________________
૨૪૨
સર્ગ ૪ થે
વિગેરે સાત પુત્રી અને ચાર હજાર રાજાઓની સાથે ભગવંતની પાસે આવી સર્વ સાવદ્ય વિરતિ ગ્રહણ કરી. દુસહ પરીસહ અને ઉપસર્ગોને સહન કરતા, ત્રણ ગુપ્તિ તથા પંચ સમિતિને ધારણ કરતા, પિતાના શરીરમાં પણ આકાંક્ષા નહીં રાખતા, વિવિધ અભિગ્રહ તથા તપને આચરતા અને એકાદશ અંગને ધારણ કરતા મેઘરથ મનિ દઢરથની સાથે પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. અનુક્રમે અહંતભક્તિ વિગેરે શુભ વીશ સ્થાનકોના આરાધનથી તેમણે અતિ દુષ્કર એવું અહંના મગોત્ર ઉપાર્જન કર્યું. તે મહાત્મા મેઘરથ મુનિએ સિંહવિક્રીડિત નાને દુસ્તપ તપ કરી એક લાખ પૂર્વ સુધી અખંડિત સાધુપણું પાળી, અંબર તિલક નામના પર્વત પર ચડી પર્વતની જેમ સ્થિર રહી, અનશન ધારણ કર્યું. અનુક્રમે આયુષ્ય પૂર્ણ કરી મેઘરથ મુનિ સર્વાર્થસિદ્ધ નામે વિમાનમાં ઉત્પન્ન થયા, અને તેમના લઘુ ભ્રાતા દઢરથે પણ ત્યાંજ ઉત્પન્ન થયા. ત્યાં તે બંનેએ તેત્રીશ સાગરોપમ પર્યત કાળ અવ્યયપદ પામવાના વિસામા રૂપ મહાસુખમાં વ્યતીત કર્યો.
SEB POUSADIPUR00803992388888888888852
___ इत्याचार्यश्रीहेमचन्द्रविरचिते त्रिशष्टिशलाकापुरुषचरिते महाकाव्ये पंचमपर्वणि श्रीशांतिनाथदेवस्यदशमैकादशभव
વર્ણનો નામ સાથે સઃ O BB3888888888888888888 ROBE ESSERE
BEGARBA
D