________________
પવ ૪ છું.
૯૯
શક્તિને ફૂંકવા લાગ્યા; કોઇ ભયંકર સર્પની જેવા શલ્યાની વૃષ્ટિ કરવા લાગ્યા, અને કોઇ જાણે બીજા ગરૂડા હોય તેવા પત્રાથી સ્કુરાયમાન પત્રી જાતના શસ્ત્રોને વર્ષાવવા લાગ્યા. એવી રીતે અને સૈન્યમાં ઉછળતા અને પડતા એવા આયુધોથી આકાશ અને પૃથ્વી જાણે વિવિધ જાતનાં શસ્ત્રોથી વ્યાપ્ત હોય તેમ દેખાવા લાગ્યું. કોઈ તરત છેદીને હાથમાં ગ્રહણ કરેલા શત્રુઓના મસ્તકાવડે જાણે ઉદ્ભટ ક્ષેત્રપાલા હોય તેમ રણભૂમિમાં દેખાવા લાગ્યા. હાથીના મુખથી જેમ ગણપતિ અને ઘેાડાઓના મુખથી જેમ નરો ઓળખાય તેમ કબ`ધ ઉપર પડેલા હાથી અને અશ્વોના મસ્તકને લીધે અનેક સૈનિકા તેવા દેખાવા લાગ્યા. તરત છેદાઇને ઘણીવાર કટીભાગ ઉપર પડેલા પેાતાના મસ્તકવડે નાભિ ઉપર મુખવાળા ભૂત હાય તેમ કેટલાક જણાવા લાગ્યા. કાઈ વીર પુરૂષાના કબધા દેવીના સ્વય‘વરથી જાણે ઘણા હર્ષ પામ્યા હોય તેમ નૃત્ય કરવા લાગ્યા. કોઈના મસ્તકા છુટા પડી ગયા છતાં પણ જાણે કખ ધ ઉપર ચડવાને આદરથી મા બેાલતા હોય તેમ ધ્રુજાર
શબ્દો કરવા લાગ્યા.
આ પ્રમાણે કલ્પાંત કાળની જેવા ભયંકર સંગ્રામ પ્રવન્ત્યé, તે વખતે ત્રિપૃષ્ટ વાસુદેવે પેાતાના રથ અવ્ગ્રીવના રથની સામે હુંકાર્યાં. મહારથીઓમાં અગ્રણી એવા બલરામ પણ સ્નેહના ગુણથી આકર્ષાઇ પાતાના અનુજ ત્રિપૃષ્ટના રથની પાસે પાતાના રથના ઘોડા કેરીને આવ્યા. તે વખતે અશ્ર્વગ્રીવ અત્યંત ક્રોધથી રાતાં થયેલાં નેત્રા પ્રસારી તેમની સામે જોતા જોતા જાણે તે બંનેનું પાન કરી જવાને ઈચ્છતા હાય તેમ ખેલ્યા અરે ! તમારા બંનેમાં મારા ચ`ડિસ'હ દ્વેતપર ધસારો કરનાર કાણુ છે ? અને પશ્ચિમ દિશાના અંતમાં રહેલા સિંહના ઘાત કરીને દુદ થનારો કાણુ છે ? પેાતાનાજ વધને માટે વિષકન્યા જેવી જવલનજટીની સ્વય...પ્રભા કન્યાને કાણુ પરણ્યા છે ? વાનર જેમ સૂર્ય સામી ફાળ મારે, તેમ મારી ઉપર ફાળ મારનાર કાણુ છે ? કયા મૂઢ બુદ્ધિવાળા પુરૂષ મને સ્વામી તરીકે નથી માનતા ? આટલીવાર સૈન્યના ક્ષય થતાં પણ તમે શા માટે ઉપેક્ષા કરી ? તમે એ કાના આશ્રયથી મારી સામે થયા છેા ? અરે બાળકા ! આના પ્રત્યુત્તર આપે, અને પછી અનુક્રમે અથવા એક સાથે, સિ'હની સાથે હાથીના ખાળકોની જેમ તમે મારી સાથે યુદ્ધ કરો.'' આવાં અવગ્રીવનાં વચન સાંભળી ત્રિપૃષ્ટ હસતાં હસતાં ખેલ્યા-“અરે ! દુષ્ટ ! તારા દૂતને ઘણુ કરનાર, પશ્ચિમના સિંહના શિકાર કરનાર, સ્વયંપ્રભાને પરણનાર તને સ્વામી તરીકે નહી. માનનાર અને આટલી વાર તારી ઉપેક્ષા કરનાર હુ પોતે ત્રિપૃષ્ટ છું. અને ખલથી બળવાન સૌન્યને નાશ કરનારા જયેષ્ઠ ભ્રાતા બલરામ છે, ત્રણ લેાકમાં પણ તેની સામે ટકી શકે તેવા કાઈ નથી, તે તું કેણુ માત્ર છે? હે મહાબાહુ ! જો તારે અભિમત હોય તે સૈન્યના ક્ષય કરવાની કાંઇ જરૂર નથી. તું પોતે અસ્ર ગ્રહણ કર, તું મારા રણભૂમિના અતિથિ છે. આપણુ અંનેનુ દ્વયુદ્ધ થાઓ, ભુજાઓનુ કૌતુક પૂ થાઓ, અને બન્ને સૈન્યના સુભટા માત્ર સભ્ય થઇને જોયા કરો,’:
આ પ્રમાણે અશ્વગ્રીવ અને ત્રિપૃષ્ટ બન્નેએ અગીકાર કરીને પોતપોતાના છડીદારો પાસે પાતપાતાના સૌન્યાને યુદ્ધ કરતા અટકાવ્યા. પછી એક હાથ મધ્યમાં રાખી અને બીજો હાથ કામઠાની અણી ઉપર રાખી અશ્વગ્રીવે યમરાજની ભ્રકુટી જેવા ભય કર ધનુષની ઉપર પણછ ચડાવી. પછી રણુલક્ષ્મીની ક્રીડાના સંગીતની જાણે વીણા હોય તેવી ધનુષની પછ મયૂરગ્રીવના પુત્ર હાથવડે વગાડી. તરતજ ત્રિપૃષ્ટ વાસુદેવે નિશામત્સ્યની જેમ શત્રુઓના નાશને સૂચવનારા શાહૂઁગ નામના ધનુષને પણછ ચડાવી; અને લના નિઘોષ