________________
સ ૫ મા
ધરાના રાજાઓએ આલેક અને પરલાકના સુખને માટે ચક્રવત્તીના સત્કાર કર્યો. ત્યાંથી ગંગાને તીરે જઈ પોતે ગંગાદેવીને સાધ્યા, અને સેનાપતિ પાસે ગંગાના ઉત્તર નિટ સધાવ્યેા. ત્યાંથી ચૈતાઢચ નીચેની ખ'ડપ્રપાતા નામની ગુફા પાસે આવ્યા, અને ત્યાં રહેલા નાટયમાલ દેવને વશ કર્યાં. સેનાનીએ દડરત્નથી તે ગુહાને ઉઘાડી, અટલે શાંતિનાથ ચ ક્રીએ ચક્રરત્નને અનુસરીને તેમાં પ્રવેશ કર્યા; અને પૂર્વની પેઠે મણિરત્ન હાથીના કુંભસ્થળપર રાખીને દીપકની જેમ કાંકણીરત્નવડે મંડલ આળેખી ગુહાગૃહના અંધકાર શાંત કરી દીધા. પછી સૌન્ય સહિત પ્રભુ વાકી રત્ને ખાંધેલી પાજથી ઉન્મન્ના અને નિમા નદીના જલને ઉતરી ગયા. પરાક્રમી પુરૂષોને કાંઈપણ દુષ્કર નથી, પ્રાંતે પોતાની મેળે ઉઘડી ગયેલા તે ગુહાના દક્ષિણ દ્વારથી પ્રભુ સિંહની જેમ સેના સહિત બહાર નીકળ્યા. પછી ગંગા નદીના વિપુલ તટની ઉપર ગંગાના તરંગ જેવા ચપલ અશ્વોથી અલ કૃત એવી પાતાની છાવણી નાખી. ત્યાં ગંગાના મુખપર નિવાસ કરીને રહેલા નૈસર્પ વિગેરે નવનિધિ શાંતિપ્રભુ પાસે આવીને તેમને વશ થયા. પછી પ્રભુએ સ્વચ્છંદી મ્લેચ્છ લાકાથી ભરપૂર એવું ગંગાનું દક્ષિણ નિષ્ટ એકપાળ સાથે તેની પેઠે સેનાપતિ પાસે સધાવી લીધું.
૨૫૨
આ પ્રમાણે શાંતિનાથ ચક્રવત્તી ષટ્ અરિવની જેમ ખડ ભરતને સાધી આઠસા વર્ષે પાછા આવ્યા, પ્રતિદિન અવિચ્છિન્ન પ્રયાણવડે માર્ગે ચાલતાં એ લક્ષ્મીના ધામ નરહસ્તી પ્રભુ અનુક્રમે હસ્તીનાપુર આવી પહેાંચ્યા. નગરમાં પ્રવેશ કરીને ચિરકાળના ઉત્કંઠિત મંત્રીજન અને પૌરજનાએ દેવીની જેમ અનિમેષ દૃષ્ટિએ જોયેલા પ્રભુ પેાતાના મહેલમાં આવ્યા. ત્યાં દેવતાઓએ અને બીજા મુગટબદ્ધ રાજાએ શાંતિનાથને ચક્રવત્તીપણાના અભિષેક કર્યાં. તે અભિષેકના ઉત્સવ કોઇપણ પ્રકારના દંડ, કર અને સુભટપ્રવેશ વિના ખાર વર્ષ સુધી હસ્તીનાપુરમાં પ્રવર્ત્યર્ડ,
ચક્રવત્તી શાંતિનાથ, જેની દરેકની હજાર હજાર યક્ષ્ા રક્ષા કરે છે એવાં ચૌદ રત્ન અને નવનિધિએ આશ્રિત કરેલા હતા. ચાસઠ હજાર અંત:પુરની સ્રીએથી પરવરેલા હતા. ચારાશીલાખ હાથી, ચેારાશીલાખ ઘેાડા અને તેટલાજ રથાથી વિભૂષિત હતા. છન્તુકટી ગ્રામ, છન્નુકાટી પાયદળ, ખત્રીશ હજાર દેશ અને તેટલા રાજાઓના તે સ્વામી હતા. ત્રણસો ને ત્રેસઠ સેાઈઆ તેમની સેવા કરતા હતા. અઢાર શ્રેણી પ્રશ્રેણીવડે તેમની ભૂમિ શેાલતી હતી. ખેાંતેરહજાર મોટા નગરીના રક્ષક હતા. એકહજારે ઉણા એક લાખ દ્રાણુ મુખ ઉપર તેમનું શાસન ચાલતુ હતુ. અડતાળીશ હજાર પત્તન અને ચાવીશહજાર કટ તથા મડમના તે અધીશ્વર હતા. વીશહજાર રત્નાદિકની ખાણાના અને સોળહજાર પેટ ગ્રામના તે ઈશ હતા. ચૌદહજાર સ`ખાધના તથા છપ્પન અતર દ્વીપના ઓગણપચાશ કુરાજ્યાના નાયક હતા. વિશેષ બીજું શું કહેવું ! તે ષટ્ખડ ભરતને ભાગવતા હતા. હમેશાં ગીત, નૃત્ય, તાંડવ, નાટકના અભિનય, પુષ્પચય અને જલક્રીડા વિગેરેથી ઉત્તમ સુખ અનુભવતા હતા. ચક્રવત્તી પણાના અભિષેકથી આરંભીને આઠસો વર્ષ ઊણા પચીસહજાર વર્ષો તેમણે રાજ્ય કરવામાં નિમન કર્યાં.
પ્રભુ હતા, અને
તે સમયે બ્રહ્મ દેવલાકમાં રહેનારા લેાકાંતિક દેવતાઓનાં આસના કોઈએ ચલાવ્યાં હોય તેમ કપાયમાન થયાં. તે વખતે ‘આ શુ થયુ” એમ સારસ્વતાદિ નવે પ્રકારના તે દેવતા સ`ભ્રાંત થઈ ગયા, પછી ક્ષણવારે અવિધજ્ઞાનવડે તેનુ કારણ જાણી તે માંહોમાંહે કહેવા લાગ્યા−“અરે ! આ જમૂદ્દીપના ભરતામાં શાંતિનાથ અર્હુતના દીક્ષાસમય નજીક આવ્યા છે. તેના પ્રભાવથી જાણે સચેતન થયા હોય તેમ આ આસના આપણને