________________
પર્વ ૫ મું
૨૫ મૃગાંકને પૂર્વ દિશા પ્રસવે તેમ અચિરાદેવીએ મૃગના અંકવાળા કનકવણું એક કુમારને જન્મ આપ્યો. તે સમયે ત્રણ જગતમાં ઉદ્યોત થઈ રહ્યો, ક્ષણવાર નારકી જીવોને પણ અપૂર્વ સુખ થયું, અને દિકકુમારીઓનાં આસન કંપાયમાન થયાં; એટલે તેઓ અવધિજ્ઞાનથી પ્રભુને જન્મ થયો જાણીને હર્ષ પામી પ્રથમ અધલકથી આઠ દિફકુમારીઓ વિશ્વસેન રાજાના મંદિરમાં આવી અને વિધિથી પ્રભુને અને તેમની માતાને પ્રણામ કર્યો.
અચિરા દેવીને તેમણે પિતાને આત્મા એાળખાવી “તમે બીશે નહીં” એમ કહ્યું, અને સંવર્તક પવન વિકુવીને એક યોજન પચત પૃથ્વીની રજ દૂર કરી. પછી પ્રભુની અને માતાથી અતિ દૂર નહીં તેમ અતિ નજીક નહીં તેવી રીતે રહીને ગાયન કરનારીઓની જેમ પ્રભુના ગુણ ગાવા લાગી. ઉર્વ લોકમાંથી આઠ દિકકુમારીએ આવી. તેઓ વિધિ પૂર્વક પૂર્વવત્ સર્વ ર્યા પછી મેઘ વિમુવીને જન પર્યત પૃથ્વી પર જળ સિંચન કરી પ્રભુના ગુણ ગાતી ઉભી રહી. પૂર્વ રૂચથી હાથમાં દર્પણ લઈ આઠ દિકુમારીઓ આવી; તેઓ પ્રભુને અને માતાને પ્રણામ કરી પ્રભુના ગુણગાન કરતી પૂર્વ દિશામાં ઉભી રહી. દક્ષિણ રૂચથી હાથમાં ઝારીઓ લઈ આઠ દિકુમારીઓ આવી, અને પ્રભુને તથા માતાને નમી પ્રભુના ગુણ ગાતી દક્ષિણ દિશામાં ઉભી રહી. પશ્ચિમ રૂચકમાંથી હાથમાં પંખા લઈને આઠ દિકકુમારીએ આવી; તેઓ પ્રભુને અને અચિરા દેવીને નમી પ્રભુના ગુણ ગાતી પશ્ચિમ દિશામાં ઉભી રહી. ઉત્તર રૂચકથી હાથમાં ચામર લઈને આઠ દિકુમારીઓ આવી; તેઓ પૂર્વવત્ પ્રણામ કરી પ્રભુના ગુણ ગાતી ઉત્તર દિશામાં ઉભી રહી. ચાર વિદિશાઓના રૂચક ગિરિથી ચાર દિકુમારીએ હાથમાં દીપક લઈને આવી, અને પૂર્વની પેઠે પ્રણામ કરી પ્રભુને ગુણ ગાતી વિદિશાઓમાં ઉભી રહી. રૂચકદ્વીપમાંથી બીજી ચાર દિકુમારીઓએ આવીને પ્રભુને અને માતાને પ્રણામ કરી પ્રભુનું ચાર અંગુળ ઉપરાંત નાળ છેદન કર્યું, પછી એક ખાડે છેદી તેમાં દ્રવ્યનિધિની જેમ નાળ પધરાવી રત્ન અને હીરાવડે ખાડો પૂરી દઈ દૂર્વાથી તેની ઉપર પીઠ બાંધી લીધી. પૂર્વ, ઉત્તર અને દક્ષિણ દિશાઓમાં તેમણે ચતુઃશાળ સહિત ત્રણ કદલીગૃહ વિદુર્થી. પ્રથમ દક્ષિણ દિશાના કદલીગૃહમાં પ્રભુને અને માતાને લાવી ચતુ:શાળના મધ્ય ભાગમાં રચેલા રત્નસિંહાસનપર બેસાર્યા. ત્યાં બંનેને દિવ્ય સુધી તૈલથી અત્યંગન કરીને સુગંધી દ્રવ્યથી અંગનું ઉદ્વર્તન કર્યું. પછી પૂર્વ દિશાના કદલીગૃહમાં લઈ જઈ સિંહાસન પર બેસારી સુંગધી શુદ્ધોદકવડે તેમને સ્નાન કરાવ્યું. પછી દિવ્ય વસ્ત્રાલંકાર ધરાવી બંનેને ઉત્તર દિશાના રંભા ગૃહમાં લઈ જઈને રત્નસિંહાસન પર બેસાર્યા. પછી અભિયોગિક દેવતાની પાસે ક્ષદ્ર હિમાલય પર્વતથી ગશીર્ષ ચંદન મંગાવી તેને બાળીને બનેને રક્ષાગ્રંથી બાંધી. પછી તમારૂ પર્વતના જેટલું આયુષ્ય થાઓ” એવું પ્રભુના કાનમાં કહી બે રત્નમય પાષાણના ગેળાનું આસ્ફાલન કર્યું. પછી પ્રભુને અને માતાને પાછા તેઓ સૂતિકાગ્રહમાં લઈ જઈ પલંગ પર બેસારી ભગવંતના ગુણ ગાતી ગાતી ઉભી રહી.
તે સમયે સૌધર્મ ઈન્દ્રનું આસન કંપવાથી પ્રભુને જન્મ જાણી પાલક વિમાનમાં બેસી પરિવાર સાથે તે પ્રભુ પાસે આવ્યા. “કુક્ષિમાં રત્નને ધારણ કરનારા હે દેવી! તમને નમસ્કાર છે એમ કહી અચિરા દેવીપર અવસ્થાપિની નિદ્રા મૂકી, તથા તેમની પાસે પ્રભનું પ્રતિબિંબ મૂકી પોતે ચાર દર્પણની જેમ પાંચ રૂપે થયા. તેમાંથી એક રૂપે પ્રભુને ( ૧ ચંદ્ર. ૨ ચિન્હ (લંછન.) ૩. ચાર દર્પણ ચારે બાજુ મૂક્યા હોય તો તેમાં ચાર પ્રતિબિંબ પડે અને એક પોતે હોય તે મળીને જેમ પાંચ રૂપ થાય તેમ.