________________
સર જો
એક દિવસે આપણે અને કૌતુકથી ક્રીડાપ ત, સરિતા, વાપીકા અને વિવિધ વૃક્ષાથી વ્યાપ્ત એવા અશાક વનમાં ગઇ. ત્યાં સિરતાને તીરે આપણે વિવિધ ક્રીડા કરતી હતી. તેવામાં ત્રિપુર નગરના સ્વામી વીરાંગ નામના એક યુવાન વિદ્યાધર આપણને હરી ગયા. પરંતુ તેની વજ્રશ્યામલિકા નામની શુભાશયવાળી સ્ત્રીએ કેશરીસિ’હુથી મૃગલીની જેમ આપણને બંનેને છેાડાવી મૂકી. ત્યાંથી ભીમાટવીમાં નદીને કાંઠે વંશની જાળમાં આપણે શાપભ્રષ્ટ દેવીની પેઠે આકાશમાંથી પૃથ્વીપર પડી, પેાતાની આવી મરણાંત આપત્તિ જાણીને શુભ ભાવનાવાળી આપણે નવકારમંત્ર પરાયણ થઈ અનશન વ્રત ગ્રહણ કર્યું . ત્યાંથી હું કનકશ્રી મૃત્યુ પામીને સૌધર્મ દેવલાકના પતિની નમિકા નામે અગ્ર મહિષી થઇ. તું ધનશ્રી મૃત્યુ પામીને કુબેર લેાકપાળની મુખ્ય દેવી થઇ, અને ત્યાંથી ચવીને અહીં ખળભદ્રની સુમતિ નામે પુત્રી થઇ છે. જયારે આપણે દેવલાકમાં હતા, ત્યારે આપણે સંકેત કરેલા હતા કે જે અહીંથી પ્રથમ ચવે તેણે આવીને બીજીને અર્હત ધર્મના બેાધ કરવા. તેથી હું તારી બેન તને બાધ કરવાને અહીં આવી છું, માટે સંસારને તારનાર શ્રીજૈનધર્મનો પ્રતિબોધ પામ, ન'ઢીશ્વર મહાદ્વીપમાં જઈને કરેલા શાશ્વત અર્હંત ભગવંતના અષ્ટાન્તિક મોત્સવ, જ'ગમ પ્રભુના જન્મનાત્રાદિ ઉત્સવ અને પૂર્વ ભવમાં અનુભવ કરેલી દેશનાની વાણીને યાદ કર. જન્માંતર રૂપ નિદ્રાથી તે બધું શા માટે ભૂલી જાય છે ? હવે તે તું દેવતાને પણ દુર્લભ, માનવ જન્મરૂપ વૃક્ષનું ફળ અને જાણે સિદ્ધિની પ્રિય સખી હેાય તેવી દીક્ષા ગ્રહણ કર.' આ પ્રમાણે કહીને તે ઇંદ્રાણી વિદ્યુત્ની જેમ પોતાની કાંતિથી આકાશમાં ઉદ્યોત કરતી વિમાનમાં બેસીને પોતાના સ્વર્ગમાં ગઈ. તરતજ તેની વાણીથી જેને જાતિસ્મરણુ થયુ` છે. એવી સુમતિ જાણે સંસારનો ભય લાગ્યા હોય તેમ મૂર્છિત થઈને પૃથ્વીપર પડી ગઇ. જયારે ચંદનના જળથી તેને સિંચન કર્યું` અને પ'ખાના પવનથી પવન નાંખ્યા ત્યારે તે બાળાને પાછી સંજ્ઞા આવી અને રાત્રિ જવાથી થયેલા પ્રાતઃકાલની જેમ બેઠી થઈ. પછી તે અંજિલ જોડીને ખેલી કે-“અરે ! સર્વ કુલિન રાજાએ ! અત્યારે મને જાતિસ્મરણ થયુ` છે. તમને મારે માટે અહી' ખેલાવેલા છે, તેથી હું તમારી પ્રાર્થના કરૂ છું કે તમે સ` મને આજ્ઞા આપો કે જેથી હું સંસારભ્રમણુરૂપ રોગની ઔષધીરૂપ દીક્ષા ગ્રહણ કરૂં.” તે સાંભળી સવ રાજા બાલ્યા-હે અનધે ! ‘તથાસ્તુ' અમે તને આજ્ઞા આપીએ છીએ કે તારૂ' ઇચ્છિત નિર્વિઘ્ને થાઓ.” પછી વાસુદેવ અને ખળભદ્રે હર્ષિત થઈ ને મોટી સમૃદ્ધિથી તેનો સ ઉત્સવામાં શિરામણ એવા નિષ્ક્રમણાત્સવ કર્યા. દેવરાજ (ઇંદ્ર) અને યક્ષરાજ (કુબેર)ની મુખ્ય દેવીઓએ આવીને તેની પૂજા કરી. ‘તેવી સાધ્વી સ્ત્રીઓ ઇદ્રને પણ પૂજય છે.’ પછી સુવ્રત મુનિની પાસે સાતસે કન્યાઓની સાથે તેણે મેાક્ષવૃક્ષની નીક રૂપ દીક્ષા ગ્રહણ કરી. સ`વેગથી ભાવિત અને આત્મા રૂપે કમલના ધ્યાનમાં ભમરી રૂપ તે સુમતિએ એ પ્રકારની શિક્ષા ગ્રહણ કરી અને વિવિધ પ્રકારનો તપ આચર્ય. આ પ્રમાણે કેટલાક કાળ વ્યતીત થયા પછી ક્ષપક શ્રેણીપર આરૂઢ થઇ માક્ષ લક્ષ્મીના દૂત જેવું કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. પછી અનેક ભવ્ય જીવાને બેધ પમાડી ભવાપગ્રાહી કર્મના ક્ષય કરી તે સુમતિ સાધ્વી અયપદને પ્રાપ્ત થઇ.
૨૧૮
સમ્યક્ત્વવર્ડ શાભતા અપરાજિત અને અન ંતવીય અશ્વિનીકુમારની જેમ સાથે મળીને રાજય પાળવા લાગ્યા. પ્રાંતે ચારાશી લાખ પૂર્વનું આયુષ્ય ભાગવી અનતવીય વાસુદેવ નિકાચિત ક`થી પ્રથમ નરકમાં ગયા. ત્યાં બેતાલીશ હજાર વર્ષ નરકની વિવિધ વેદના
૧ પાપ વિનાની.