________________
પવ ૫ મું
: ૨૦૧૩
તમારે પ્રવજ્યા લેવી યુક્ત છે. જેમ નિશાને અંતે થયેલી ચંદ્રતિ કુમુદવિકાશનું કારણ થાય છે તેમ જન્માંતે પણ ગ્રહણ કરેલી દીક્ષા કલ્યાણની હેતુ થાય છે. ચારણ મુનિના આવા પ્રતિબોધથી શ્રીવિજય અને અમિતતેજ ધર્મક્રિયામાં ઉત્સુક થઈ પોતપોતાની રાજધાનીમાં આવ્યા. ત્યાં મુખ્ય જિન ચીત્યમાં મોટો અડ્રાઈઉત્સવ કર્યો અને દીન તથા અનાથ પ્રાણીઓને યથારૂચિ દાન આપ્યું. પછી પોતપોતાના પુત્રને રાજ્ય સૅપી બંને રાજાઓએ અભિનંદન અને જગનંદન મુનિની પાસે જઈ વ્રત કર્યું, અને તરતજ પાદપપગમ નામે અનશન પણ અંગીકાર કર્યું. તે સમયે શ્રીવિશ્વે પિતાના પિતાનું સમરણ કર્યું અને તેમની અધિક સમૃદ્ધિ અને પિતાની હીન સમૃદ્ધિ વિચારીને “હું તેમના જે થાઉં” એવું નિયાણું બાંધ્યું. નિયાણું કરનાર શ્રી વિજય અને નિયાણું નહીં કરનાર અમિતતેજ આયુક્ષયે મૃત્યુ પામી પ્રાણત નામના દશમા ક૫માં ઉત્પન્ન થયા. ત્યાં સુસ્થિતાવર્ત અને નંદિતાવ વિમાનના સ્વામી મણિલ અને દિવ્યચુલ નામે દેવતા થઈ તેઓ સુખે રહેવા લાગ્યા. મનની ઈચ્છા પ્રમાણે વાંછિત અર્થને સિદ્ધ કરનારા તે દેવતાઓએ રતીસાગરમાં ગાઢ મગ્ન થઈ વીશ સાગરોપમનું આયુષ્ય સુખે નિર્ગમન કર્યું.
इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्ठिशलाकापुरुषचरिते ____ महाकाव्ये पंचमे पर्वणि श्रीशांतिनाथदेवस्य
श्रीषेणादिभवपंचकवर्णनो नाम प्रथमः सर्गः १ ॥ 忍忍忍忍忍忍忍忍忍忍忍忍忍忍忍忍忍忍鸡鸡鸡鸡