________________
સર્ગ ૫ મ.
આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં ઋદ્ધિવાન કરદેશને વિષે હસ્તીનાપુર નામે નગર છે. તે નગરમાં આવેલા મહેલોને માથે રહેલા કનકકુંભ નવા ઉત્પન્ન થયેલા સ્થળકમળના વનની શેભાને ધારણ કરે છે. ત્યાં આસપાસ વલયાકારે રહેલી વાપીકાએ તેના સ્વચ્છ અને નિર્મળ જળમાં કિલ્લાનું પ્રતિબિંબ પડવાને લીધે જાણે નગરના કિલ્લાનું દર્પણ હોય તેવી શેભે છે. ઉદ્યાનોમાં વહેતી નીકેને કાંઠે કાઠે રહેલા સિનગ્ધ કુમે જલ લેવાને ઉતરેલા મેઘ હોય તેવા જણાય છે. ધનાઢનાં મંદિરની રત્નમય ભી તેમાં રાત્રિએ પ્રતિબિંબ રૂપે પડેલા ચંદ્રને મારે દધિપિંડ ધારીને ચાલ્યા કરે છે. જિનચૈત્યમાં બળતી અગરૂધૂપની લતાઓ (ધૂમ્રશિખાઓ ) ખેચરીઓને યત્ન વગર પટવાસની શોભાને આપે છે. ચૌટામાં દુકાનની શ્રેણીમાં લટકતી રત્નની માળાઓથી જાણે રત્નાકરથી રત્ન સર્વસ્વ અહીં આણેલું હોય તેમ દેખાય છે. પવનથી હાલતી ચાની ધ્વજાઓની પૃથ્વી પર પડતી ચપળ છાયા જાણે ધર્મનિધાનની રક્ષા કરનારા સર્પો હોય તેવી જણાય છે, અને જેમની ભૂમિ ઈદ્રનીલ મણિઓથી જડેલી છે એવા નિવાસગૃહો જલપૂર્ણ ક્રીડાવા પીકાની જેવા દેખાય છે.
તે નગરીમાં ઈંવાકુ વંશરૂપ સાગરમાં ચંદ્રરૂપ હોવાથી નેત્રને ઉત્સવ આપનાર અને કૌત્તિરૂપ ચંદ્રિકાથી જગતનું પ્રક્ષાલન કરનાર વિશ્વસેન નામે રાજા હતો. તે રાજ શરણ્ય જનને વજી મંદિર જે, યાચકને કલ્પવૃક્ષ જે, અને લક્ષ્મી તથા સરસ્વતીને મિત્રતાની સંકેતભૂમિ હતો. જાણે બીજે સમુદ્ર હોય તેવો તેનો યશેરાશિ નદીઓની જેમ શત્રુઓની કીર્તિને ગળી જતો હતો. પ્રભાવથી શત્રુઓને સાધનારા તે રાજાનાં અસ્ત્રો નિધાનરૂપે કરેલા વિત્તની જેમ વગર વપરાયે પડયા રહેતાં હતાં. જાણે બંનેમાં સરખી રીતે વર્તતો હોય તેમ તે યુદ્ધ કરનારના ગળા ઉપર ચરણ અને શરણાથીના પૃષ્ઠ ભાગ ઉપર હાથ મૂકતો હતું. તેણે રણુગણમાં સ્થાનમાંથી ખેંચેલી તરવાર વેચ્છાએ આવેલી વિજયલક્ષમી સહિત પાછી કશમાં દાખલ થતી હતી. તેને ન્યાય બંધુ હતો, કીર્તિ પ્રિયા હતી, નિર્મલ ગુણો સહદ (મિત્રો) હતા અને પ્રતાપ પેદલરૂપ હતો. ઈત્યાદિક સર્વ પરિવાર તેના અંગમાંથી જ ઉત્પન્ન થયેલ હતા. ઉન્નતિને પામેલા અને જગતને આનંદ આપનારા તે રાજાને મેઘને વિધુતની જેમ અચિરા નામે એક પત્નિ હતી. જેવી રીતે તે દેવી સર્વ સ્ત્રીજનમાં શિરમણિ હતી, તેવી રીતે તેના વિનયાદિક ગુણોમાં શીલ પણ શિરોમણિ હતુંતે શ્રેષ્ઠ સતી હદય બહાર જેમ મુક્તાહાર હોય તેમ અહર્નિશ તેના પતિના હૃદયના અંતરંગ ભૂષણરૂપ હતી. તેનું રૂપ જતાં દેવતાની સ્ત્રીઓ તેના નિર્માણના બહિર્ભત પરમાણુઓથી રચેલી હોય તેવી દેખાતી હતી. એ જગદ્ગદ્યા સાધ્વી પ્રવાહ વડે ગંગાની જેમ ચરણન્યાસથી પૃથ્વીને પવિત્ર કરતી ફરતી હતી. તે કુલીન રમણી લજજાથી ગ્રીવાને નમાવીને ‘આ પૃથ્વી મારા પતિને પાલનીય છે” એવી પ્રીતિથી જ હોય તેમ પૃથ્વી પર જ દષ્ટિ રાખતી હતી. જેમ સૌમનસ વનની પુષ્પવાટિકામાં પુષ્પની જાતિ ખીલી રહે, તેમ તેનામાં સ્ત્રી જાતિ પેશ્ય સર્વે ગુણો ઉજજવળતાથી ખીલી રહ્યા હતા.