________________
૨૧૯
પર્વ પ મું તેમણે સહન કરી. ઉપાર્જિત કર્મને કદિપણ નાશ થતો નથી. ત્યાં વાસુદેવના જન્મના પિતા ચમઢે આવીને વેદનાની શાંતિ કરી. અપત્યસ્નેહ ઘણે બલવાન છે. સંવેગવંત અનંતવીર્યને જીવે અવધિજ્ઞાન વડે પોતાના પૂર્વ કર્મને સંભારીને નરકની દુસહ વેદનાને સમ્યફ ભાવે સહન કરી.
બંધુના શેકથી ઉદ્વેગ પામી બલભદ્રે ત્રણ ખંડ પૃથ્વીનું રાજય પોતાના પુત્રને સેંપી જયેધર ગણધરી પાસે વ્રત ગ્રહણ કર્યું. તેની સાથે સેળ હજાર રાજાઓએ દીક્ષા લીધી. મહત્ પુરૂષને અનુસરનાર પુરૂષ મહત્ ફલને મેળવી છે. અનેક પરીસહોને સહન કરતાં બલભદ્ર ચિરકાલ પર્યત તપ કર્યું. છેવટે અનશન કરી મૃત્યુ પામીને અશ્રુત દેવલેકમાં ઇંદ્ર થયા. - અનંતવીર્યને જીવ નરકમાં દુષ્કર્મનું ફલ ભેગવી અગ્નિમાંથી સુવર્ણની જેમ શુદ્ધ થઈ નરકમાંથી નીકળ્યો; અને જમ્બુદ્વીપના ભરતક્ષેત્રમાં બૈતાઢય પવર્તની ઉત્તર છેણીમાં ગગનવલ્લભપુરને વિષે વિદ્યાધરપતિ મહાત્મા મેઘવાહનની મેઘમાલિની પત્નીથી મેઘનાદ નામે પુત્રપણે ઉત્પન્ન થયો. અનુક્રમે યૌવનવયને પ્રાપ્ત થતાં તેને રાજ્ય પર બેસારી મેઘવાહને પરલોકનું કાર્ય સાધ્ય કર્યું. મેઘનાદ અનુક્રમે ભૂમિ પર અંતરિક્ષમાં જેમ સૂર્ય પ્રકાશ કરે તેમ વૈતાઢયની બંને શ્રેણીને એક તેજસ્વી અધિપતિ થયે.
એક દિવસે મેઘનાદ પિતાના પુત્રોને બંને શ્રેણી પર રહેલા એક દશ નગર વહેચી આપી પ્રજ્ઞપ્તિ વિદ્યા વડે મંદર ગિરિ પર ગયે. ત્યાં નંદન વનમાં રહેલા સિદ્ધાયતનમાં શાશ્વતી પ્રતિમાનું પૂજન કર્યું. તે સમયે ક૯પવાસી દેવતાઓ ત્યાં આવ્યા. અય્યતે તેને જોઈ પૂર્વ ભવના ભ્રાતૃસ્નેહથી ગુરૂની જેમ બધ કર્યો કે “આ સંસારનો ત્યાગ કર.” તેવા સમયમાં વિદ્યા ધરપતિની જાણે શરીરધારી સ્વાર્થસિદ્ધિ હોય તેવા અમરગ્રસ નામે કોઈ મુનીંદ્ર ત્યાં પધાર્યા. મેઘનાદે તેમના ચરણમૂળમાં રહી ચારિત્ર અંગીકાર કર્યું, અને અપ્રમાદીપણે નિયમપૂર્વક તેનું પરિપાલન કર્યું. એકદા મેઘનાદ મુનિ નંદનગિરિ નામના પર્વત પર આરૂઢ થઈ, એક રાત્રિની પ્રતિમા અવલંબીને ધ્યાનસ્થ થયા હતા, તે વખતે પૂર્વ જન્મને બૈરી, અશ્વગ્રીવ પ્રતિવાસુદેવનો પુત્ર જે ચિરકાલ ભવભ્રમણ કરી દૈત્યપણાને પામ્યો હતો, તેણે તેવી રીતે રહેલા મેઘનાદ મુનિને જોયા. પૂર્વના બૈરથી મોટા વૃક્ષને પાડાની જેમ તે સ્વભાવધીર મહામુનિને ક્રોધથી તેણે ઉપસર્ગ કરવા માંડયા. તથાપિ તેને ચલિત કરવાને તે જરાપણ શક્તિમાન થયે નહીં. “દંતીના દંતઘાતથી શું પર્વત જરા પણ કંપાયમાન થાય ? પ્રાંતે થાકીને તે અસુર લજ્જાથી મલિન મુખવાળો થયે સત નિષ્ફળ થઈને ચાલ્યો ગયો. પછી મહામુનિ મેઘનાદ ધ્યાનથી વિરામ પામ્યા. ઉપસર્ગ અને પરીસોથી નહીં કંપતા મેઘનાદ મુનિ ચિરકાલ તીવ્ર તપ આચરી, અંતે અનશન કરી મૃત્યુ પામીને અશ્રુત દેવલોકમાં ઈંદ્રના સામાનિક દેવપણાને પામ્યા. 困医医图&烟烟烟烟烟困困困困困交图图
इत्याचार्यश्रीहेमचन्द्रविरचिते त्रिशष्टिशलाकापुरुषचरिते महाकाव्ये पंचमपर्वणि श्रीशांतिनाथदेवस्यषष्टसप्तमभव
वणेनो नाम द्वितीयः सर्गः ॥ B D 1289%B2083332098850REOB3888888888SPBERR888 ૧. દીક્ષા. ૨. મેરૂ પર્વત. ૨ હાથીના.