________________
પર્વ ૫ મું
૨૩૩ સાગરચંદ્ર નામે એક ચારણમુનિ તેમના જેવામાં આવ્યા. પ્રદક્ષિણા પૂર્વક તે મુનિને વંદના કરીને અંજલિ જેડી તેમની આગળ બેસીને તેઓ ધર્મદેશના સાંભળવા લાગ્યા. દેશનાને અંતે નમસ્કાર કરીને તેઓ બોલ્યા-“ભગવાન ! સારે ભાગ્યે અજ્ઞાન રૂ૫ અંધકારવડે પીડિત એવા અમોને આપ દીપકની પેઠે પ્રાપ્ત થયા છો, માટે હે પ્રભુ! અમારા પૂર્વ ભાનું સ્વરૂપ કહો. તમારા જેવા મહાત્માનું જ્ઞાન સૂર્યના ઉદયની જેમ પરોપકારને માટેજ છે.” મુનિવર્ય બોલ્યા- “ ધાતકીખંડ દ્વીપમાં પૂવે એરવત ક્ષેત્રને વિષે વજપુર નામે નગર છે. તેમાં સર્વ જીવને અભય આપવાને ઘેષ કરનાર અભયાષ નામે રાજા હતો. તેને સુવર્ણતિલકા નામે પ્રિયા હતી. તેનાથી વિજય અને જયંત નામે બે પુત્રો થયા, તેઓ અનુક્રમે કલાકલાપ ભણીને યૌવનવયને પ્રાપ્ત થયા. તે અરસામાં તે જ ઐરવત ક્ષેત્રમાં સ્વર્ણમ નામના નગરને વિષે શંખના જેવા ઉજજવળ ગુણવાળો શખ નામે રાજા હતા. તેની પૃથ્વી નામે રાણીને ઉસંગમાં રહેલી પુષ્પમાલાના સ્વપ્નાએ સૂચવેલી પૃથ્વીસેના નામે એક પુત્રી થઈ. રૂપના ઉત્કર્ષને અને વિશેષ ચાતુર્યને પોષણ કરનાર યૌવન અને કલાકલાપ તેણે સંપાદન કર્યા. “આ પુત્રીને યેચુંવર આ જ છે એવું ચિંતવી શંખરાજાએ તે કન્યા અભયાષને આપી. રાજા અભયઘેષ તે નવોઢા પૃથ્વીસેનાની સાથે રમા સાથે વિષ્ણુની જેમ ક્રીડા કરવા લાગ્યો.
એક દિવસે વસંતઋતુમાં વસંતનાં પુપોને ધારણ કરનારી કોઈ એક દાસી અભયઘષની પાસે આવી. તેને જોઈ દેવી સુવર્ણતિલકાએ રાજાને કહ્યું “સ્વામી ! વસંતઋતુએ આપણું ષડૂઋતુક નામના ઉદ્યાનને પંડિત કર્યું છે; માટે હે પ્રાણવઠ્ઠભ ! એ નવીન વસં. તલકમીનો અનુભવ કરવાને આપણે ઉચિત પરિવાર લઈ તે ઉદ્યાનમાં જઈએ.” તે સમયે હાથમાં કેટી મૂલ્યવાળા યુક્તિનાં પુષ્પ લઇ પૃથ્વીને રાજા પાસે આવી. તે જોઈ રાજાએ પ્રફુલ્લિત નેત્રે તેની માગણી કરી. પછી ઉચિત પરિવાર લઈ ઉદ્યાનમાં ગયે, અને ત્યાં અનેક પ્રકારની ક્રિીડા કરી. પછી દેવી પૃથ્વીસેના રાજાની આજ્ઞા લઈ આમતેમ ફરતી હતી, તેવામાં એક તરફ દંતમંથન નામે એક વિશિષ્ટ જ્ઞાની મુનિ તેના જવામાં આવ્યા. ભકિતએ ભરપૂર અને હર્ષિત થઈને તેણે મુનિને વંદના કરી. ત્યાં સંસાર પર નિર્વેદ ઉત્પન્ન કરે તેવી મુનિ પાસે દેશના સાંભળી. તે સાંભળતાં જ તેણે તત્કાળ ભવથી ભય પામી રાજાની આજ્ઞા લઈ તે દંતમંથન મુનિની પાસે દીક્ષા ગ્રહણ કરી. દેવી પૃથ્વીસેનાનું અદ્દભુત ચરિત્ર વખાણતો રાજા અભયઘોષ પોતાને ઘેર ગયો.
એક વખતે તે રાજા અભયઘોષ પિતાના મંદિરની અગાશી ઉપર વિશ્રામ લેતો સૂર્યની જેમ રત્નસિંહાસન પર બેઠે હતો, તેવામાં તીર્થકરના લિંગને ધરનારા અને છદ્મસ્થપણે વિચરતા શ્રી અનંત નામે અહંત પોતાના દ્વારા દેશમાં પ્રવેશ કરતાં તેને જોવામાં આવ્યા. તત્કાળ રાજા સંભ્રમથી ઉભો થયો અને ઉચિત આહાર લઈ ભગવંતની પાસે આવી નમસ્કાર કર્યો. ભગવંતે તેની આપેલી ભિક્ષાથી ત્યાં જ પારણું કર્યું. દેવતાઓએ અભયઘોષના મંદિરમાં વસુધારાદિ પાંચ દિવ્ય પ્રગટ કર્યા. પારણું કર્યા પછી પ્રભુએ અન્યત્ર વિહાર કર્યો. છદ્મસ્થ પ્રભુ બીજા મુનિની જેમ કોઈ ઠેકાણે સ્થિર રહેતા નથી. ત્યાર પછી જેને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે એવા તે અનંતપ્રભુ વિહાર કરતાં કરતાં તે વજપુર નગરે આવીને સમોસર્યા. તે ખબર જાણી રાજા અભયઘોષે ત્યાં આવી ભક્તિથી ત્રણ પ્રદક્ષિણા દઈને વંદના કરી, અને સંસારને છેદનારી ધર્મદેશના સાંભળી,
૩૦