________________
૫ ૫ મું
૨૨૫
આ પ્રાણી યુવાન, વૃદ્ધ, ધનાઢય, નિર્ધન પતિ, પેઢલ, નીરાગી અને રાગી થાય છે. તેથી સસારમાં સર્વ ક્ષણિક છે. માટે તેવા સ`સારને ધિક્કાર છે !' આ પ્રમાણે વિચારી તત્કાળ પુત્રને રાજ્યપર બેસારી તેણે ક્ષેમકર તીર્થંકર પાસે દીક્ષા ગ્રહણ કરી, કેટલેક કાલે ઉગ્ર તપસ્યા કરવાથી અને શુભ ધ્યાન ધ્યાવાથી ઘાતિકના ક્ષય થઈને તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પછી ક્રમે કરી ભવેાપગ્રાહી ચાર કર્માંને પણ હુણી નલિનકેતુ મહર્ષિ અન્યયપદને પામ્યા. સરલ અને ભદ્રિક સ્વભાવવાળી પ્રભ’કરા રાણીએ સુત્રતા ગણિનીની પાસે ચાંદ્રાયણુ તપ આચર્યું: સમકિત વગરના તે તપના ફળથી તે પ્રભંકરા મૃત્યુ પામી આ શાંતિમતી નામે તારી પુત્રી થઈ છે. દત્તના જીવ આ અજિતસેન વિદ્યાધર થયા છે. તેણે પૂના સ્નેહથી આ શાંતિમતીને ઉપાડી હતી માટે તેનાપર કાપ કરીશ નહીં. તેની ઉપરના કાપ છેાડી અધુની પેઠે તેને ક્ષમા કર. કારણ કે જે અનંતાનુબંધી કષાય છે તે નરકને માટેજ થાય છે.” આવી રીતે વાયુધની વાણી સાંભળવાથી ત્રણે જણા બૈરમુક્ત થઇ, સવેગ પામીને પરસ્પર ખમાવવા લાગ્યા. ફરીવાર વળી ચક્રવર્તી વાયુષે કહ્યું કે “તમે ત્રણ જણ ઘેાડા કાળમાં ક્ષેમ કર પ્રભુની પાસે દીક્ષા ગ્રહણ કરશેા. ત્યાં આ શાંતિમતી રત્નાવળી તપ કરશે અને અનશનવડે મૃત્યુ પામીને ઈશાને...દ્ર થશે. તેજ વખતે હે પવનવેગ અને અજિતસેન ! તમને ઘાતિકના ક્ષયથી કેવળજ્ઞાન ઉત્પન્ન થશે. તેથી તરતજ તમારા કેવળજ્ઞાનના મહિમા મોટા ઉત્સવથી તે ઇશાને દ્ર આવીને કરશે અને પોતાના પુ જન્મના દેહની પૂજા કરશે. પછી કાળે કરી ઇશાન ઈંદ્ર ચવી મનુષ્ય પણું પ્રાપ્ત કરી કેવળજ્ઞાન ઉપજાવીને સિદ્ધિપદને પામશે.” આ પ્રમાણે ચક્રવર્તી વાયુધનું ત્રિકાલ વિષયી જ્ઞાન સાંભળી સર્વે સભાસદ વિકસિત નેત્રે વિસ્મય પામી ગયા. પછી રાજા પવનવેગ, તેની પુત્રી શાંતિમતી અને અજીતસેન વિદ્યાધર વાયુધને પ્રણામ કરીને આ પ્રમાણે ખેલ્યા-હે જગત્પતિ ! તમે અમારા પિતા, સ્વામી, ગુરૂ અને દેત્ર છે. કેમકે પરસ્પર પાપ કરવાને પ્રવરો લા અમાને તમારા શિવાય બીજો કાણુ રક્ષણકર્તા થાત ? જો તમારાં વચનરૂપ નરકદ્વારની અગલા વચ્ચે આવી પડી ન હાતા અમે પરસ્પર મૃત્યુ પામી આજેજ નરકમાં જાત; માટે હે સ્વામી! અમને આજેજ આજ્ઞા આપા, કે જેથી સંસારથી ભય પામેલા અમે હમણાજ શ્રીક્ષેમ કર પ્રભુને શરણે જઇએ.’’ આ પ્રમાણેની તેમની વિજ્ઞપ્તિ સાંભળી ચક્રવ
એ આજ્ઞા આપી એટલે તરતજ તેઓએ ક્ષેમકર પ્રભુની પાસે જઇને દીક્ષા લીધી. પછી તેમણે શાંત મન રાખીને વિનાશના ભયથી કૃશ થયા હોય તેવા શરીાથી ઉગ્ર તપસ્યા કરી. તેમાંથી શાંતિમતી મૃત્યુ પામી ઈશાન કલ્પમાં ઇંદ્ન થઈ અને બીજો બન્નેને તે સમયે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ઈશાનેન્દ્રે આવી તેમના કેવળજ્ઞાનના મહીમા અને પેાતાના દેહનુ પૂજન કર્યું. ઈશાને...દ્ર ત્યાંથી ચવી બીજા જન્મમાં સિદ્ધી પામ્યા અને તેએ બન્ને આયુષ્ય પૂર્ણ થતાં તેજ ભવમાં મોક્ષે ગયા.
વાયુધ ચક્રી જયંત સહિત ઇંદ્રની જેમ સહસ્રાયુધ પુત્રની સાથે પૃથ્વીનું પાલન કરતા હતા. એવામાં એકદા સહસ્રાયુધની પત્ની જયનાએ એક સમયે સ્વમમાં કિરણેાથી પ્રકાશમાન સુવર્ણ શક્તિ જોઈ, પ્રાતઃકાલે તેણે સ્વમની વાર્તા પેાતાના પતિને કહી, ત્યારે તેણે કહ્યું કે હે દેવી ! મેટી શક્તિવાળા તારે પુત્ર થશે.’ ત્યારથી તે દેવીએ દુહુ ગ ધારણ કર્યાં. પછી સમય આવતાં પૃથ્વી જેમ ધાન્યને જન્મ આપે તેમ તેણે એક પુત્રર્૧ સાધ્વીસમુદાયની અધિકારિણી.
૨૯