________________
૨૫૬
સગ ૫ મે યાને કલેશ પમાડે તે વૃથા છે. જે ઈદ્રિયોના ગ્રામને જીત નથી તે દુઃખે પ્રતિબંધ પામી શકે છે, માટે સર્વ દુઃખમાંથી મુકત થવાને ઈદ્રિયાન જય કરે. ઈંદ્રિયની સર્વથા પ્રવૃત્તિ કરવી નહી તેથી કાંઈ તેને વિજય થતો નથી, પણ તેના વડે ઉપજતા “રાગદ્વેષથી મુક્ત થવું, જેથી તેનો પ્રવૃત્તિ પણ તેના જય રૂપ થાય છે. પછી તે ઈતિ
યોના વિષય તેની પાસે રહ્યા હોય તે પણ ઈદ્રિયોથી સ્પર્શ કરવાને અશક્ય થાય છે, “માટે બુદ્ધિમાન પુરૂષે તેમાં જે રાગદ્વેષ ઉપજે છે તેને તજી દેવા. સદા સંયમી યોગીઓની
ઈદ્રિયો હણાયેલી જ હોય છે, તેથી તેઓના નિહિત અર્થ હણાયેલા હોતા નથી અને “અહિતકારી વસ્તુઓ હણાયેલ હોય છે. જીતેલી ઈદ્રિયો મોક્ષને માટે થાય છે અને નહીં “જીતેલી સંસારને માટે થાય છે, માટે તેમાં જે તફાવત છે તેને સમજીને જે યોગ્ય લાગે
તે કરવું. રૂ વિગેરેના કોમળ સ્પર્શમાં અને પાષાણ વિગેરેના કઠોર સ્પર્શમાં જે પ્રીતિ “અને અપ્રીતિ થાય છે તે મિથ્યા છે, એવું ધારી તેને ત્યાગ કરવાવડે સ્પર્શ ઈદ્રિયને
જય કરે. ભઠ્ય પદાર્થોના સ્વાદિષ્ટ રસમાં અને કટુ રસમાં પ્રીતિ ને અપ્રીતિ બંનેને “તજીને જિહા ઈદ્રિયને જીતી લેવી. સુગંધ અને દુર્ગધ ધ્રાણેદ્રિયમાં પ્રાપ્ત થતાં તેને વતુ પરિણામરૂપ વિચારીને પ્રાણ ઈદ્રિયનો જય કરવો. મનહર કે નઠારું રૂપ જોઈને “તેના વડે ઉપજતા હર્ષ અને જુગુપ્સાને ત્યાગ કરી ચક્ષુ ઈદ્રિયને જીતી લેવી. વીણાદિ
કના શ્રાવ્ય-મધુર સ્વરમાં અને ગધેડા વિગેરેના દુઃશ્રાવ્ય સ્વરમાં પતિ અને જુગુપ્સાને “જીતવાથી શ્રોત્રંદ્રિયનો જય થાય. કોઈપણ સારા કે નઠારો એવો વિષય નથી કે જે “ઈદ્રિયોએ અનેક વખત ભગવ્યો ન હોય, તે શા માટે હવે સ્વસ્થપણાને ન સેવવું ? કઈવાર શુભ વિષયો અશુભ થઈ જાય છે અને અશુભ વિષયો શુભ થઈ જાય છે, તે ઈદ્રિયેથી કોનામાં રાગ ધરે કે કોનામાં વિરાગ ધરે? કદિ કઈ કારણથી તે વિષય રૂચિકર કે અરૂચિકર થાય પણ તત્ત્વથી જોતાં કદિપણ પદાર્થોમાં શુભ કે અશુભપણું “હોતું નથી, તેથી જે પ્રાણી મનની શુદ્ધિથી ઈદ્રિયોને જીતી કષાયને ક્ષીણ કરે છે તે થોડા કાળમાં અક્ષીણ સુખવાળા મોક્ષમાં જાય છે.”
આ પ્રમાણે કર્ણમાં અમૃતવૃષ્ટિ જેવી પ્રભુની દેશના સાંભળીને ચકાયુધ્ધ સંવેગ યુક્ત થઈ ભગવંતને કહ્યું- “હે સ્વામી ! માત્ર કલેશનાજ સ્થાનરૂપ એવા આ સંસારથી હું ભય પામ્યો છું. બલવાન અને વિવેકી પુરૂષનું પણ પુરૂવાભિમાન તેમાં રહેતું નથી. ઘરમાં જ્યારે અગ્નિ લાગે અને વહાણ જ્યારે ફુટી જાય તે વખતે તેનો નાયક તેમાં જે કાંઈ સારવસ્તુ હોય તે લઈને બીજે જાય છે તેમ જન્મ, જરા અને મરણાદિકથી વિકરાળ એવા આ સંસારમાંથી સારભૂત એવા એક આત્માને લઈને હું તમારે શરણે આવ્યું છું. હે પ્રભુ! આ ભવસાગરમાં પડતા એવા મારી ઉપેક્ષા કરશો નહીં. મને તે તે સંસારસમુદ્રથી ઉતરવાને નાવરૂપ દીક્ષા હમણા જ આપ.” પ્રભુએ કહ્યું કે “તમારા જેવા વિવેકીને તેમજ ઘટે છે.” આ પ્રમાણે કહેવાથી તરતજ ચકાયુધ પિતાના કવચધારી પુત્ર કુરૂચંદ્રને રાજ્ય સંખ્યું અને પિતે બીજા પાંત્રીસ રાજાઓની સાથે પ્રભુ પાસે સંઘની સાક્ષીએ દીક્ષા ગ્રહણ કરી.
ચકાયુધ વિગેરે છત્રીશ ગણધરોને પ્રભુએ ઉત્પાદ, વિરમ અને ધ્રૌવ્ય એ ત્રિપદીનો ઉપદેશ કર્યો તે ત્રિપદીને અનુસારે તેમણે દ્વાદશાંગી રચી. પછી પ્રભુએ તેમને અનુગઅનુજ્ઞા અને ગણાનુજ્ઞા આપી. તે સમયે ઘણા નર અને નારીઓ એ પ્રભુની પાસે દીક્ષા લીધી, અને કેટલાકે સમકિત પૂર્વક શ્રાવકપણું સ્વીકાર્યું. પ્રથમ પૌરૂષી પૂર્ણ થયા પછી
૧ હિતકારક અર્થ.