________________
૧૧૨
સર્ગ ૨ જે “મેઘની ધારાઓથી, ગોશીષચંદનના લેપનથી અને કદલીઓના ઘાટા ઉદ્યાનથી જે “દુઃખોનો પરિતાપ શમી જતો નથી તે તમારા દર્શન માત્રથી તત્કાલ શાંતિ પામી જાય છે. અનેક પ્રકારના કવાથ (ઉકાળા)થી, જાતજાતના ચૂણેથી, ઘણા પ્રકારના લેપથી,
અનેક પ્રકારની શસ્ત્રક્રિયાથી તથા બહુ રીતના મંત્રપ્રયોગોથી જે રગે છેરાતા નથી તે “ કહેવું ! ટુંકામાં એટલું કહેવાનું છે કે જે કાંઈ આ જગતમાં અસાધ્ય છે તે તમારા “ દર્શન માત્રથી સાધ્ય થઈ જાય છે. માટે હે જગત્પતિ ! આ તમારા દર્શનનું હું એ ફલ “ ઈચ્છું છું કે વારંવાર મને તમારું દર્શન થાઓ.”
આ પ્રમાણે પ્રભુની સ્તુતિ કરી, તેમને લઈ યાદેવીને પડખે મૂકી પ્રભુને નમસ્કાર કર્યો. પછી દેવીની અવસ્થાપિની નિદ્રા હરી, તેમના પડખામાંથી પ્રભુનું પ્રતિબિંબ લઈ શક્ર ઈદ્ર સ્વર્ગમાં ગયો, અને બીજા ઈંદ્રો મેરૂપર્વતથી પરંભાર્યા સ્વસ્થાને ગયા.
પછી પ્રાતઃકાલે કમલેને વિકાસ કરનારા સૂર્યોદયની જેમ જગતના ચિત્તોને વિકાસ કરનાર વસુપૂજ્ય રાજાએ જન્મોત્સવ કર્યો, અને વસુપૂજ્ય તથા જયદેવીએ શુભ દિવસે પ્રભુનું વાસુપૂજ્ય એવું યથાર્થ નામ પાડયું. શક્ર ઇદ્ર અંગુઠામાં સંક્રમાવેલા અમૃતને ચુસવાથી પ્રભુ વધવા લાગ્યા. કારણ કે અહંત ભગવાનને ધાત્રી માતાઓ બીજા કાર્ય કરવાથી જ ગણાય છે, સ્તનપાન કરાવ્યાથી ધાત્રી ગણાતી નથી. ઇંદ્રની આજ્ઞાથી પાંચ દેવાંગનાઓ ધાત્રીપણે છાયાની પેઠે પ્રભુની સાથે રહેતી હતી, અને તેમનાથી લાલનપાલન થયેલા પ્રભુ વૃદ્ધિ પામતા હતા. સમાન વયના થઈને આવેલા દેવકુમારની સાથે કોઈવાર સુવર્ણરત્નમય દિવ્ય દડાઓથી, કોઈવાર હીરારનજડિત શંકુલા (ડી)થી કઈવાર ભ્રમરની પેઠે ભમવાની ક્રીડાથી, કોઇવાર માંહોમાંહી દાવ કરી આ મલીના વૃક્ષ ઉપર ચડવાની ક્રીડાથી, કઈવાર ફાલ મારવાની ક્રિીડાથી, કોઈવાર ઠેકવાથી રમતથી, કેઈવાર પાણીમાં તરવાથી, કોઇવાર સિંહનાદની રમતથી, કોઈવાર મુષ્ટિયુદ્ધથી અને કોઈવાર બાહુયુદ્ધથી કીડા કરતા એવા પ્રભુએ બાલ્યપણાને યોગ્ય એવી શિશુવય નિર્ગમન કરી.
અનકમે સીત્તોર ધનુષ ઊંચા ને સર્વ લક્ષણેએ યુક્ત એવા પ્રભુ મૃગાક્ષીઓના મનને હરનારું યૌવનવય પામ્યા. એક દિવસે સંસારસુખથી વિમુખ જણાતા વાસુપૂજ્ય પ્રભુને તેમના માતાપિતા પુત્રપણાને વાત્સલ્યભાવથી આ પ્રમાણે કહેવા લાગ્યા–“ હે કુમાર ! તમારા જેવા પુત્રના જન્મ માત્રથી જગતુ બધાના અને અમારા સર્વ મનોરથો પૂર્ણ થયા છે, તોપણ કાંઈક તમને કહેવાનું છે કારણકે અમૃતથી કોણ તૃપ્તિ પામે ? મધ્ય દેશમાં વત્સ દેશમાં, ગૌડ દેશમાં, મગદેશમાં, કોશલ દેશમાં, પ્રાગૃતિષમાં, નેપાળદેશમાં, વિદેહદેશમાં, કલિંગદેશમાં, પુંડ્ર દેશમાંતામ્રલિપ્તમાં, મૂલ દેશમાં, મલય દેશમાં, મુદ્રગર દેશમાં, મતલવર્ણા દેશમાં, બ્રહ્મોત્તર દેશમાં, અને બીજા પણ પૂર્વદિશાના આભૂષણરૂપ સર્વ દેશોમાં તથા ડાહલ દેશમાં, દશાર્ણદેશમાં, વિદર્ભ દેશમાં, અમક દેશમાં, કુંતલ દેશમાં, મહારાષ્ટ્ર દેશમાં, અંધ્ર દેશમાં, મુરલ દેશમાં, કથકૅશિક દેશમાં, સુપ્પર દેશમાં, કેરલ દેશમાં. દ્રમિલ દેશમાં, પાંડ દેશમાં, દંડક દેશમાં, ચૌડ દેશમાં, નાશિક્ય દેશમાં, કોંકણ દેશમાં. કૌર વાનવાસ દેશમાં, કોલ્લાદ્રિમાં, સિંહલ દેશમાં અને બીજા પણ દક્ષિણ દિશાના દેશોમાં, સૌરાષ્ટ્ર દેશમાં, ત્રિવણ કેશમાં, દશેરક દેશમાં, અબુદાચલમાં, કચ્છ દેશમાં, આવર્તક દેશમાં, બ્રાહ્મણવાહમાં, યવન દેશમાં, સિંધુ દેશમાં અને બીજા પણ પશ્ચિમ દિશાના દેશોમાં, તથા શક દેશમાં, કેક [ કાબુલ) દેશમાં, કેણું દેશમાં, હૂણ દેશમાં,