુરમાં આવ્યા. પછી દેવ અને મનુષ્યએ મળીને પ્રભુને ચક્રવતી પણાનો અભિષેક કર્યો. તેને મહોત્સવ તે નગરમાં બાર વર્ષ સુધી પ્રવર્યો. કુંથુસ્વામીને ચક્રવતી પણાના વૈભવમાં ત્રેવીસહજાર ને સાડાસાતસો વર્ષ નિર્ગમન થયાં. પછી કાંતિક દેવતાઓએ આવીને કહ્યું કે “સ્વામી ! તીર્થ પ્રવર્તાવે.” તે વિજ્ઞપ્તિ સાંભળતાં જ પ્રભુએ પુત્રને રાજય આપી વાર્ષિક દાન આપવા માંડયું. પછી દેવ અને રાજાઓએ જેને નિષ્ક્રમણત્સવ કરે છે એવા પ્રભુ વિજયા નામની શિબિકામાં બેસી સહસાગ્ર વનમાં પધાર્યા.
જે મનોહર વનમાં યુવાન પુરૂષની જેમ ચંપક લતાને ચુંબન કરતો આશ્રયષ્ટિને કંપાવત, વાસંતી લતાને નચાવતે, નિગુડીને મર્દન કરતો, ચારોળીને આલિંગન કરતા, નવમલ્લિકાને સ્પર્શ કરતે, ગુલાબને ચતુર કરતો, કમલિનીની પાસે જતો, અશકલતાને દબાવતે અને કદલીપર અનુગ્રહ કરતો, એ યુવાન પુરૂષની જે દક્ષિણ પવન વાતે હતો;