________________
પર્વ ૫ મું
૨૫૭
પ્રભુ ઊઠીને મધ્ય પ્રકારના મંડનરૂપ દેવજીંદા ઉપર વિશ્રામ લેવા બેઠા. પછી પ્રભુના ચરણપીઠ ઉપર બેસી મુખ્ય ગણધર ચકાયુધ સંઘની આગળ દેશના આપવા માંડી. બીજી પૌરૂષી પૂર્ણ થતાં તેમણે પણ દેશના સમાપ્ત કરી. પછી દેવતા વિગેરે સર્વ પ્રભુને નમી પિતાને સ્થાનકે ગયા. તેમના તીર્થમાં સુવરના વાહનવાળ, શ્યામવર્ણ ધરનારે, ડુક્કરના જેવા મુખવાળો, બે દક્ષિણ કરમાં બીરૂં અને કમલ, ને બે વામ કરમાં નકુલ અને અક્ષસૂત્રને ધરનાર ગરૂડ નામે શાંતિનાથ પ્રભુનો શાસનદેવતા થયે; અને ગૌર અંગવાળી, કમલના આસન પર બેસનારી, બે દક્ષિણ ભુજામાં પુસ્તક અને ઉત્પલ અને વામ ભુજામાં કમંડલ અને કમળને ધરનારી નિર્વાણી નામે પ્રભુની શાસનદેવી થઈ. તે બંને શાસનદેવતા નિરંતર જેમની સાનિધ્યમાં રહેતા હતા એવા શાંતિનાથ પ્રભુએ ભવ્ય પ્રાણીઓને પ્રતિબોધ કરવા માટે ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો.
એકદા વિહાર કરતા પ્રભુ પાછા હસ્તીનાપુર નગરે આવ્યા. કરૂણાનિધિ ભગવાન ત્યાં સમેસર્યાના ખબર સાંભળી કુરચંદ્ર પુરજન અને દેશજનને સાથે લઈ અમાવાસ્યાને દિવસે સૂર્યની પાસે જેમ ચંદ્ર આવે તેમ પ્રભુની પાસે આવ્યો. ચતુર્વિધ સંઘ ગ્ય સ્થાને બેઠો. એટલે પ્રભુએ સંસારમાં વૈરાગ્ય ઉત્પન્ન કરનારી દેશના આપી. દેશનાને અંતે પ્રભુને નમી કુરચંદ્ર બોલ્યો-“હે સ્વામી ! પૂર્વ જન્મના કયા શુભ કર્મથી હું અહીં રાજ્ય પામ્યો છું ? પ્રતિદિન અદભુત એવાં પાંચ વસ અને ફલાદિક મને પૂર્વના ક્યા કર્મથી ભેટ મળે છે ? અને તે ભેટની વસ્તુઓ હું ઈષ્ટ જનને આપીશ એવું ધારીને હું કયા કમથી તેનો ઉપગ પણ કરતો નથી, તેમ બીજાને આપતો પણ નથી ?” પ્રભુ બોલ્યા-“ જે તને આ રાજ્યલકમી મળી છે અને પ્રતિદિન પાંચ વરતુની ભેટ મળે છે તે પૂર્વે દીધેલા મુનિદાનના પ્રભાવથી મળે છે, અને જે તેનું દાન કે ઉપભોગ થઈ શકતાં નથી તે સાધારણ પુણ્યને લીધે છે. કેમકે “જે વસ્તુ બને આધીન હોય છે તે એકથી ભેગવી શકાતી નથી.” તેથીજ “આ વસ્તુ હું ઈષ્ટ જનને આપીશ” એ તને વિચાર થયા કરે છે. પ્રાણીઓને પૂર્વકમને અનુસારેજ બુદ્ધિ ઉત્પન્ન થાય છે. હવે તારું વિશેષ ચરિત્ર સાંભળ.
આ જંબુદ્વીપના ભરતક્ષેત્રને વિષે કશળ નામે દેશમાં શ્રીપુર કરીને એક નગર છે. તેમાં સુધન, ધનપતિ, ધનદ અને ધનેશ્વર નામે ચાર સરખી વયના વણિકપુત્રો સહોદર હોય તેમ મિત્રપણે રહેતા હતા. એક વખતે તે ચારે મિત્ર એકઠા થઈ ધન ઉપાર્જન કરવાને માટે દ્રોણ નામના પુરૂષની પાસે ઘણું ભાતું ઉપડાવી ૨નીપ પ્રત્યે ચાલ્યા. માર્ગમાં એક મહાટવી આવી. તે અટવી ઘણું ખરી ઉતરી ગયા પણ તે વખતે જેડે ભાતું ઘણું હતું તે છતાં પણ ખુટી જવા આવ્યું. આગળ ચાલતાં કાઉસગ્ગ ધ્યાને રહેલા એક મુનિ તેમના જેવામાં આવ્યા; તે ક્ષણે તેમણે વિચાર્યું કે “આ મુનિને કાંઈક વહેરાવીએ તે સારૂં.' પછી તેઓએ ભાતું વહન કરનારા દ્રોણને કહ્યું કે “હે ભદ્ર ! આ મહર્ષિને કાંઈક ભાતું આપ.” એટલે તેણે અધિક શ્રદ્ધાથી મુનિને પ્રતિલાભિત કર્યા. તેથી તેણે મહા ભેગફળકમ ઉપાર્જન કર્યું. ત્યાંથી સવે રત્નદ્વીપે આવ્યા. ત્યાં સારો વ્યાપાર કરી પુષ્કળ ધન ઉપાર્જન કરી પુનઃ પોતાને નગરે આવ્યા. અને તે પુણ્યના બીજથી સર્વે આનંદ પામવા લાગ્યા. સ્વાતી નક્ષત્રનું જલ એકવાર મળે તો પણ ધાન્ય ઉત્પન્ન થાય છે. ચાર શ્રેષ્ઠિપુત્રમાં ધનેશ્વર અને ધનપતિ જરા માયાવી હતા, અને પ્રાણની વૃત્તિ તે ચારેથી શુદ્ધ હતી. તે દ્રોણ આયુષ્યને ક્ષય થતાં પ્રથમ મૃત્યુ પામી મુનિદાનના પ્રભાવથી હસ્તીનાપુરના