________________
२४६
સગ ૫ મો બે હાથમાં ધારણ કર્યા, બે રૂપે બે બાજુ ચામર વીંજવા લાગ્યા, એક રૂપે માથે ઉજજવળ છત્ર ધર્યું અને એક રૂપે વજ ઉછાળ આગળ ચાલ્યા. ક્ષણવારમાં મેરૂ પર્વત પર જઈ અતિપાંડુકબલા નામે શિલા પર આવ્યા. ત્યાં પ્રભુને ઉત્સંગમાં લઈ સિંહાસન ઉપર બેઠા. તે વખતે આસનપ્રકંપથી પ્રભુના જન્મને જાણીને અશ્રુત વિગેરે ત્રેસઠ ઇદ્રો પણ જાણે પ્રથમથી સંકેત કર્યો હોય તેમ ત્યાં આવ્યા. પછી સમુદ્રો, નદીઓ અને દ્રહો વિગેરેમાંથી લાવેલા જલવડે ભરેલા કુંભથી પ્રથમ અચ્યું પ્રભુને સ્નાન કરાવ્યું. બીજા બાસઠ ઈદ્રોએ પણ હાથમાં તીર્થજલના કુંભે લઈ તે સોળમા તીર્થકરને સ્નાન કરાવ્યું. પછી ઇશાનંદ્ર પાંચરૂપે થયા. એક રૂપે પ્રભુને ખેાળામાં લીધા, એક રૂપે છત્ર અને બે રૂપે ચામર ધારણ કર્યા, અને એક રૂપે ત્રિશળ લઈ આગળ ઉભા રહ્યા. પછી શક ઈદ્ર પ્રભુની ચારે બાજુ જાણે ચાર દિશાઓના નિર્મળ હાસ્ય હોય તેવા સ્ફટિકમય ચાર વૃષભ વિદુર્ગા, અને ધારા યંત્રની જેમ તેના શીંગડાના અગ્ર ભાગમાંથી નીકળતા જળવડે પ્રભુને સ્નાન કરાવ્યું. પછી ઈ દેવદૂષ્ય વસ્ત્રથી અંગ લુંછી, ગોશીષચંદનનું વિલેપન કરી, દિવ્ય અલંકારથી અને પુષ્પમાળાઓથી પ્રભુનું અર્ચન કર્યું. પછી વિધિ પૂર્વક સ્વામીની આરતી ઉતારી. ઈદ્ર હર્ષથી ગદ્ગદ્ ગિરાવડે પ્રભુની સ્તુતિ કરવા લાગે.
હે ભગવન્! વિશ્વજનના હિતકારી, અદ્ભુત સમૃદ્ધિવાળા અને આ સંસારરૂપ મરૂ“દેશના માર્ગમાં છાયાવાળા વૃક્ષ જેવા તમને નમસ્કાર છે. હે પરમેશ્વર ! આજે સારે ભાગ્યે તમારું દર્શન થવાથી મારે પૂર્વ સંચિત પાપ રૂપ રાત્રિના પ્રભાતસમય થયો છે. હે જગત્પતિ ! જેના વડે તમારા દર્શન થયા તે નેત્રને ધન્ય છે, અને જેનાવડે તમારો સ્પર્શ થયે તે હાથને “તે કરતાં વિશેષ ધન્ય છે. હે પ્રભુ! કોઈ વાર તમે વિદ્યાધરોના મટી ઋદ્ધિવાળા ચક્ર “વત્ત થયા છે, કેઈવાર ઉત્કૃષ્ટ બળવાળા બળદેવ થયા છે, કેઈવાર અમ્યુરેંદ્ર થયા છે, “કેવા૨ મહાજ્ઞાની ચક્રવર્તી થયા છે, કેઈવાર રૈવેયકના આભૂષણભૂત અહમિંદ્ર થયા છો, “કઈવાર મહાસત્વવાન અને અવધિજ્ઞાની થયા છે, અને કોઈવાર સર્વાર્થસિદ્ધ વિમાનને અલંકારરૂપ અહમિંદ્ર થયા છે. હે પરમેશ્વર ! ક્યા ક્યા જન્મમાં તમે ઉત્કૃષ્ટ નથી થયા! છેવટે આજે તિર્થંકરના જન્મથી તમારા વર્ણનની વાણી પરિપૂર્ણ થઈ ગઈ છે. તમારા
નું વર્ણન કરવાને હું સમર્થ નથી, તેથી માત્ર હું મારો સ્વાર્થ જ કહી બતાવું છું કે હે નાથ ! પ્રત્યેક ભવને વિષે તમારા ચરણકમળમાં મારી પૂર્ણ ભક્તિ હ.” . .
આ પ્રમાણે સ્તુતિ કરીને શક ઈ ઈશાનપતિ પાસેથી જ પ્રભુને લઈ સત્વર અચિરાદેવીની પાસે ગ્ય રીતે પાછા મૂક્યા. પ્રભુને દષ્ટિવિનદ આપવા ચંદુઓ ઉપર શ્રીદામ ગંડક અને પ્રભુને ઓશીકે દેવદૂષ્ય વસ્ત્ર અને બે કુંડળ મૂક્યાં. પછી ઇદ્ર અમોઘ વાણીથી દેવતાની પાસે આઘેષણ કરાવી કે દેવતાઓમાંથી, દેત્યોમાંથી કે મનુષ્યમાંથી જે કોઈ અહત પ્રભનું કે તેમની માતાનું અશુભ ચિંતવશે તેનું મસ્તક અજંક વૃક્ષની મંજરીની જેમ સાત પ્રકારે ભેદ પામશે, અર્થાત્ સાત કકડા થઈ જશે. પછી ઈદ્રની આજ્ઞાથી કુબેરે હસ્તીનાપુર નગરમાં રત્ન તથા સુવર્ણની મહાવૃષ્ટિ કરી. પછી પદ્મિનીની નિદ્રા જેમ સય હરે તેમ ઈ અચિરાદેવીની અવસ્થાપિની નિદ્રા અને અહંતનું પ્રતિબિંબ હરી લીધું. પછી પ્રભુને માટે પાંચ અપ્સરાઓને ધાત્રીરૂપે રહેવાની આજ્ઞા કરીને શક્ર ઈદ્ર ત્યાંથી અને બીજા ઈદ્રો મેરૂ પર્વતથી નંદીશ્વર દ્વીપે ગયા ત્યાં શાશ્વત અહં તને વિધિ પૂર્વક અઠ્ઠાઈઉત્સવ કરી પ્રસન્ન થઈને સવે પિતપોતાને સ્થાનકે ગયા. ૧ ચંદરવાની મધ્યમાં લટકતો પુષ્પમાળના સમૂહનો ગુચ્છો.
“ગુણનું વર્ણન કરવાને