________________
૨૪૦
સર્ગ ૪ થે
આ જંબુદ્વીપમાં પૂર્વ વિદેહના આભૂષણ તુલ્ય સીતા નદીને દક્ષિણ તીરે રમણીય નામે વિજય છે. તેને વિષે શુભા (સુભગ ) નામે નગરી છે. તેમાં સ્મિતસાગર નામે રાજા હતે. આજથી પાંચમે ભવે તેને અપરાજિત નામે હું પુત્ર થયે હતું. તે વખતે હું બલદેવ હતું અને જે દરથ છે તે મારો અનુજ બંધુ અનંતવીય નામે વાસુદેવ હતું. તે સમયમાં મહાભુજ દમિતારિ નામે પ્રતિવાસુદેવ હતું, તેને કનક શ્રી કન્યાને માટે અમે એ યુદ્ધમાં મારી નાખ્યો હતો. તે સંસારરૂપ અરણ્યમાં ભમી જબૂદીપના ભરતક્ષેત્રમાં આવેલા અષ્ટાપદગિરિના મૂલે નિકૃતિ નામની સરિતાને કાંઠે સોમપ્રભ નામના તાપસને પુત્ર થયો. વયે વધતાં બાલ તપ આચરીને તે સુરૂપ નામે દેવતા થયા. તે દેવ જ્યારે ઈશારેંદ્ર મારી પ્રશંસા કરી ત્યારે નહીં' સહન થવાથી અંહીં આવ્યા, અને આ પક્ષીઓમાં અધિષ્ઠિત થઈને તેણે મારી પરીક્ષા કરી.
રાજાનાં આવાં વચન સાંભળી તે બાજ અને કપોતને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું. તરતજ તે બંને પક્ષી પ્રવી ઉપર મર્થો ખાઈને પડયા. રાજાના સેવકે એ પંખાથી પવન નાખ્યું અને જલ છાંટયું, એટલે તેઓ સુઈને ઉઠયા હોય તેમ સંજ્ઞા પામ્યા. પછી તેઓ પિતાની ભાષામાં બે લ્યા–“હે સ્વામી ! તમે અમને સારો બોધ આપે. અમોને પૂર્વ જન્મનું દુષ્કૃત આવી અધમ યોનિનું કારણભૂત થઈ પડેલું છે. હે નાથ ! તે વખતે અતિ લેભથી પરાભવ પામેલા અમોએ યુદ્ધ કરીને કેવળ રત્ન જ ગુમાવ્યું નથી પણ અમૂલ્ય મનુબજન્મ પણ ગુમાવ્યું છે. અત્યારે પણ અમારે તો નારકીપણાનો જન્મ નજીક પ્રાપ્ત થયેલ હતો, પણ તમે કૂવામાં પડતા અંધની જેમ અમને નર્કમાં પડતાં બચાવ્યા છે. હે સ્વામી ! હવે ઉન્માર્ગથી અમારી રક્ષા કરો અને સન્માર્ગને બતાવે કે જેથી અમને શુભ સ્થાન પ્રાપ્ત થાય.” અવધિજ્ઞાનરૂપ તરંગના સમુદ્ર મેઘરથ રાજાએ તેમની ગ્યતા વિચારીને યથાકાળે પ્રાપ્ત થયેલ અનશન અંગીકાર કરવાની આજ્ઞા કરી. તેજ પ્રમાણે અનશન અંગીકાર કરી શુભ ચિત્તવાળા તેઓ મૃત્યુ પામીને ભુવનવાસી દેવતાઓમાં દેવપણે ઉત્પન્ન થયા.
પછી રાજા મેઘરથ પિસહ પારી જાણે મૂર્તિમાન ન્યાય હોય તેમ પૃથ્વીનું યથાગ્ય રીતે પાલન કરવા લાગ્યા. અન્યદા કપત અને બાજ પક્ષીનું વૃત્તાંત સ્મરણ કરતાં રાજા સમતારૂપ વૃક્ષના બીજભૂત પરમ વૈરાગ્યને પ્રાપ્ત થયા, એટલે અષ્ટમ તપ કરી ઉપસર્ગ અને પરીસહોને સહન કરવાને લની પેઠે સર્વાગે નિશ્ચળ થઈ કાર્યોત્સર્ગમાં સ્થિત થયા. તે સમયે ઈશાને અંતઃપુરમાં બેઠા બેઠા “નનો મઘતે તુ” એમ બેલીને તેમને નમસ્કાર કર્યો. તે સમયે તેની ઈદ્રાણીએ એ પૂછયું કે “હે સ્વામી ! તમે સર્વ જગતને નમવા યોગ્ય છે. તે છતાં અત્યારે અતિ ભક્તિથી કોને નમસ્કાર કર્યો?” ઈશાનંદ્ર બોલ્યો “અહો દેવીઓ ! માનવ લેકમાં સરેવરમાં કમળની જેમ પુંડરીકિણી નગરી વિષે ઘનરથ તીર્થ કરના પુત્ર મેઘરથ નામે રાજા અષ્ટમ તપ કરી શુદ્ધ ધ્યાનમાં લીન થઈ મહા પ્રતિમા ધારણ કરીને રહેલા છે. તેઓ આ ભરતક્ષેત્રના આભૂષણરૂપ તીર્થકર થવાના છે, તેથી તેમને દેખીને મેં અહીં બેઠા બેઠા તેમને નમસ્કાર કરેલો છે. એ ધીર મહાત્માને આ ધ્યાનમાંથી ચલિત કરવાને ઈદ્ર સહિત સુરાસુરના સમૂહ પણ સમર્થ નથી તો મનુષ્ય તે કેણુ માત્ર છો” તે સાંભળી ઈશાનંદ્રની સુરૂપ અને અતિરૂપા નામે બે મુખ્ય ઈદ્રા
એ તે પ્રશંસા સહન ન થવાથી મેઘરથ રાજાને ક્ષોભ કરવાને માટે તેમની પાસે આવી. તેમણે પ્રથમ લાવણ્યજળની સરિતા જેવી અને જગતને જીતનાર કામદેવના જંગમ કિલ્લા જેવી તેમજ વિજય કરનાર અસ્ત્ર જેવી કેટલીક યુવતીઓને વિકુવ. પછી કામદેવને ઉત્પન્ન