________________
૨૪૪
સગ ૫ મે એવી રીતે સદા સામ્રાજ્યસુખમાં લીન એવા રાજા વિશ્વસેન અને અચિરા દેવીને કેટલેક કાળ ઇંદ્ર અને ઈંદ્રાણીની જેમ વ્યતીત થયું. તે સમયે અનુત્તર વિમાનમાં મુખ્ય સવાર્થસિદ્ધિ નામના વિમાનમાં મેઘરથના જીવે સુખમમ્રપણે પિતાનું આયુષ્ય પૂર્ણ કર્યું. ત્યાંથી ચવીને ભાદ્રપદ માસની કૃષ્ણ સપ્તમીએ ચંદ્ર ભરણી નક્ષત્રમાં આવતાં તે અચિરા દેવીની કુક્ષીમાં અવતર્યો. તે વખતે સુખે સુતેલા દેવીએ રાત્રિના શેષભાગે અનુક્રમે મુખમાં પ્રવેશ કરતાં ચૌદ મહાસ્વમ જોયાં. પ્રથમ સ્વને ઝરતા મજલના સુંગધથી મત્ત થયેલા ભ્રમરાઓના શબ્દો વડે જાણે મુખપ્રવેશની આજ્ઞા માગતા હોય તે ગજેન્દ્ર અવલે. બીજે સ્વપ્ન કૈલાશ પર્વતને છુટા પડેલે એક મોટો શિલા ભાગ હોય તેવો નિર્મળ અને શરીરની કાંતિથી પુંડરીક ગિરિની ઉત્કૃષ્ટ સમૃદ્ધિને લૂંટનારે વૃષભ જોયો. ત્રીજે સ્વને ઊંચા નાળવા વાળી કળિયુક્ત રાતા કમળ જેવા ઊંચા પુછવડે શોભતે કેશરીસિંહ દીઠે. એથે સ્વપ્ન બંને બાજુ બે હાથી જેને અભિષેક કરી રહ્યા છે એવા દીવ્ય રૂપવાળા મહાલક્ષ્મી જાણે પિતાનું બીજું રૂપ હોય તેવા જોયા. પાંચમે સ્વપ્ન આકાશલક્ષ્મીના આભૂષણ જેવી, ઋજુ હિત ધનુષ્ય સમાન પંચવર્ણી દિવ્ય પુષ્પોથી ગુંથેલી વિસ્તારવાળી માળા અવલોકી. છઠે સ્વને અખંડ આકાશમંડલમાં ઉદ્યોત કરતે પૂર્ણિમાને ચંદ્ર જાણે દિશાઓનું નિર્મલ રૂપાનું દર્પણ હોય તેવો દીઠે. સાતમે સ્વને રાત્રિ છતાં દિવસની શોભા બતાવતે કિરણરૂ૫ અંકુરના ઉદ્દભવમાં કંદરૂપ સૂર્ય જોયે, આઠમે સ્વને નૃતકીઓ રૂપ પતાકાઓના નૃત્યમંદિર જેવો અને દૃષ્ટિને વિશ્રામગૃહ જે મહાધ્વજ જોવામાં આવ્યો. નવમે સ્વને જાણે લક્ષ્મીને રહેવાનું સ્થાન હોય તેવો અને સુગંધી વિકસિત કમળવડે ઢાંકેલા મુખવાળો વિશાળ પૂર્ણ કુંભ દીઠ દશમે સ્વપ્ન જાણે બીજો પબ્રાહુદ હોય તેવું વિકસિત સુગંધી કમલથી મનહર જળપૂર્ણ સરોવર જોયું. અગ્યારમે સ્વપ્ન આકાશની અદ્મમાલાને આલિંગન કરવા ઈચ્છતો હોય તેમ તરગરૂપ કરને ઉછાળતે અપાર સાગર અવલોક્યો. બારમે સ્વને આકાશમાં રહેલે મહેલ હોય તેવું, વિચિત્ર રત્નમય કલશવાળું અને પતીકાના ભારથી ભિત અપ્રતિમ વિમાન જોયું. તેરમે સ્વપ્ન પ્રકાશમય કિરણોથી આકાશને લિંપતો હોય તે અને સૂર્યાદિ જ્યોતિષીને બનાવવાના પુદગલેને જાણે સમૂહ હોય તે રત્નપુંજ જોવામાં આવ્યું. ચૌદમે સ્વપ્ન જાણે ઘણી જિહા હોય તેવી આકાશને ચાટતી જવાળાઓથી અંધકારના પૂરતો ગ્રાસ કરતે નિધૂમ અગ્નિ જોયે.
આ પ્રમાણે ચૌદ સ્વપ્ન જોઈને અચિરા દેવીએ જાગ્રત થઈ શય્યામાંથી ઉઠી વિશ્વસેન રાજાને કહ્યાં. તે સાંભળી રાજાને કહ્યું-“હે મહાદેવી ! આ સ્વપ્નથી લોકોત્તર ગુણવાળો અને ત્રણ લોકનું રક્ષણ કરવામાં તત્પર એવે તમારે પુત્ર થશે.” પ્રાતઃકાલે નિમિત્તિયા એને બેલાવીને પૂછતાં તેઓએ પણ કહ્યું કે “આ સ્વપ્નોથી તમારે ચક્રી અથવા ધર્મચકી (તીર્થકર) પુત્ર થશે.” રાજાએ તે સ્વપ્નાર્થ જાણનારા નિમિત્તિઓને સત્કાર કરીને વિદાય કર્યા. તે દિવસથી દેવીએ રત્નગર્ભાની જેમ તે ગર્ભ રત્નને ધારણ કર્યો. તે સમયમાં પ્રથમથી કરદેશમાં ઉદ્વેગ અને મહામારી વિગેરે અનેક અશિવ ઉત્પાતો પ્રવર્તતા હતા. તેઓની શાંતિને માટે ઉપાય જાણનારા લેકે એ અનેક ઉપાયે ક્ય, તથાપિ જલવડે વડવાનળની જેમ તે જરા પણ શાંત થયા હતા, પણ જ્યારે ભગવંત શ્રી અચિરા દેવીના ઉદરમાં ગર્ભરૂપે આવ્યા, તે વખતથીજ તે સર્વ અશિવકારી ઉષાત શમી ગયા. અહંત પ્રભુને પ્રભાવ નિરવધિ છે,
પછી નવ માસ અને સાડા સાત દિવસ જતાં યેષ્ઠ માસની કૃષ્ણ ત્રયોદશીને દિવસે ચંદ્ર ભરણી નક્ષત્રમાં આવ્યા હતા અને સર્વ ગ્રહ ઉચ્ચ સ્થાને રહ્યા હતા તે સમયે