________________
૨૧૦
સગ ૨ જો
અપરાજિત હાસ્ય કરી બે -“હે શુભાનના ! આ વિજયમાં શુભા નામે એક મોટી નગરી છે. તેમાં ગુણને સાગર અને પ્રતાપે સૂર્યરૂપ સ્તિમિતસાગર નામે રાજા છે. તે મહાત્માને વિનયની ભૂમિરૂપ અને શત્રુઓથી અપરાજિત અપરાજિત નામે જ્યેષ્ઠ પુત્ર છે અને નિર્મલ ગુણાથી એકનિષ્ટ એ અનંતવીર્ય નામે કનિષ્ટ પુત્ર છે. એ અનંતવીર્ય રૂપથી કામદેવને જીતનાર, શત્રુઓની ગર્વગ્રંથીને તેડનોર, દાતાર, દઢ પ્રતિજ્ઞાવાન અને શરણાગતવત્સલ છે. તેની ભુજા શેષનાગ જેવી લંબાયમાન છે; ભુજાતર ( હૃદય ) શિલા જેવું વિશાળ છે, તે લક્ષમીને વાસાગાર અને પૃથ્વીને આધારભૂત છે. આશ્રિતરૂપ કમલોને સૂર્ય અને દાક્ષિણ્યતાને ક્ષીરસાગર છે. અમે અલ્પબુદ્ધિવાળા તે મહાત્માના કેટલા વખાણ કરીએ ? સુર, અસુર અને મનુષ્યમાં તેના જેવા બીજો કોઈ પુરૂષ નથી.” તે સાંભળી કનકશ્રી જાણે તે પિતાની આગળજ રહેલો હોય તેમ તેને જેવાને પવનથી હણાયેલી સરસીની જેમ ઉત્કંઠાવાળી થઈ ગઈ. રોમાંચના મિષથી જાણે સાક્ષાત કામદેવના બાણથી ભેદાએલી હોય અને નિઃસ્પદ પુતળી હોય તેમ સ્તબ્ધ થઈ, ચિત્તમાં વિચાર કરવા લાગી કે “જેના સદ્દગુણી અનંતવીર્ય ઘણું છે તે દેશને, તે નગરીને, તે પ્રજાને અને તે સ્ત્રી જનને ધન્ય છે. દૂર રહેલે ચંદ્ર પણ પોયણીને આનંદ આપે છે અને આકાશમાં રહેલો મેઘ મયૂરીને નચાવે છે. તેમને તે દૈવની અનુકૂલતાથી તે ઘટિત રીતે થાય છે, પણ મારે ને અનંતવીર્યને તે કેવું દૈવ હશે ? તેને મારી સાથે પ્રતિભાવ તે દૂર રહ્યો પણ તેને હું દેખી પણ કેમ શકું ? વળી આવા મનોરથની સિદ્ધિ કરી આપનાર મિત્ર પણ આ જગતમાં દુર્લભ છે.” આ પ્રમાણે ચિંતા કરતી કનકશ્રીને જેઈ ઇગિતાકારથી તેને મનોગતભાવ જાણનારે અપરાજિત બોલ્ય-“અરે મુગ્ધા ! અપરાજિતના અનુજબંધુ અનંતવીર્યના ગુણ મારા મુખથી સાંભળી તમે શલ્ય પીડિત તેમ શા માટે ખેદ પામે છે ? તમારી શું તેને જેવાની ઈચ્છા છે ?” હિમપીડિત પદ્મિનીની પેઠે ગ્લાન થયેલી કનકશ્રી દીન કરતાં પણ દીન થઇ સ્વરભેદથી ભાંગેત અક્ષરે બોલી-હેન ચેટી! અને તવીર્યને જોવાની જે મારી ઈચ્છા તે કરવડે ચંદ્રને ગ્રહણ કરવાની ઈચ્છા જેવી છે, પગવડે આકાશમાં ચાલવાની ઈચ્છા જેવી છે અને બે ભુજાવડે સમુદ્ર તરવાની ઈચ્છા જેવી છે. એ સુંદર શુભાનગરીના અધિપતિ હું મંદભાગ્યાને દષ્ટિગોચર શી રીતે થાય ? મારે તે મનોરથ કરે તે પણ કષ્ટ રૂપ છે.”
યેષ્ઠા માયા નદીએ કહ્યું- ભદ્ર! જો તેને જેવાને તમારી ઈચ્છા હોય તે ખેદ કરે નહીં. હું હમણાં જ તેમને બતાવીશ. મુગ્ધા ! મારી વિદ્યાશક્તિથી વનમાં જેમ વસંત અને મલયાનિલ આવે તેમ તે અનંતવીર્ય અને અપરાજિતને હું અહીં લાવીશ.” કનકશ્રી હર્ષથી બેલી –“પ્રિય હેન! તમારામાં સર્વ વાત સંભવે છે. કારણકે તે ગુણસમુદ્ર બંને વીરરત્નના તમે પાર્વવત્ત છે. તમારા આવા ભાષણથી મારું દેવ અનુકૂળ છે એમ હું માનું છું. જરૂર કઈ મારી કુલદેવતા તમારા મુખમાં ઉતર્યા છે. તે કલાવતી ! તમે હમણા જ તમારી વાણી સફળ કરે. તેવા નરરતનને પરિવાર પણ મિથ્યા ભાષણ કરતો નથી.” જાણે દેવ સંતુષ્ટ થયા હોય તેમ રૂપથી કામદેવ જેવા અનંતવીર્ય અને અપરાજિતે આ પ્રમાણે વાર્તાલાપ થતો હતો તેવામાં પિતપતાનું સ્વરૂપ પ્રગટ કર્યું. પછી અપરાજિત બોલ્યાભદ્રે ! જેના ગુણો હું કહેતો હતો તે મારો ભ્રાતા આ અનંતવીર્ય છે. જાઓ, તે બરોબર છે કે નહીં ? મેં તેને રૂપવૈભવ થોડો વર્ણવ્યો હતો. કારણકે તે વાણીથી અગેચર હતા. હવે તેને નેત્રગેચર કરો. તેને જોતાંજ દમિતારિ રાજાની કન્યામાં એકીસાથે જુસ્સો, વિસ્મય, લજજા, પ્રમોદ, મદ અને ચપળતા પ્રગટ થયાં અને અપરાજિતને ધસુર તુલ્ય માની તે બાળા ઉત્તરીય વસ્ત્રથી ઘુંઘટે વાળી મર્યાદા કરી ઉભી રહી. તત્કાળ કામદેવરૂપ