________________
પર્વ ૫ મું
૨૩૯ શું પાપ નથી કરતો ? માટે હવે ધર્મની વાર્તાથી સર્યું. મારા ભક્ષ્યરૂપ આ પક્ષી જ મને આપે. એકને મારો અને એકને બચાવ, એ કે ધર્મ કહેવાય ! હે મહીપાળ ! પોતાની જાતે મારેલા પ્રાણીના તાજા માંસથીજ મારી તૃપ્તિ થાય છે, બીજા ભજનથી થતી નથી. હું માંસને જ ખાનાર છું.” ત્યારે મેઘરથ રાજા બોલ્યા-અરે પક્ષી ! સાવધાન થા, મૃત્યુ પામીશ નહીં. આ કપોતની સાથે તોળીને હું મારા દેહનું તાજું માંસ તને આપું છું.” બાજ પક્ષીએ તેમ કરવા કબુલ કર્યું. એટલે રાજાએ તાજવું મંગાવી એક તરફ કપાતને અને બીજી તરફ પોતાનું માંસ છેદી છેદીને મૂકવા માંડયું. જેમાં માંસને ઉતરડી ઉતરડીને રાજા મૂકવા લાગ્યા તેમ તેમ કપત ભારમાં વધવા લાગ્યો. કપોતને ભારમાં વધતો જોઈ અતુલ સાહસવાળે રાજા પોતાનું બધું શરીર લઈને ત્રાજવામાં બેઠો. જ્યારે રાજા તુલા પર અધિરૂઢ થયા ત્યારે તે જોઈને સવ પરિવાર હાહાકાર શબ્દથી આકુળવ્યાકુલ થઈ સંશયરૂપ તુલા પર આરૂઢ થઈ ગયે. સામંત, અમાત્ય અને મિત્રા રાજા પાસે આવીને કહેવા લાગ્યા -“અરે પ્રભુ! અમારા અભાગ્યે તમે આ શું આરંભ્ય છે? આ શરીરવડે તમારે બધી પૃથ્વીનું રક્ષણ કરવું જોઈએ તે માત્ર આ એક પક્ષીના રક્ષણ માટે શરીરને કેમ ત્યાગ કરે છે? અથવા આ પક્ષી કઈ માયાવી દેવ કે દાનવ હવે જોઈએ; કારણકે સામાન્ય પક્ષીમાં આટલો બધો ભાર સંભવે નહીં.” આ પ્રમાણે તેઓ કહેતા હતા, તેવામાં પ્રગટ કુંડલ અને માળાને ધારણ કરનાર કોઈ દેવતા જાણે તેજનો રાશિ હોય તે પ્રગટ થયે અને બોલ્યો-“ હે નૂદેવ ! પુરુષોમાં તમે એકજ પુરૂષ છે કે જે સ્વસ્થાનથી મેરુપર્વતની જેમ પિતાના પુરૂષાર્થથી ચલિત થયા નહીં. ઈશાનંદ્ર પોતાની સભામાં તમારી પ્રશંસા કરતા હતા તે મારાથી સહન થઈ નહીં, તેથી તમારી પરીક્ષા કરવાને હું અહીં આવતે હતો, તેવામાં પૂર્વ જન્મના વૈરથી આ બે પક્ષીને યુદ્ધ કરતાં મેં જોયાં, એટલે તેમાં હું અધિષ્ઠિત થયું હતું. માટે આ સર્વ મારો અપરાધ ક્ષમા કરે.” આ પ્રમાણે કહી રાજાને પૂર્વવતુ સજજ કરી તે દેવ સ્વર્ગમાં ગયા. તે વખતે સામંત વિગેરે વિસ્મય પામી રાજાને પૂછવા લાગ્યા–“એ બાજ પક્ષી અને પારાવત પક્ષી પૂર્વ જન્મમાં કોણ હતા ? તેમને વૈર થવામાં શે હેતુ હતે? અને આ દેવ પૂર્વ ભવમાં કેણ હતો ? તે કહો. રાજાએ અવધિજ્ઞાનવડે જાણીને તેમનું વૃત્તાંત કહેવા માંડયું.
આ જંબૂદ્વીપમાં અરવત ક્ષેત્રના મંડનરૂપ પદ્મખંડ જેવું પદ્મિનીખંડ નામે એક નગર છે. તે નગરમાં સંપત્તિથી સાગર જેવો સાગરદત્ત નામે શ્રેષ્ઠી હતો. તેને વિજયસેના નામે એક નિર્દોષ સ્ત્રી હતી. તેમને ધન અને નંદનન મે બે પુત્રો થયા. અનુક્રમે વૃદ્ધિ પામતા તેઓ યૌવનવયને પામ્યા. પિતાની સમૃદ્ધિથી ઉદ્ધત એવા તેઓ વિવિધ ક્રીડાવડે વિહાર કરતાં કાળ નિર્ગમન કરવા લાગ્યા. એક વખતે તેઓએ પોતાના પિતા સાગરદત્તને કહ્યું “હે તાત ! વ્યાપાર કરવાને માટે અમને દેશાંતર જવાની આજ્ઞા આપો.” હર્ષ પામેલા પિતાએ
જ્ઞા આપી. ‘પુત્રના પ્રથમ ઉદ્યોગ પિતાના હર્ષને માટે થાય છે. વિવિધ કરિયાણ લઈને તે મેટા સાથેની ચાલ્યા. અનુક્રમે નાગપુર નામે એક મોટા નગરમાં આવ્યા. ત્યાં વ્યાપાર કરતાં તેઓને બે ધાન વચ્ચે એક ભક્ષ્યની જેમ એક મોટા મૂલ્યનું રત્ન પ્રાપ્ત થયું. તે રત્નને માટે તેઓ ક્રોધ કરી દુદ્દત વૃષભની પેઠે શંખ નદીને કાંઠે આવીને માંહોમાંહે યુદ્ધ કરવા લાગ્યા યુદ્ધ કરતાં કરતાં તેઓ એક અગાધ ધરામાં પડયાં અને મૃત્યુ પામી ગયા. લોભ કોને મૃત્યુને માટે ન થાય ! ત્યાંથી મૃત્યુ પામી તે બંને બંધુ આ પક્ષીરૂપે ઉત્પન્ન થઈ પૂર્વ જન્મના વૈરથી આ ભવમાં પણ પરસ્પર વૈર ધારણ કરે છે. હવે દેવતાને પૂર્વભવ સાંભળ