________________
૧૭૬
સગ ૭ મે
ધારાથી તે અશ્વ ચાલવા લાગ્યું. પરંતુ પછી મધ્યાહ્નકાલ થયો ત્યારે ક્ષુધા અને પિપાસાથી પીડિત થઈને જિલ્લા કાઢતે તે ઉભે રહ્યો; એટલે ધાસથી જેને કંઠ પૂરાઈ ગયે છે અને જેના ચરણ અકડાઈ ગયા છે એવા તે અશ્વ ઉપરથી, પડતી દીવાલ પરથી ઉતરી પડે તેમ તમારા મિત્ર ઉતરી પડયા. પછી અશ્વના ઉદર ઉપરથી બંધન અને લાંબે પટ્ટો છોડીને તેના પલાણ અને લગામ ઉતારી લીધા. તે વખતે તે અશ્વ ગતિ પૂર્ણ થવાથી પૃથ્વી ઉપર પડી ગયા અને જાણે પડવાના ભયથી હોય તેમ તત્કાળ તેને પ્રાણ નીકળી ગયા. પછી આર્યપુત્ર જલપાન કરવાની ઈચ્છાથી આમ તેમ જળ શોધવાને માટે તે ભૂમિમાં ફરવા લાગ્યા.
૫ મેરૂ ભૂમિના જેમ કયાંય પણ જળ તેના જોવામાં આવ્યું નહીં'. અંગની સુકુમારતાથી, અત્યંત ક્રૂર આવવાના શ્રમથી અને અટવીના દાવાનળના દાહથી તમારા મિત્ર ઘણા આકુળવ્યાકુલ થઈ ગયા. તેથી નજીક રહેલા સપ્તપર્ણ વૃક્ષની નીચે જઈને બેઠા, તેવા જ નેત્ર મીંચીને પૃથ્વી પર પડયા. તે વખતે પુણ્યગે તે વનના અધિષ્ઠાયક યક્ષે આવીને અમૃતની જેવા શીતળ જળવડે તેના સર્વ અંગ ઉપર સિંચન કર્યું. તેનાથી સંજ્ઞા પ્રાપ્ત કરીને બેઠા થયા પછી તે દેવતાના આપેલા જળનું તેમણે પાન કર્યું. પછી તમારા મિત્રે ધીમેથી તેને પૂછયું-તમો કોણ છે ? અને આ જળ કયાંથી લાવ્યા છે ?” યક્ષે કહ્યું- હું અહીં વસનારે યક્ષ છું અને આ જળ તમારે માટે માનસ સરોવરમાંથી લાવ્યો છું.' ફરી આર્યપુત્ર બોલ્યા- આ મારા અંગમાં એટલે બધે સંતાપ થાય છે કે જે માનસરોવરમાં નાહ્યા વગર શાંત થશે નહીં. તે વખતે તમારી ઈચ્છા હું પૂરી કરીશ” એમ કહીને તે યક્ષરાજ તમારા મિત્રને કદલી વૃક્ષના સંપુટમાં બેસારી માનસરોવરે લઈ ગયે. ત્યાં મહાવત જેમ હાથીને સ્નાન કરાવે તેમ શીતળ અને નિર્મલ જલવડે તેણે આર્યપુત્રને સ્નાન કરાવ્યું. એટલે નિપુણ પગચંપી કરનાર પુરૂષની જેમ સર્વ અંગે સુખસ્પર્શવાળા એ જલથી તેમનો શ્રમ દૂર થઈ ગયા. તે વખતે તમારા મિત્રના પૂર્વ જન્મને શત્રુ અસિતાક્ષ નામે યક્ષ તમારા મિત્રને હણવાને માટે નવીન યમરાજ આવે તેમ ત્યાં આવ્યો “અરે ! ઉભો રહે, ભુપે સિંહ જેમ હાથીને જુએ તેમ મેં તને ઘણે કાળે જે છે, તો હવે તું કેટલેક દૂર જઈશ ?” આ પ્રમાણે કહી તિરસ્કારપૂર્વક તેણે એક લાકડી કે તેમ એક વૃક્ષ ઉછે. ડિીને તમારા મિત્રની ઉપર કયું. વૃક્ષને આવતું જે તમારા મિત્રે હાથી જેમ ધમણને ઉછાળે તેમ હાથના પ્રહાર વડે તેને દૂર ફેંકી દીધું. પછી કેધ પામેલા તે યક્ષે જાણે અકાલે કલ્પાંત કાલ થતો હોય તેમ જ ઉડાડીને સર્વ જગને અંધકારમય કરી દીધું અને ધૂમાડાના જેવા ધૂમ્રવણ તેમજ ભયંકર આકૃતિને ધારણ કરનારા હોવાથી જાણે અંધકારના સહોદર હોય તેવા કેટલાએક પિશાચ વિકુવ્યું. જાણે જંગમ ચિતાગ્નિ હોય તેમ જવાળાઓથી વિકરાળ મુખવાળા, પડતા વજના ધ્વનિ જે અટ્ટહાસ કરતા, પિંડાકાર કેશવાળા, દાવાનલ સહિત પર્વત હોય તેવાં પીળાં નેત્રવાળા, જેના કટરમાં સર્પ રહ્યા હોય તેવા જાણે વૃક્ષે હોય તેમ લાંબી જિહવાઓને ઘરના રા, અને તીણ વાંકી તથા મેટી દાઢેથી જાણે મુખમાં કાતીને ધારણ કરી હોય તેવા તે પિશાચ, મક્ષિકાઓ જેમ મધ ઉપર દેડે તેમ આર્યપુત્ર ઉપર દેડડ્યા. નટની જેમ શરીરથી અનેક પ્રકારની આકૃતિએ બતાવી તેઓ તેમની આગળ આવી ફરવા લાગ્યા. તથાપિ તમારા મિત્ર તેઓને ઈને જરા પણ ભય પામ્યા નહીં. એ બલવાન આર્યપુત્ર જ્યારે એવા પિશાચોથી ભય પા
મ્યા નહીં, ત્યારે તે યક્ષે અકાલે કાલપાસ જેવા નાગ પાસેથી તેમને બાંધી લીધા. પણ તત્કાળ ઉન્મત્ત હાથી જેમ પોતાના હસ્ત (સુંઢ) થી વલીઓને તોડે તેમ આર્યપુત્રે તે સર્વ નાગપ સ તોડી નાખ્યાં. પછી વિલ ખો થયેલો યક્ષ, સિંહ જેમ પુછવડે પર્વતના